Home /News /national-international /પતિ મિત્ર સાથે મળી છેલ્લા 6 મહિનાથી પત્ની પર બળાત્કાર ગુજારતો હતો, વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો

પતિ મિત્ર સાથે મળી છેલ્લા 6 મહિનાથી પત્ની પર બળાત્કાર ગુજારતો હતો, વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો

FIRમાં ચોંકાવનારો આરોપ એવો પણ છે કે પતિની સાથે તેનો મિત્ર પણ મહિલા પર બળાત્કાર ગુજારતો હતો (પ્રતિકાત્મક તસવીર)

Crime news - મહિલાએ જણાવ્યું કે તેનો પતિ તેના મિત્ર સાથે મળી છેલ્લા 6 મહિનાથી તેની સંમતિ વગર તેની સાથે સંબંધ બાંધવા મજબૂર કરે છે

ગોરખપુર : ઉત્તર પ્રદેશના ગોરખપુર (Gorakhpur) જિલ્લાની એક મહિલાએ તેના પતિ સામે બળાત્કાર, મારપીટ, દહેજ સહિત બળાત્કારનો (rape)વીડિયો વાયરલ (Video viral)કરવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. (FIR against husband) હાલ પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે. FIRમાં ચોંકાવનારો આરોપ એવો પણ છે કે પતિની સાથે તેનો મિત્ર પણ મહિલા પર બળાત્કાર ગુજારતો હતો.

ખોરાબાર સ્ટેશનના પોલીસના જણાવ્યા મુજબ, જંગલ ચાવરી નામના વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેની ફરિયાદમાં જણાવ્યું કે તેનો પતિ તેના મિત્ર સાથે મળી છેલ્લા 6 મહિનાથી નશાની હાલતમાં ઘરે આવે છે અને તેની સંમતિ વગર તેની સાથે સંબંધ બાંધે છે. આ સાથે તે પોતાના મિત્ર સાથે પણ શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરે છે. તેના વિરોધ કરવા પર તેને માર મારવામાં આવતી આટલું જ નહીં, પતિ તેને જાનથી મારી નાખવાની અને ઘરની બહાર કાઢી મુકવાની ધમકી પણ આપતો હતો. ઉપરાંત તેને દહેજ માટે પણ ત્રાસ આપવામાં આવે છે.

આ પણ વાંચો - અઢી વર્ષની દીકરીને ફાંસીએ લટકાવી માતાએ ટૂંકાવ્યૂ જીવન, આત્મહત્યાનું કારણ અકબંધ

પીડિતાએ જણાવ્યું કે આ ઝઘડા માટે ગામમાં પંચાયતની બેઠક પણ થઈ હતી, પરંતુ તેના પતિમાં કોઈ સુધારો થયો ન હતો. 6ઠ્ઠી જૂને પણ પતિ તેના મિત્ર વિકી સાથે ઘરે આવ્યો, તેને માર માર્યા બાદ બંનેએ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને એ વીડિયો વાયરલ કરવાની ધમકી આપવાનું શરૂ કર્યું હતું.

પીડિતાની ફરિયાદના આધારે ખોરાબાર પોલીસ સ્ટેશને આરોપી પતિ સહિત તેના મિત્ર વિરુદ્ધ કલમ 323, 504, 506, 354, 376, 498A અને 67 આઈટી એક્ટ હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. બીજો આરોપી બસગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી છે. હાલ પોલીસ આરોપીઓની ધરપકડ કરી છે.

અગાઉ, પીડિત મહિલા ખોરાબાર પોલીસ સ્ટેશનથી જિલ્લાના પોલીસ પાસે એફઆઈઆર નોંધવા ગઈ હતી, પરંતુ પોલીસે આનાકાની કરી હતી. દરમિયાન, મહિલા ADG ઝોન ઓફિસ પર પહોંચી, જ્યાં ADGએ મહિલાને ખાતરી આપી અને તરત જ સ્થાનિક પોલીસને પીડિત મહિલાની FIR નોંધવા અને આરોપીની ધરપકડ કરવાનો આદેશ આપ્યો.
First published:

Tags: Crime Alert, Crime news

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો