શરમજનક ઘટના! દિવ્યાંગ ગર્ભવતી પત્નીને હોસ્પિટલમાં છોડીને 13 વર્ષની સગિરાને લઈ ભાગી ગયો પતિ

News18 Gujarati
Updated: October 24, 2020, 2:48 PM IST
શરમજનક ઘટના! દિવ્યાંગ ગર્ભવતી પત્નીને હોસ્પિટલમાં છોડીને 13 વર્ષની સગિરાને લઈ ભાગી ગયો પતિ
આરોપીની તસવીર

આરોપી તેમના મમહોલ્લામાં લારી લઈને શાકભાજી અને ફળો વેચવા માટે આવતો હતો. આરોપી અનેક લગ્ન કરી ચૂક્યો છે.

  • Share this:
નવી દિલ્હીઃ દિલ્હીમાં એક 13 વર્ષની સગિરા ગુમ (Minor girl missing) થયાની ઘટના સામે આવી છે. યુવતીના પરિવારજનોનો આરોપ છે કે 28 વર્ષીય પરિણીત યુવક (Married boy) સગિરાને લઈને ફરાર થયો છે. આરોપી તેમના મમહોલ્લામાં લારી લઈને શાકભાજી અને ફળો વેચવા માટે આવતો હતો. જોકે આ મામલે પરિવારજનોએ ફરિયાદ નોંધવી છે જેના પગલે પોલીસે તપાસ હાથધરી છે.

મળતી માહિતી પ્રમાણે દિલ્હીના મહરૌલી પોલીસ સ્ટેશનની હદમાં આ ઘટના બની છે. ગત 18 ઓક્ટોબરે આ ઘટના બની છે. સગિરાના પરિવારનો આરોપ છે કે દિલદાર નામનો 18 વર્ષીય એક યુવકને રાહુલ ઠાકુરને જણાવ્યું હતું કે તે તેમના પરિવારમાં હળીમળી ગયો હતો. તેણે જ યુવતીને લલચાવી ફોસલાવીને 18 ઓક્ટોબરે તેની સાથે લઈને ભાગી ગયો હતો.

યુવતીની માતાનું કહેવું છે કે દિલદાર લોકડાઉન દરમિયાન તેમના મહોલ્લમામાં શાકભાજી તો ત્યારેક ફળો વેચવા માટે આવતો હતો. તેણે પોતાનું નામ રાહુલ ઠાકુર બતાવ્યું હતું. તે સતત મહોલ્લમામાં આવતો જતો રહેતો હતો. આ દરમિયાન તેણે અમારો મોબાઈલ નંબર લીધો હતો. અને પછી તે અમારી છોકરી સાથે વાતચીત કરવા લાગ્યો હતો.

આ પણ વાંચોઃ-જામનગર: ધોરણ 10 પાસ બોગસ ડોક્ટરને પકડ્યો, જનરલ સ્ટોરની આડમાં દર્દીઓને આપતો હતો દવાઓ

પોલીસને ફરિયાદ મળ્યા બાદ તપાસ શરૂ કરી છે. પોલીસને જાણવા મળ્યું કે દિલદાર ઉર્ફે રાહુલ ઉત્તર પ્રદેશના બદાયુનો રહેનારો છે. તે યુવતીના મહોલ્લામાં જ રહેતો હતો. દિલદાર ઉર્ફે રાહુલની એક દિવ્યાંગ પત્ની સોની છે. જેના બંને પગ કામ કરતા નથી. તે આ સમયે ગર્ભવતી છે. તેની તબિયત 12 સપ્ટેમ્બરે અચાનક બગડતા તેને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરાવી હતી.

આ પણ વાંચોઃ-ધો.12 પાસ 20 વર્ષનો ભેજાબાજ ઝડપાયો, માત્ર પુરુષોને આવી રીતે શિકાર બનાવી 23 લાખ રૂપિયા ભેગા કર્યાઆ પણ વાંચોઃ-શરમજનક ઘટના! મહિલા હોમગાર્ડે પડોશી યુવતીને રાત્રે ઘરે બોલાવી, પત્ની સામે જ પતિએ આચર્યું દુષ્કર્મ

પરંતુ પત્નીને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાવતા પહેલા પ્લાન અંતર્ગત 13 વર્ષની સગિરાને લઈને ફરાર થઈ ગયો હતો. સૂત્રો પાસેથી જાણવા મળ્યા પ્રમાણે આરોપી અનેક લગ્ન કરી ચૂક્યો છે.પોલીસ તપાસ દરમિયાન લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ કબજામાં લાધા હતા. જેમાં આરોપી 13 વર્ષની સગિરા સાથે જતો દેખાય છે. પોલીસનો દાવો છે કે આરોપી ટૂંક સમયમાં પકડાઈ જશે.
Published by: ankit patel
First published: October 24, 2020, 2:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading