Home /News /national-international /પત્નીને પિયર મોકલીને અન્ય યુવતી સાથે ભાગી ગયો પતિ, ફેસબુકે ફોડી નાખ્યો ભાંડો

પત્નીને પિયર મોકલીને અન્ય યુવતી સાથે ભાગી ગયો પતિ, ફેસબુકે ફોડી નાખ્યો ભાંડો

પત્નીનું કહેવું છે કે, પતિએ તેની સાથે છેતરપિંડી કરીને બીજી સ્ત્રી સાથે લગ્ન કર્યા છે (પ્રતિકાત્મક તસવીર)

Crime News : પત્નીનો આરોપ છે કે, પતિનું લાંબા સમયથી બીજી યુવતી સાથે અફેર ચાલી રહ્યું હતું. હવે પોલીસ આરોપી પતિને શોધી રહી છે

ઇન્દોર : મધ્યપ્રદેશમાં (madhya pradesh)અનૈતિક સંબંધોનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ઇન્દોરના (indore)છોટા બાંગરડા વિસ્તારમાં રહેતા એક યુવકના થોડા વર્ષ પહેલા લગ્ન થયા હતા. 15 દિવસ પહેલા તે પિતા પણ બન્યો હતો. તેણે તેની પત્નીને પ્રસૂતિ માટે પિયર મોકલી હતી. આ દરમિયાન પતિ અન્ય યુવતી સાથે પ્રેમલગ્ન (Love marriage)કરીને ભાગી ગયો હતો! ત્યારબાદ પત્નીને ફેસબુક દ્વારા પતિએ બીજા લગ્ન કર્યા હોવાની જાણ થઈ હતી. આ પછી પત્નીએ આરોપી પતિ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પત્નીનો આરોપ છે કે, પતિનું લાંબા સમયથી બીજી યુવતી સાથે અફેર ચાલી રહ્યું હતું. હવે પોલીસ આરોપી પતિને શોધી રહી છે.


પ્રાપ્ત માહિતી અનુસાર, બબીતા ​​નામની મહિલાએ તેના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પત્નીનું કહેવું છે કે, પતિએ તેની સાથે છેતરપિંડી કરીને બીજી સ્ત્રી સાથે લગ્ન કર્યા છે. પત્નીનો દાવો છે કે, પતિ જેની સાથે ભાગી ગયો છે તે યુવતી મુસ્લિમ છે. સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેને ખબર પડી કે, પતિએ બીજા લગ્ન કરી લીધા છે. તેથી પત્ની એ પોતાના સાસરિયાના ઘરે ફરિયાદ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ પરિવારના સભ્યો દ્વારા ધમકીઓ અપાઈ હતી. એટલું જ નહીં, આરોપી પતિએ તેને ફોન પર ધમકી પણ આપી હતી.

આ પણ વાંચો - બિહારની લૂંટેરી દુલ્હન: પહેલા પ્રેમી સાથે લગ્ન કરી બીજા આશિક સાથે રોકડ-દાગીના લઈને ફરાર

પત્નીનું કહેવું છે કે, થોડા વર્ષો પહેલા તેના લગ્ન રાજેશ નામના વ્યક્તિ સાથે થયા હતા. આ દરમિયાન તેણે 15 દિવસ પહેલા બાળકીને જન્મ આપ્યો હતો. બાળકીના જન્મ પછી આરોપી પતિ તેને મળ્યો પણ ન હતો. આટલું જ નહીં તેના સાસરિયાઓ પણ તેને મળવા આવ્યા ન હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી પતિ તે યુવતીને ખજરાણા વિસ્તારમાંથી પોતાની સાથે લઈ ગયો હતો. જે બાદ બંનેએ લગ્ન પણ કરી લીધા હતા. પત્નીએ આરોપ લગાવ્યો છે કે, તેણે પતિ વિરુદ્ધ તેના સાસરિયા પક્ષને પણ ફરિયાદ કરી તો તેની સાસુએ તેને ધમકી આપી અને ચુપ રહેવા કહ્યું હતું. તેના સાસુ અને સસરા તેનો પતિ કયા સ્થળે હોવાની વાત જાણતા હોવાનું પણ પત્નીનું કહેવું છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આરોપી પતિ અને તેની પ્રેમિકાને શોધી રહી છે.
First published:

Tags: Crime news, Madhya pradesh

विज्ञापन