પત્નીને ત્રણ વખત સિંગાપુર મોકલીને પતિએ કરી લીધા બીજા લગ્ન
પીડિત મહિલા ગુરમીત કૌરના જણાવ્યા પ્રમાણે પાંચ વર્ષ પહેલા તેના લગ્ન ગુરલાલ સિંહ સાથે થયા હતા. લગ્ન પછી 25 ડિસેમ્બર 2014ના રોજ સાસરી પક્ષે ગુરમીત કૌરને બે વર્ષ માટે સિંગાપુરના વિઝા અપાવડાવ્યા હતા.
પીડિત મહિલા ગુરમીત કૌરના જણાવ્યા પ્રમાણે પાંચ વર્ષ પહેલા તેના લગ્ન ગુરલાલ સિંહ સાથે થયા હતા. લગ્ન પછી 25 ડિસેમ્બર 2014ના રોજ સાસરી પક્ષે ગુરમીત કૌરને બે વર્ષ માટે સિંગાપુરના વિઝા અપાવડાવ્યા હતા.
પંજાબમાં (Punjab) સાસરી પક્ષે મહિલાને સિંગાપુર (Singapore) મોકલી હતી જોકે મહિલા (woman) આની પાછળના ષડયંત્રથી અજાણ હતી. જ્યારે મહિલા સિંગાપુરથી પર આવી ત્યારે તના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેના પતિએ (husband) તેને તલાક (talaq) આપ્યા વગર જ બીજા લગ્ન (Marriage) કરી લીધા હતા. મહિલાએ જ્યારે તેનો વિરોધ કર્યો તારે તેને જીવથી મારી નાખવાની ધકમી આપી હતી. પત્નીની ફરિયાદના આધારે પોલીસે (police) પતિ સહિત છ લોકો સામે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
પીડિત મહિલા ગુરમીત કૌરના જણાવ્યા પ્રમાણે પાંચ વર્ષ પહેલા તેના લગ્ન ગુરલાલ સિંહ સાથે થયા હતા. લગ્ન પછી 25 ડિસેમ્બર 2014ના રોજ સાસરી પક્ષે ગુરમીત કૌરને બે વર્ષ માટે સિંગાપુરના વિઝા અપાવડાવ્યા હતા.
જોકે તે એક વર્ષમાં જ તે પરત આવી ગઈ હતી. અને પછી તેને 30 જૂન 2016ના રોજ સિંગાપુર પાછી મોકલી હતી. ત્યારબાર 28 ઓક્ટોબર 2017ના રોજ ગુરમીત કૌરને ત્રીજી વખત સિંગાપુર મોકલી હતી. 2 ઓક્ટોબર 2019ના રોજ તે સાસરી પાછી ફરી હતી.
ગુરુલાલ સિંહે તેને એરપોર્ટ લેવા આવ્યો અને બીજા જ દિવસે તેને બહાનેબાજી કરીને પિયર મોકલી દીધી હતી. થોડા દિવસ પછી તે પાછી સાસરી આવી તો ગુરલાલે તેને ફરી પાછી જવા માટે કહ્યું હતું. તેણે કહ્યું કે, ગુરલાલ સિંહે તલાક આપ્યા વગર બીજા લગ્ન કરી લીધા છે એટલા માટે તેને પિયર મોકલી દીધી હતી.
તેણીએ આરોપ લગાવ્યો છે કે, 24 નવેમ્બરે સવારે ચાર વાગ્યે તેનો પતિ ગુરલાલ સિંહ, દિયર ગુરજંટ સિંહ, અમરીક સિંહ, સાસું બલવિંદર કૌર અને સસરા ગુરભેજ સિંહ સહિત અન્ય મહિલા જસબીર કૌર પીયર આવ્યા હતા. અને તેને ગળામાં રસ્સી નાંખીને ફાંસી આપવાનો પ્રયત્ન કર્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર