પતિએ પત્નીની ક્રુર રીતે કરી હત્યા, ધારદાર હથિયાર લઇને તૂટી પડ્યો, 30થી વધારે માર્યા ઘા

પોલીસે હત્યાનો કેસ નોંધીને આગળની કાર્યવાહી શરુ કરી છે (પ્રતિકાત્મક તસવીર)

Murder News- પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને તિક્ષણ હથિયારથી પ્રહાર કર્યો

  • Share this:
    સોનીપત : હરિયાણાના સોનીપત (Sonipat)જિલ્લાના તારાનગરમાં પતિએ પત્નીની ક્રુર રીતે હત્યા કરી છે. તારાનગરમાં રહેતા શત્રુદ્ધ નામના વ્યક્તિએ પોતાની પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને તિક્ષણ હથિયારથી 30થી વધારે ઘા માર્યા હતા. જેના કારણે પત્નીનું મોત નિપજ્યું હતું. સોનીપત પોલીસે (Sonipat Police)ઘટનાની સૂચના મળતા લાશને કબજામાં લીધી હતી અને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપી હતી. હત્યાનો કેસ નોંધીને આગળની કાર્યવાહી શરુ કરી છે.

    જાણકારી પ્રમાણે સોનીપતના તારાનગરમાં રહેતા શત્રદ્ધ અને પત્ની પૂનમ વચ્ચે ઘણા લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. શત્રુદ્ધને પોતાની પત્નીની ચારિત્ર્ય પર શંકા હતી કે તેના બહાર અવૈધ સંબંધ છે. જેના કારણે તેણે પોતાની પત્ની પૂનમના શરીર પર ધારદાર હથિયારથી 30થી વધારે ઘા કર્યા હતા. જેના કારણે પૂનમનું મોત થયું હતું.

    આ પણ વાંચો - મોતનો Video: 5 સેકન્ડમાં ગયો યુવકનો જીવ, બાઇક લપસ્યું અને ટ્રકે માથું કચડી નાખ્યું

    ઘટનાની સૂચના મળતા જ સોનીપતની સિવિલ લાઇન પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી હતી અને લાશને કબજામાં લઇને સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી. પોલીસે મૃતક પૂનમના પિતા ભગવાન દાસના નિવેદન પર શત્રુદ્ધ સામે હત્યાનો કેસ નોંધ્યો છે અને તેને શોધવા માટે ટીમો લાગી ગઇ છે.

    સિવિલ લાઇન સ્ટેશનમાં રહેલા સબ ઇન્સપેક્ટર રાકેશ કુમારે જણાવ્યું કે અમને સૂચના મળી હતી કે તારાનગરમાં એક પતિએ પોતાની પત્નીની ધારદાર હથિયારથી હત્યા કરી નાખી છે. મૃતકનું નામ પૂનમ છે અને તેના પતિ શત્રુદ્ધનને તેના ચારિત્ર્ય પર શંકા હતી, જેના કારણે હત્યાનો કેસ નોંધીને આગામી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

    આ પણ વાંચો - નવી આન્ટીને ભગાડીને લઈ ગયો ભત્રીજો, ઘણા સમયથી પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું હતું

    વેપારીની પત્નીની લાશ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી

    ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના નજીરાબાદ પોલીસ સ્ટેશનની અંદર આવતા અશોક નગર વિસ્તારમાં એક વેપારીની પત્નીની લાશ ઘરમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા હડકંપ મચી ગયો છે. મૃતકના પરિવારજનોએ પુત્રીને મારી નાખવાનો આરોપ લગાવ્યો છે. શાકભાજી મસાલાના વેપારી સૂર્યાંશ ખરબંદાના લગ્ન 3 વર્ષ પહેલા આંચલ ગ્રોવર (25 વર્ષ) સાથે થયા હતા. મૃતકની માતા રીના ગ્રોવરનો આરોપ છે કે પતિ સૂર્યાંશે અમારી પુત્રીને મારીને તેની લાશ પંખા સાથે લટકાવી દીધી છે. જ્યારે સાસરિયાના લોકો આત્મહત્યા (Suicide)કરી હોવાની વાત કરી રહ્યા છે. ઘટનાસ્થળ પર ફોરેન્સિક ટીમે સાબિતી ભેગી કરી છે અને પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે. મૃતકને એક વર્ષનો પુત્ર પણ છે.
    Published by:Ashish Goyal
    First published: