પતિએ પ્રેમિકાને પામવા માટે પત્નીની કરી હત્યા, મૃતદેહને બાળવા જઈ રહ્યો હતો ત્યાં...
આ કેસમાં મૃતકના પરિવારજનોએ તમામ સાસરિયાઓને આરોપી બનાવ્યા છે. કેસ નોંધાયા બાદ મૃતકનો પતિ પરિવાર સહિત ફરાર છે
Murder in Extramarital Affairs: પતિએ પત્નીને અંધારામાં રાખી તેની પ્રેમિકા સાથે લગ્ન કર્યા હતા, જ્યારે તેની પહેલી પત્નીને આ વાતની જાણ થઈ તો ઘરમાં ઝઘડો થયો હતો
સીતામઢી : સંબંધોની શર્મસાર કરતી ઘટનાઓ સતત વધી રહી છે. આવી જ વધુ એક ઘટના બિહારમાં (bihar)સામે આવી છે. એક શખ્સ પર લગ્નેતર સંબંધોના (Extramarital Affairs)મામલે પત્નીની હત્યા (Murder)કરવાનો આરોપ લાગ્યો છે. પત્નીની હત્યા કર્યા બાદ પતિ મૃતદેહને સળગાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે મૃતકના પિયરના સગાઓ પહોંચી ગયા હતા અને હત્યાની ઘટના પરથી પડદો ઊંચકાયો હતો. આ કેસમાં મૃતકના પરિવારજનોએ તમામ સાસરિયાઓને આરોપી બનાવ્યા છે. કેસ નોંધાયા બાદ મૃતકનો પતિ પરિવાર સહિત ફરાર છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી.
મળતી માહિતી મુજબ સીતામઢી શહેરના મહેસૌલ ઓપી વિસ્તારમાં પતિ પર પ્રેમિકાને પામવા માટે પોતાની જ પત્નીને રસ્તામાંથી દૂર કરવાનો આરોપ લાગ્યો છે. પતિએ પત્નીને અંધારામાં રાખી તેની પ્રેમિકા સાથે લગ્ન કર્યા હતા. જ્યારે તેની પહેલી પત્નીને આ વાતની જાણ થઈ તો ઘરમાં ઝઘડો થયો હતો. આ પછી પતિએ પત્નીની હત્યા કરી નાખી હોવાનો આક્ષેપ થયો છે. હત્યાને પગલે વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. મૃતક મહિલાની ઓળખ ગાયત્રી દેવી તરીકે થઈ છે અને તેના હત્યારાની ઓળખ કરણ મુખિયા તરીકે થઈ છે.
હત્યા બાદ ગાયત્રી દેવીના મૃતદેહને સળગાવવાની તૈયારી ચાલી રહી હતી, ત્યાં મૃતકના પરિવારજનોને આ વાતની જાણ થઈ હતી. ગાયત્રીના પિયરથી લોકો ઉતાવળે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મૃતકના પરિવારજનોએ આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. FIRમાં ગાયત્રીના પતિ સહિત સમગ્ર સાસરિયાઓને આરોપી બનાવવામાં આવ્યા છે. ઘટના બાદ આખો પરિવાર ઘર છોડીને ફરાર થઈ ગયો છે.
એક વ્યક્તિની કરવામાં આવી ધરપકડ
માહિતી મળતાં જ મહેસૌલ ઓપી પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે સીતામઢી સદર હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. ગાયત્રીના પરિવારજનોના નિવેદનના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. આ કેસમાં ગાયત્રીના સાસરિયાના પરિવારના સભ્ય રોહિત કુમારને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. હત્યા કરનાર પતિ કરણ મુખિયા પરિવાર સાથે ઘટનાને અંજામ આપીને ફરાર છે. ઘરને તાળું લાગેલું છે. આરોપીઓની ધરપકડ માટે પોલીસ સતત તપાસ કરી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર