Home /News /national-international /પત્નીની હત્યા કરીને પોલીસ સ્ટેશન પહોંચ્યો પતિ, કહ્યું- મેં મારી પત્નીને મારી નાખી છે

પત્નીની હત્યા કરીને પોલીસ સ્ટેશન પહોંચ્યો પતિ, કહ્યું- મેં મારી પત્નીને મારી નાખી છે

હત્યા કર્યા પછી પતિ જાતે જ પોલીસ સ્ટેશન (Police Station)પહોંચ્યો હતો અને પોલીસને ઘટનાની માહિતી આપતા પોતાનો ગુનો કબુલ કરી લીધો (પ્રતિકાત્મક તસવીર)

Husband kills wife - પોલીસે હત્યાનો કેસ નોંધીને આરોપી પતિની ધરપકડ કરી, પતિને પોતાની પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી

ડુંગરપુર : પતિ દ્વારા પત્નીની હત્યા (Husband kills wife)કરવાનો મામલો સામે આવ્યો છે. પતિએ ખુરપીથી પ્રહાર કરીને પત્નીની હત્યા (Murder)કરી દીધી છે. પતિને પોતાની પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી. હત્યા કર્યા પછી પતિ જાતે જ પોલીસ સ્ટેશન (Police Station)પહોંચ્યો હતો અને પોલીસને ઘટનાની માહિતી આપતા પોતાનો ગુનો કબુલ કરી લીધો છે. તેણે પોલીસને કહ્યું કે મેં મારી પત્નીને મારી નાખી છે.

આ ઘટના રાજસ્થાનના (Rajasthan)ડુંગરપુરમાં બની છે. ડુંગરપુર પોલીસ ઉપાધિક્ષક રાકેશ શર્માએ જણાવ્યું કે કોતવાલી સ્ટેશન ક્ષેત્રના થાણા રેડા ફલા ગામના રહેવાસી જિતેન્દ્ર બરંડાને પોતાની પત્ની અનિતા બરંડાના ચારિત્ર્ય પર શંકા હતી. બુધવારની રાત્રે ઊંઘ્યા પછી અનિતા બરંડા ક્યાંક ગઇ હતી ત્યાંથી થોડા કલાકો પછી પાછી ફરી હતી. અનિતાના પરત ફર્યા પછી પતિ સાથે ઝઘડો થયો હતો. બન્ને વચ્ચે ઝઘડો એટલો વધી ગયો કે પતિએ પત્નીના માથા પર ખુરપીથી પ્રહાર કર્યો હતો. જેમા અનિતાનું મોત થયું હતું.

બાળકોએ પડોશીઓની ઘટનાની જાણકારી આપી


ઘટના પછી જિતેન્દ્ર ઘરેથી ચાલ્યો ગયો હતો. અનિતાના બાળકોના રડવાનો અવાજ સાંભળી આસપાસના લોકો તેમના ઘરે દોડી આવ્યા હતા. પડોશી જ્યારે તેમના ઘરે ગયા તો ત્યાં અનિતાની લાશ પડી હતી. બાળકોએ કહ્યું કે મમ્મી-પપ્પા વચ્ચે ઝઘડો થયો હતો. આ પછી પપ્પાએ મમ્મીની હત્યા કરી દીધી હતી.

આ પણ વાંચો - 390 કરોડ જપ્ત કરવાનો મામલો, 260 જાનૈયાઓ, 120 ગાડીયો, લગ્નનું સ્ટીકર, આવી રીતે ફિલ્મ સ્ટાઇલમાં પાડ્યો દરોડા

પોલીસે પતિની ધરપકડ કરી


મોડી રાત્રે જિતેન્દ્ર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોતાનો ગુનો કબુલી લીધો હતો. પોલીસ હત્યાનો કેસ નોંધીને આરોપી પતિની ધરપકડ કરી છે.

ત્રણ બાળકોની માતાને થયો પતિના મિત્ર સાથે પ્રેમ, બંનેએ મળીને કરી પતિની હત્યા


મધ્ય પ્રદેશના (madhya pradesh)દામોહ જિલ્લાના (Damoh District) પાથરિયા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મિરઝાપુર ગામમાં એક પત્નીએ તેના બોયફ્રેન્ડ સાથે મળીને પતિને દર્દનાક મોત આપ્યું હતું. તેણે પતિનું ગળું કાપી નાખ્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે આરોપી બોયફ્રેન્ડ મૃતકનો નજીકનો મિત્ર હતો. આ સાથે જ ચોંકાવનારી વાત એ પણ છે કે પત્ની પતિના ગુમ થયાની ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન ગઈ હતી. પરંતુ પોલીસે મોબાઇલ કોલિંગ ટ્રેસ કરતાં હત્યાનો સમગ્ર ભેદ ખૂલ્યો હતો. મહિલા અને તેના બોયફ્રેન્ડે ગુનો કબુલી લીધો છે. પોલીસે બંનેની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યા હતા.
First published:

Tags: Murder news, Rajasthan news, રાજસ્થાન