Home /News /national-international /

Murder case: જીજાના ઘરે પ્રેમી સાથે પકડાઈ પત્ની, પતિએ ગુસ્સામાં કરી દીધી યુવાનની હત્યા

Murder case: જીજાના ઘરે પ્રેમી સાથે પકડાઈ પત્ની, પતિએ ગુસ્સામાં કરી દીધી યુવાનની હત્યા

પ્રતિકાત્મક તસવીર

Chhattisgarh Crime News: છત્તીસગઢ (Chhattisgarh)ના બલોદ જિલ્લામાં પત્ની અને તેના પ્રેમી પર પતિ દ્વારા ઘાતકી હુમલો (Husband Attacks his wife and lover) કરવામાં આવ્યો છે. આ હુમલામાં યુવાનનું ઘટના સ્થળે જ મોત (Death) નીપજ્યું હતું.

    પતિ, પત્ની અને વોના અનેક કિસ્સાઓ આપણી નજર સામે રોજ બનતા હોય છે. જેમાં ઘણી વખત વાત મારાપીટ કે હત્યા (Murder case) સુધી પણ પહોંચી જાય છે. આવો જ પતિ, પત્ની અને પ્રેમીનો એક ચકચારી કિસ્સો છત્તીસગઢના બલોદ (Balod) જીલ્લામાં સામે આવ્યો છે.

    છત્તીસગઢ (Chhattisgarh)ના બલોદ જિલ્લામાં પત્ની અને તેના પ્રેમી પર પતિ દ્વારા ઘાતકી હુમલો (Husband Attacks his wife and lover) કરવામાં આવ્યો છે. આ હુમલામાં યુવાનનું ઘટના સ્થળે જ મોત (Death) નીપજ્યું હતું. મહિલાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ ચોંકાવનારી ઘટના બાલોદના રનચિરઇ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના સકરોદ ગામની છે.

    પોલીસના જણાવ્યા અનુસાર પતિએ પોતાની પત્ની અને તેના પ્રેમી પર જીવલેણ હુમલો કર્યો છે. આ હુમલામાં તેના પ્રેમી મુરલી સિંહાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે મહિલા તારણી ગેંદ્રે ગંભીર રીતે ઘાયલ થઇ હતી.

    પોલીસે જણાવ્યું હતું કે, ગુંડરદેહીના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર બાદ ઘાયલ મહિલાને ગંભીર હાલતમાં રાજનાંદગાંવ મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. હત્યા કરી નાસી છૂટેલા આરોપી પતિને પોલીસે પોતાના કબ્જામાં લઈ પૂછપરછ હાથ ધરી છે. હત્યાનો આરોપી પતિ લક્ષ્મણ ગેંદ્રે રાજનાંદગાંવનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

    આ પણ વાંચોઃ-શરમજનક ઘટના: પ્રેમલગ્નના બીજા દિવસે પતિએ તેના મિત્રો સાથે મળીને પત્ની પર બળાત્કાર ગુજાર્યો

    જીજાની ઘરે પ્રેમીને મળી પત્ની
    પોલીસના જણાવ્યા અનુસાર લક્ષ્મણ ગેંદ્રેની પત્ની તેને છોડીને પોતાના બોયફ્રેન્ડ સાથે જીજાના ઘરે રહેતી હતી. રાજનાંદગાંવમાં રહેતા તેમના પતિ લક્ષ્મણ ગેંદ્રે શુક્રવારે સવારે ગામ પહોંચ્યા હતા. ત્યાં તેમણે પત્ની તારિણી ગેંદ્રે અને મુરલી સિન્હાને સાથે જોયા અને તેને ગુસ્સો આવ્યો હતો. ત્યારબાદ ગુસ્સામાં છરી વડે હુમલો કર્યો હતો. જેમાં પ્રેમીનું છરીના ઘાથી ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

    આ પણ વાંચોઃ-રાજકોટની શરમજનક ઘટના! 21 વર્ષની અપંગ સાવકી દીકરી સાથે સાવકા પિતાએ આચર્યું દુષ્કર્મ

    જ્યારે તેની પત્ની તારિણીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક સારવાર બાદ તેને રાજનાંદગાંવમાં રિફર કરવામાં આવ્યો હતો. જો કે ઘાયલ મહિલાની સારવાર ચાલુ છે.

    વિગતો મુજબ મૃતક મુરલી સિન્હાના બલોદને સ્વાસ્થ્ય વિભાગમાં તૈનાત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલામાં હવે પોલીસે રાજનાંદગાંવ પોલીસની મદદથી આરોપીને કસ્ટડીમાં લઈ લીધો છે. પોલીસ ટૂંક સમયમાં જ આ કેસનો ખુલાસો કરે તેવી સંભાવના છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Chhatisgarh, Crime news, Gujarati news

    આગામી સમાચાર