પટના : બિહારમાં (bihar)સાળીના પ્રેમમાં પાગલ પતિએ પોતાની પત્નીની હત્યા (killed his wife)કરી દીધી છે. પત્નીની હત્યા (Wife Murder) કરીને લાશને બોક્સમાં ફેંકીને ફરાર થઇ ગયો હતો. ઘટના પટનાના અનુમંડલ વિસ્તારની છે. મોકામા વોર્ડ નંબર 27માં થયેલી આ ઘટનામાં પતિ સન્ની પાસવાને પોતાની સાળી સાથે મળીને પત્નીની હત્યા (Murder))કરી દીધી હતી.
વર્ષા કુમારીની હત્યા કર્યા પછી બન્ને તેનો પતિ-સાળી સાથે ફરાર થઇ ગયા હતા. ઘટનાની સૂચના મળતા જ મોકામ થાનાધ્યક્ષ રાજ નંદન સ્થળ પર પહોંચ્યા હતા અને તપાસમાં લાગી ગયા છે. હત્યા કર્યા પછી મહિલાનો પતિ અને સાળી વર્ષાની લાશનો નિકાલ કરવાના પ્રયત્નમાં હતા ત્યારે પડોશીઓને તેની જાણ થઇ ગઈ હતી. પડોશીઓએ વર્ષાના પરિવારજનોને સૂચના આપી હતી. જે પછી વર્ષાનો ભાઈ રાત્રે 10 કલાકે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
એક બોક્સમાં વર્ષાની લાશ રાખવામાં આવી હતી. જ્યારે પતિ સન્ની પાસવાન ફરાર થઇ ગયો હતો. બોક્સમાં લાશ જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી. મૃતકના ગળા પર નિશાન હતા. જેથી ગળું દબાવીને કે ગળે ફાંસો આપીને હત્યા કરવાનો મામલો માનવામાં આવી રહ્યો છે. જાણકારી પ્રમાણે વર્ષાના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતા. જેમને બે સંતાન પણ છે. વર્ષા પોતાના પિયરમાં રહેતી હતી અને પતિ સાથે તેણો અણબનાવ ચાલતો હતો.
સન્ની પોતાની સાળીને પ્રેમ કરતો હતો. જેના કારણે તેની પત્ની સાથે અણબનાવ રહેતો હતો. આથી આ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. મોકામા પોલીસે આ મામલામાં ઘરમાં રહેલા સસરા અને ભાઈને પૂછપરછ કરી હતી જેમાં તેમણે કહ્યું કે તે ઘટના સમયે બહાર હતા. આ સમયે સન્નીએ ઘટનાને અંજામ આપ્યો હતો.
મોકામા થાનાધ્યક્ષની માનવામાં આવે તો આખા મામલાનું રહસ્ય ત્યારે બહાર આવશે જ્યારે સન્ની અને તેની સાળીની ધરપકડ કરવામાં આવશે. બંનેની ધરપકડ માટે પોલીસની ટીમો કામે લાગી ગઈ છે. પોલીસ આખા મામલાને અલગ-અલગ રીતે તપાસ કરી રહી છે.
પતિએ પત્નીની ત્રીજા માળેથી ધક્કો મારી કરી હત્યા
રાજસ્થાનના અજમેર શહેરમાં એક ક્રુર ઘટના સામે આવી છે. એક પરિણીતાને ત્રીજા માળેથી ધક્કો મારવાની ઘટના બની છે. તેણે 10 મહિના પહેલા જ લવ મેરેજ (Love Marriage)કર્યા હતા. મૃતકની માતાએ ક્રિશ્ચિયનગંજ પોલીસ સ્ટેશનમાં પોતાના જમાઇ ઉપર જ હત્યાનો (Murder)આરોપ લગાવતા કેસ કર્યો છે. પોલીસ મામલાની તપાસ કરી રહી છે. ઘટના પછી મૃતકનો પરિવાર આઘાતમાં છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર