Home /News /national-international /

Crime news: પ્રેમી સાથે બાઈક પર જ હતી પત્ની, પતિએ જોઈ લેતા કરી નાંખી હત્યા

Crime news: પ્રેમી સાથે બાઈક પર જ હતી પત્ની, પતિએ જોઈ લેતા કરી નાંખી હત્યા

પ્રેમીની ફાઇલ તસવીર

Crime news: પોલીસે હોસ્પિટલ જઈને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરીને પરિવારજનોને આપી દીધું હતું. જ્યાં મૃતક સંજયના ભાઈની ફરિયાદના આઘાર પર હત્યાની ધારાઓ હેઠળ મામલો દાખલ કરવામાં આવ્યો હતો

ફતેહાબાદ: હરિયાણાના ફતેહાબાદ જિલ્લાના ટોહાનામાં પ્રેમ પસંગના કારણે પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતારી દીધો છે. પોલીસે પૂછપરછ કરતા આ મામલે ખુલાસો થયો છે. પોલીસે આરોપી પત્ની અને તેની પ્રેમીની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપી પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી લીધી છે. 2 વર્ષથી આ પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું હતું. આ બાબતે પતિ પત્ની વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા.

મહિલા પ્રેમી મહિલાને બાઈક પર તેના સાસરીયામાં મુકવા જઈ રહ્યો હતો. પતિએ તે બંનેને સાથે જોઈ લેતા અધ વચ્ચે રોકી દીધી હતા. ત્યારે પત્નીએ તેના પ્રેમી સાથે મળીને પતિ પર જીવલેણ હુમલો કર્યો હતો. પતિએ શોર મચાવતા પતિને ખેતરમાં લઈ જઈને ગળામાં કપડાનો ફાંસો નાખીને ગળુ દબાવીને હત્યા કરી દીધી. પોલીસે આરોપી પત્ની નિખિતા અને તેના પ્રેમી વિકાસ કુમારની ફતેહાબાદથી ધરપકડ કરી લીધી છે. વિકાસને કોર્ટમાં રજૂ કરીને તેને બે દિવસના પોલીસ રિમાન્ડ પર લેવામાં આવ્યો અને મહિલાને જેલ મોકલી દેવામાં આવી છે.

જાણકારી અનુસાર, મૃતક સંજય કુમાર ટોહોના વિધાનસભાના કૂદની ગામના રહેવાસી છે. લગભગ છ વર્ષ પહેલા સંજયના લગ્ન હિસાર જિલ્લાના વિધાનસભા ક્ષેત્રના બરવાલા નિવાસી નિખિતા સાથે થઈ હતી. મૃતક સંજયને એક 5 વર્ષનો દીકરો પણ છે. આરોપી પ્રેમી વિકાસ કુમાર નિખિતાના ગામનો જ રહેવાસી છે, હાલમાં ફતેહાબાદમાં રહે છે અને મહિલાનો સંબંધી પણ છે. 15 જુલાઈના રોજ સાંજે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો. 16 જુલાઈના રોજ પોલીસને આ સૂચના મળી હતી. ત્યારથી પોલીસ આ મામલે તપાસ કરી રહી હતી.

પાકિસ્તાનનું ‘મિશન કશ્મીર’ ફરીથી થયું શરૂ, કશ્મીરી યુવાઓને આપી રહ્યું છે તાલીમ

DSP શાકિર હુસૈને જણાવ્યું કે, પ્રેમ પ્રકરણના કારણે પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો. મૃતક સંજયની પત્ની નિખિતા બનભૌરીમાં ANMનો કોર્સ કરી રહી હતી. મૃતક સંજય દરરોજ પોતાની પત્ની નિખિતાને જમાલપુર બસ સ્ટેન્ડ પર મુકવા આવતો હતો અને સાંજે બસ સ્ટેન્ડથી ઘરે લઈ જતો હતો. એક દિવસ સંજય નિખિતાને જમાલપુર બસ સ્ટેન્ડ મુકી ગયો. જે બાદ નિખિતિ બનભૌરી જવાની જગ્યાએ પોતાના પ્રેમી વિકાસ સાથે ફતેહાબાદ જતી રહી હતી.

મહિલા જેલમાં બંધ બે કેદી થઇ પ્રેગ્નેન્ટ, ટ્રાંસજેન્ડર પર લાગ્યો આરોપ

સાંજે નિખિતાનો પ્રેમી નિખિતાને તેના સાસરે કૂદની મુકવા જઈ રહ્યો હતો. તે સમયે નિખિતાના પતિ સંજયે તે બંનેને એક સાથે બાઈક પર જોઈ લીધા હતા. સંજયે તે બંનેને અધવચ્ચે રોક્યા, તો નિખિતા અને તેના પ્રેમી વિકાસે સંજય પર જીવલેણ હુમલો કરી દીધો. તે બંને સંજયને એક નહેરમાં ફેંકવાની યોજના બનાવી. કોઈ જોઈ ન જાય તે માટે સંજયને બાઈક પર બેસાડીને સુમસામ જગ્યા પર લઈ ગયા અને સંજય શોર મચાવવા લાગ્યો તેનું ગળું દબાવીને તેની હત્યા કરી દીધી.

ખુદને બચાવવા માટે બંને જણા સંજયને એક પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાં ડોકટરે સંજયને દાખલ કરવાની ના પાડી દેતા, સંજયને ટોહાનાની નાગરિક હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાં ડોકટરે સંજયને મૃત ઘોષિત કરી દીધો હતો. નિખિતાનો પ્રેમી વિકાસ મોકો જોઈને ત્યાંથી ફરાર થઈ ગયો. ડોકટરે પોલીસને તેની સૂચના આપી.

પોલીસે હોસ્પિટલ જઈને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરીને પરિવારજનોને આપી દીધું હતું. જ્યાં મૃતક સંજયના ભાઈની ફરિયાદના આઘાર પર હત્યાની ધારાઓ હેઠળ મામલો દાખલ કરવામાં આવ્યો હતો. જે બાદ મૃતક સંજયની પત્ની નિખિતાને પૂછપરછ કરવામાં આવી. પૂછપરછ દરમિયાન નિખિતાએ સમગ્ર મામલાનો ખુલાસો કર્યો હતો. નિખિતાનો પ્રેમી નિખિતાનો સંબંધી હોવાનું કહેવામાં આવે છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Crime news, દેશવિદેશ, હત્યા

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन