Husband Kissed Wife Sarayu River : અયોધ્યા (Ayodhya) માં ભવ્ય રામ મંદિર (Ram Mandir) નું નિર્માણ થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં ઘણા ભક્તો ત્યાં દર્શન કરવા જાય છે. પરંતુ અહીં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં પતિ-પત્ની સરયુ નદી (Sarayu River) માં સ્નાન કરી રહ્યા હતા. આ દરમિયાન પતિએ પત્નીને ખુલ્લામાં કિસ કરી હતી. પરંતુ ત્યાં હાજર લોકોની નજર તેના પર ગઈ. લોકોએ તેનો વિરોધ કર્યો અને પતિને ઢોર માર માર્યો. મહત્વની વાત એ છે કે, સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં યુવક પતિ-પત્ની સરયૂ નદીમાં લોકો વચ્ચે ન્હાતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન પતિએ પત્નીને કિસ કરી હતી. પણ આ પતિ માટે આફત બનીને તૂટી પડી? તેની પતિએ વિચાર્યું પણ નહીં હોય કે, પત્નીને કરવામાં આવેલું ચુંબન એટલું ભારે થઈ જશે, પતિને જાહેરમાં લોકોએ ઢોર માર માર્યો. એક પછી એક યુવકો મારવા લાગે છે અને થોડી જ સેકન્ડમાં આ પ્રક્રિયા સામૂહિક મારપીટમાં ફેરવાઈ જાય છે. સરયુ નદીને વોટર પાર્ક તરીકે સમજવું આ નવા યુગલ માટે એક એવો પાઠ બની ગયો છે કે તેઓ જીવનભર ભૂલી શકશે નહીં.
યોગ દિવસની ઘટના
આ ઘટના મંગળવારે બની હતી. મંગળવારે સરયુ નદીના કિનારે પણ યોગા-દિવસ ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે પણ હાજરી આપી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, મંત્રીના ગયાના બે કલાક બાદ આ ઘટના બની હતી. મોડી રાત્રે આને લગતા બે વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં નહાતી વખતે પતિ તેની પત્નીને કિસ કરતો જોવા મળે છે. બીજામાં તેને માર મારવામાં આવી રહ્યો છે.
વાંધો ઉઠાવનારાઓએ કહ્યું કે તેમના પરિવારો પણ ત્યાં હાજર હતા, તેથી પતિ-પત્ની દ્વારા અશ્લીલતા ફેલાવવાનું સહન કરી શકતા નહી. લોકોએ વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે જાહેર સ્થળોએ આવી અભદ્રતા ન કરવી જોઈએ. માહિતી પર પહોંચેલા લક્ષ્મણ ઘાટ ચોકીના પોલીસકર્મીઓએ આ મામલે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. આશરે 30 વર્ષની ઉંમરના પતિને 2-3 લોકોએ 20 મિનિટ સુધી માર માર્યો હતો. તેના ચહેરા, ખભા અને પીઠ પર ઈજાઓ થઈ હતી.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર