લૂંટારો પતિ! 'તું નહી મળે તો ગળું કાપી લઈશ' કહેનાર પતિ જ પત્નીના દાગીના અને રોકડા લઈ ફરાર

લૂંટારો પતિ! 'તું નહી મળે તો ગળું કાપી લઈશ' કહેનાર પતિ જ પત્નીના દાગીના અને રોકડા લઈ ફરાર
આરોપીની તસવીર

અભિષેક દિલ્હીથી ફ્લાઈટ પકડીને કોલકાત્તા પહોંચ્યો હતો. કોલકાત્તા પહોંચીને અભિષેકે અંજલીને સવજાવી ફોસલાવી લગ્ન કરવા માટે મનાવી લીધી હતી. ત્યારબાદ બંનેએ કોર્ટ મેરેજ કરી લીધા હતા.

 • Share this:
  કોલકાત્તાઃ ફેસબુકથી દોસ્તી કરીને યુવતી સાથે લગ્ન કર્યા (love marriage) બાદ દગો આપીને દગાબાજ પતિ ફરાર થયાની ઘટના સામે આવી છે. આ કહાની કોલકાત્તાની (kolkata) એક મહિલાની છે જેણે એક વર્ષ બાદ પોતાના દગાબાજ પતિના ઘરે પહોંચીને ભારે હંગામો કર્યો હતો અને ઉત્તર પ્રદેશની (Uttar pradesh) ફતેહપુર પોલીસ પાસે ન્યાયની અપિલ કરી હતી. મહિલાનું કહેવું છે કે લગ્ન પહેલા તે આત્મત્યાની ધમકી (suicide threat) આપતો હતો. તે કહેતો હતો કે તું લગ્ન નહીં કરે તો તે બ્લેડથી કળું કાપીને આત્મહત્યા કરી લેશે. પરંતુ હવે દગો આપીને ફરાર થઈ ગયો છે.

  મહિલાની માંગ છે કે આવા શાતિર લોકોને જેલના સળિયા પાછળ ધકેલવા જોઈએ. તેનું કહેવું છે કે લગ્ન બાદ તેનો પતિ ઘરમાં રાખેલા દાગીના સહિત રોકડા રૂપિયા લૂંટીને ફરાર થયો હતો. પોલીસે આશ્વાસન આપ્યું છે કે તે ટૂંક સમયમાં ઝડપાઈ જશે. મહિલાએ પતિની શોધ માટે કોલકાત્તા પોલીસ સાથે આવીને જિલ્લા પોલીસ પાસે મદદની અપિલ કરી છે.  ત્યારબાદ મહિલા પોલીસની સાથે પતિ અભિષેક આર્યાના ઘરે પહોંચી હતી. ઘરમાં તાળું જોઈને મહિલાએ ભારે હંગામો કર્યો હતો. પીડિતા અંજલી (નામ બદલેલું છે)નું કહેવું છે કે અભિષેક આર્યા સાથે ફેસબુક ઉપર દોસ્તી થઈ હતી. ઓળખાણ થતાં તે દૂરના પરિવારિક સંબંધી નીકળ્યો હતો. ત્યારબાદ થોડા દિવસ બાદ અભિષેક લગ્ન માટે દબાણ કરવા લાગ્યો હતો. મહિલાનું કહેવું છે કે અભિષેકે બ્લેડ વડે ગળું કાપીને આત્મહત્યા કરવાની ધમકી આપી હતી. તેનું કહેવું હતું કે તે નહીં મળે તો ગળું કાપી લેશે. જોકે, અંજલીએ આ વાતને ધ્યાનમાં લીધી પરંતુ અભિષેક દિલ્હીથી ફ્લાઈટ પકડીને કોલકાત્તા પહોંચ્યો હતો.

  આ પણ વાંચોઃ-

  ત્યારબાદ કોલકાત્તા પહોંચીને અભિષેકે અંજલીને સવજાવી ફોસલાવી લગ્ન કરવા માટે મનાવી લીધી હતી. ત્યારબાદ બંનેએ કોર્ટ મેરેજ કરી લીધા હતા. બંને હોટલમાં રોકાયા હતા. મહિલાનું કહેવું છે કે અભિષેકના પિતા રાજૂ આર્યા બેન્ક ઓફ બરોડામાં નોકરી કરે ચે. જ્યાં જઈને જોયું તો તે પણ ગયાબ હતા. એટલું જ નહીં દગાબાજ પતિએ ઘરના લોકરમાં રાખેલા 3 લાખ રૂપિયના દાગીના અને એક લાખ રૂપિયા રોકડા લઈને ફરાર થયો હતો.

  આ પણ વાંચોઃ-

  પીડિતાની માતાની માંગ છે કે આવા લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ. જે લોકો યુવતીઓની જિંદગી બરબાર કરે છે. એસપી સતપાલ અંતિલે જણાવ્યું કે કોલકાત્તા પોલીસની સાથે એક પીડિતા આવી હતી. આરોપીની ધરપકડ કરીને કોલકાત્તા પોલીસને સોંપવામાં આવશે.  તેમણે ફરિયાદ આપી છે કે ફતેહપુરના એક યુવકે ફેસબુક થકી દોસ્તી કરી અને પછી લગ્ન કર્યા હતા. થોડા સમય પછી યુવક રોકડા રૂપિયા અને દાગીના લઈને ફરાર થઈ ગયો હતો. આ સંબંધમાં કોલકાત્તામાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
  Published by:ankit patel
  First published:January 11, 2021, 15:49 pm

  ટૉપ ન્યૂઝ