Home /News /national-international /Crime News: ભાભી સાથેના અનૈતિક સંબંધમાં પતિએ નડતરરૂપ પત્નીની હત્યા કરી, રોડ અકસ્માત બતાવવાનો કર્યો પ્રયાસ, પણ આ રીતે ભાંડો ફૂટ્યો

Crime News: ભાભી સાથેના અનૈતિક સંબંધમાં પતિએ નડતરરૂપ પત્નીની હત્યા કરી, રોડ અકસ્માત બતાવવાનો કર્યો પ્રયાસ, પણ આ રીતે ભાંડો ફૂટ્યો

પોલીસે પકડેલા આરોપીમાં જોની અને તેની ભાભી મીનાનો સમાવેશ થાય છે

Murder in Haryana : જોનીને તેની ભાભી મીના સાથે અનૈતિક સંબંધ હતા અને તેની પત્ની મંજૂ વચ્ચે આવી રહી હતી

સોનીપત : લગ્નેતર સંબંધોનું પરિણામ ભયાનક આવતું હોય છે. ત્યારે ભાભી સાથેના અનૈતિક સંબંધમાં વચ્ચે આવતી પત્નીનું કાસળ (Murder of wife) કાઢી નાંખવામાં આવ્યું હોવાની ધૃણાસ્પદ ઘટના સામે આવી છે. હરિયાણા (Haryana crime)માં આવેલ સોનીપત જિલ્લાના સેક્ટર 4 હોકી ગ્રાઉન્ડ નજીક પતિએ તીક્ષણ હથિયાર વડે પત્નીની નિર્મમ હત્યા (Murder in Sonipat) કરી હોવાના કેસમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે.

પોલીસે પકડેલા આરોપીમાં જોની અને તેની ભાભી મીનાનો સમાવેશ થાય છે. આરોપીની ધરપકડ બાદ ખુલાસો થયો છે કે, જોનીને તેની ભાભી મીના સાથે અનૈતિક સંબંધ હતા અને તેની પત્ની મંજૂ વચ્ચે આવી રહી હતી. એટલા માટે જ જોનીએ પોતાના બે સાથીઓ સાથે મળીને મંજૂની હત્યા કરી હતી. આ કેસમાં બે આરોપીઓ હજુ ફરાર છે. ઝડપાયેલા આરોપીઓને પોલીસ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર લેશે.

ઉલ્લેખનીય છે કે, સોનીપતના ગામ લીવાનના રહેવાસી જોનીએ સોનીપતના સેક્ટર 4 હોકી ગ્રાઉન્ડ પાસે પત્નીની હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ સમગ્ર કેસને રોડ એક્સિડન્ટ બતાવવામાં આવ્યો હતો. અલબત્ત, પોસ્ટમોર્ટમમાં મંજુના શરીર પર તીક્ષણ હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. ફરિયાદના આધારે પોલીસે જોની સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.

આ પણ વાંચો - બિહારમાં 2 પત્નીઓની મંજૂરીથી પતિની અનોખી વહેંચણી, બન્ને પત્નીઓ સાથે રહેશે 15-15 દિવસ

આ કેસમાં પોલીસે જોની અને તેની ભાભી મીનાની ધરપકડ કરી છે. ધરપકડ બાદ ખુલાસો થયો છે કે, જોનીને તેની ભાભી મીના સાથે અનૈતિક સંબંધ હતા અને તેની પત્ની મંજૂ નડતરરૂપ બની રહી હતી. આથી તેણે પોતાના અન્ય બે સાથીઓ સાથે મળીને મંજૂની હત્યા કરી હતી. પોલીસ આ કેસની ઝીણવટભરી તપાસ કરી રહી છે અને બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર લેશે.

આ કેસની વિગતો આપતાં SI કુલદીપે જણાવ્યું હતું કે, સોનીપતના સેક્ટર 4 હોકી ગ્રાઉન્ડ પાસે ગઈકાલે મંજૂ નામની મહિલાની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં તેના પતિ અને ભાભીની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ જૉનીએ તેની પત્નીની તીક્ષણ હથિયારથી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. તેને તેની ભાભી મીના સાથે અવૈધ સંબંધ હતા અને અવૈધ સંબંધોમાં પત્ની નડતરરૂપ બની રહી હતી. જેથી જોનીએ તેના બે સાથીઓ સાથે મળીને હત્યા કરી હતી. બંનેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ પર લેવામાં આવશે. બીજી તરફ ફરાર બંને આરોપીઓનો ધરપકડ માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Crime news, Haryana News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन