Home /News /national-international /

Crime news : 'જન્નત'માં હનીમૂન માટે ગયું દંપતી, રોમાન્સ બાદ પતિએ જ પત્નીને મોતને ઘાટ ઉતારી

Crime news : 'જન્નત'માં હનીમૂન માટે ગયું દંપતી, રોમાન્સ બાદ પતિએ જ પત્નીને મોતને ઘાટ ઉતારી

(Christe Dawson/Instagram)

love and Crime: ક્રિસ્ટ ચેન વ્યવસાયે ફાર્માસિસ્ટ હતા. તેના પડોશીઓએ જણાવ્યું કે, તે તેની હનીમૂન ટ્રીપ માટે ખૂબ જ ઉત્સાહિત હતી. પરંતુ આ સફર તેની છેલ્લી સફર સાબિત થઈ છે. ક્રિસ્ટીના પતિ રોબર્ટ એક NGOમાં કામ કરે છે

પતિ-પત્ની સામાન્ય રીતે એક નવા જીવનની શરૂઆત કરવા, એકાંત માણવા માટે હનીમૂન માટે જતા હોય છે. જોકે એક વ્યક્તિ પર હનીમૂન દરમિયાન પત્નીની હત્યા કરવાનો આરોપ છે. અહેવાલ અનુસાર રોમાન્સ પછી વ્યક્તિએ તેની પત્નીનો જ જીવ લીધો છે. હાલ પોલીસે આરોપી પતિની ધરપકડ કરી તેની સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

nypost.comના અહેવાલ મુજબ 38 વર્ષીય બ્રેડલી રોબર્ટ ડોસન તેની 36 વર્ષની પત્ની ક્રિસ્ટ ચેન ડોસન સાથે ફિજીના એક ટાપુ પર હનીમૂન કરવા ગયો હતો. જ્યાં ક્રિસ્ટ ચેનનો મૃતદેહ એક હોટલના રૂમમાંથી મળી આવ્યો હતો.

આ યુગલ અમેરિકાના મેમ્ફિસમાં રહેતું હતું. આ દંપતી હનીમૂન પર અમેરિકાથી ફિજી ગયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ફિજી તેની સુંદરતાના કારણે પૃથ્વીની સ્વર્ગ જેવી જગ્યા કહેવામાં આવે છે.

આર્થિક સંકડામણને કારણે વ્યક્તિએ પત્ની અને દીકરા સાથે કારમાં લગાવી આગ

(Christe Dawson/Instagram)


કોર્ટમાં હાલ આ કેસની સુનાવણી થઈ હતી, જેમાં અનેક તથ્યો બહાર આવ્યા હતા. આરોપી રોબર્ટના વકીલે કહ્યું કે, તેઓ પુષ્ટિ કરી શક્યા નથી કે મહિલા (ક્રિસ્ટ)નું મૃત્યુ કેવી રીતે થયું પરંતુ તેણીનો મૃતદેહ હોટલના રૂમમાંથી મળી આવ્યો હતો. વકીલે એમ પણ કહ્યું કે, તેનો અસીલ (રોબર્ટ) હત્યા કેસમાં નિર્દોષ છે.

પ્રેમી સાથે બાઈક પર જ હતી પત્ની, પતિએ જોઈ લેતા કરી નાંખી હત્યા

તે જ સમયે તપાસ અધિકારીઓએ કહ્યું કે આ ઘટના 9 જુલાઈની છે. ત્યારબાદ પતિએ કોર્ટના ડીએનએ સેમ્પલ લેવાના આદેશને દરકિનાર કરીને ફોરેન્સિક તપાસ કરવાનો ઇનકાર કર્યો હતો. રોબર્ટના વકીલે કહ્યું કે, કોર્ટમાં આગામી સુનાવણી 27 જુલાઈના રોજ થશે.

ક્રિસ્ટ ચેન વ્યવસાયે ફાર્માસિસ્ટ હતા. તેના પડોશીઓએ જણાવ્યું કે, તે તેની હનીમૂન ટ્રીપ માટે ખૂબ જ ઉત્સાહિત હતી. પરંતુ આ સફર તેની છેલ્લી સફર સાબિત થઈ છે. ક્રિસ્ટીના પતિ રોબર્ટ એક NGOમાં કામ કરે છે. હાલમાં હત્યાનો આરોપ લાગ્યા બાદ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Crime news, World news, દેશવિદેશ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन