Home /News /national-international /Story of Success : પત્નીની સફળતા પાછળ પતિ ‘રોલ મોડલ’, નોકરી છોડી બાળકોને સંભાળ્યાં; પત્નીએ ન્યાયિક સેવા પરીક્ષામાં ટોપ કર્યું

Story of Success : પત્નીની સફળતા પાછળ પતિ ‘રોલ મોડલ’, નોકરી છોડી બાળકોને સંભાળ્યાં; પત્નીએ ન્યાયિક સેવા પરીક્ષામાં ટોપ કર્યું

મંજુલા અને તેનો પતિ - ફાઇલ તસવીર

Story of Success : રાજસ્થાનથી લઈને ઉત્તરપ્રદેશ સુધી બંને પરીવારોમાં ખુશીનું વાતાવરણ છે. મંજુલા જયપુરની રહેવાસી છે, તેના લગ્ન હરિયાણામાં થયા હતા અને તેણે ઉત્તરપ્રદેશમાં ટોપ કર્યુ છે. ત્રણ રાજ્યોમાં એક સાથે ત્રિરંગો લહેરાવનારી મંજુલાની સફળતા પાછળ તેનો પતિ રોલ મોડેલ છે.

વધુ જુઓ ...
    જયપુરઃ કહેવત છે કે, દરેક સફળ પુરુષની પાછળ સ્ત્રીનો હાથ હોય છે, પરંતુ જયપુરની મંજુલા ભાલોટિયાએ આ કહેવત ઊંધી કરી દીધી છે. તેનાં પતિએ તેને એટલો સાથ આપ્યો કે, પત્નીને જજ બનાવવા માટે પોતાની શાનદાર બેન્કની નોકરી છોડી દીધી, બાળકોને સંભાળ્યાં. પતિ તેમજ પત્નીના આ ત્યાગનું પરિણામ આવ્યું અને પત્નીએ પરીક્ષામાં ઉચ્ચ સ્થાન મેળવ્યું. તેણે ઉત્તરપ્રદેશની ઉચ્ચ ન્યાયિક સેવા પરીક્ષામાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું. રાજસ્થાનથી લઈને ઉત્તરપ્રદેશ સુધી બંને પરીવારોમાં ખુશીનું વાતાવરણ છે. મંજુલા જયપુરની રહેવાસી છે, તેના લગ્ન હરિયાણામાં થયા હતા અને તેણે ઉત્તરપ્રદેશમાં ટોપ કર્યુ છે. ત્રણ રાજ્યોમાં એક સાથે ત્રિરંગો લહેરાવનારી મંજુલાની સફળતા પાછળ તેનો પતિ તેનો રોલ મોડેલ છે.

    જયપુરમાં જન્મ, લંડનમાં અભ્યાસ, હરિયાણામાં લગ્ન


    મંજુલા ભાટિયાનો જન્મ જયપુરમાં થયો હતો. તેણે પ્રારંભિક અભ્યાસ અજમેરમાં મેળવ્યો. ત્યારબાદ જયપુરથી એલએલબીની પરીક્ષા પાસ કરીને લંડન જતી રહી. યૂકેમાં એમબીએ કર્યુ અને વિદેશી બેંકોમાં બે વર્ષ સુધી નોકરી કરી હતી. અભ્યાસ દરમિયાન તેની મુલાકાત રોહતકના રહેવાસી સુમિત સાથે થઈ હતી. જેની સાથે તેણે લગ્ન કર્યા હતા. હાલ તેમને બે સંતાનો થયા. પરંતુ હજુ પણ જીવન અધૂરું હોય તેમ લાગી રહ્યું હતું. કંઈક તો બાકી હતું જે પ્રાપ્ત નહોતું થઈ રહ્યું.

    આ પણ વાંચોઃ સોમનાથ મંદિર ખાતે પ્રવાસીઓ માટે ઊભી કરવામાં આવી વધુ એક સુવિધા

    મંજુલાએ ન્યાયિક સેવામાં ટોપ કર્યુ


    મંજુલાએ પતિની મદદથી ફરીથી અભ્યાસ આરંભ કર્યો. ઉત્તરપ્રદેશમાં ન્યાયિક સેવાઓ વિશે જાણ થઈ તો તૈયારી શરૂ કરી દીધી. બાળકોને સંભાળવાનું કામ મુશ્કેલ બન્યું તો અભ્યાસ છોડવાનું નક્કી કરી લીધું. પરંતુ પતિએ સાથ આપ્યો. તેમણે પત્નીને જજ બનાવવા માટે પોતાની નોકરી છોડી દીધી. પત્ની મંજુલાએ લક્ષ્ય નક્કી કરી લીધું અને અભ્યાસમાં લાગી ગઈ. ત્યારબાદ જ્યારે પરિણામ આવ્યું તો એકસાથે ત્રણ રાજ્યો ચોંકી ગયા. બે દિવસ પહેલાં પરિણામ સામે આવ્યું ત્યારે જાણ થઈ કે મંજુલાએ ટોપ કર્યુ છે. સોશિયલ મીડિયાથી લઈને ઘર સુધી અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે. દીવાળી પહેલાં જ ઘરમાં દીવાળી ઊજવાઈ રહી છે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Indian women, Success story, Topper

    विज्ञापन
    विज्ञापन