દમોહઃ મધ્ય પ્રદેશના (Madhya Pradesh) દમોહમાં એક હૃદયકંપાવી દેનારી ઘટના સામે આવી છે. સનકુઈયા ગામમાં એક વ્યક્તિએ પોતાના સસરા અને સાળીને મોતને ઘાટ (murder) ઉતારી દીધી હતી. જ્યારે તેની પત્નીની હાલત નાજુક હોવાનું માલુમ પડી રહ્યું છે. આ ઘટના બાદ વિસ્તારમાં હંગામો મચી ગયો હતો. પોલીસના (police) જણાવ્યા પ્રમાણે આ ઘટના પત્ની સાસરી ન જવાના કારણે ઘટી છે.
મળતી માહિતી પ્રમાણે સનકુઈયા ગામમાં રહેનારી દ્રૌપદી અહિરવાલના લગ્ન વર્ષ પહેલા પન્ના જિલ્લાના સિમરિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા એક ગામમાં થયા હતા. લગ્ન બાદ વિવાદના કારણે દ્રોપદી પોતાના પીયર સનકુઈયામાં રહેવા આવતી રહી હતી.
પતિ બૂટિયા અહિરવાલ અનેકવાર પત્નીને લેવા માટે ગયો હતો. જોકે, તે આવવા માટે રાજી ન હતી. જ્યારે પત્ની સાસરી આવી નહીં તો પતિએ મંગળવારે ખૂની ખેલ ખેલી નાંખ્યો હતો.
આ પણ વાંચોઃ-અમદાવાદઃ coronaમાં ડોક્ટરને થયો વીમા કંપનીનો કડવો અનુભવ, મેડિક્લેમ હોવા છતાં તબીબે બિલ ચૂકવવું પડ્યું
બૂટિયા પોતાની પત્નીના ઘરે આવ્યો અને તાબડતોબ ચપ્પુ ચલાવવાનું શરુ કરી દીધી હતું. દ્રોપદીને બચાવવા તેની પિતા અને સાળી વચ્ચે પડ્યા હતા. જોકે, બુટિયો આવેશમાં આવીને ત્રણે લોકો ઉપર ચપ્પા વડે હુમલો કરવા લાગ્યો હતો. જેથી ત્રણે ઘાયલ થયા હતા.
આ પણ વાંચોઃ-ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ બનાવી નીડલ વગરની કોરોના વેક્સીન, થશે વધારે અસરદાર
આ પણ વાંચોઃ-સુરતઃ 'તમે કઈ રીતે મોપેડ લઈ જાઓ છો, હું પણ જોઉં છું', દંપતીને ટ્રાફિક પોલીસે સાથે કરી ઝપાઝપી, થઈ ધરપકડ
ત્રણે લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ દ્રોપદીના પિતા અને બહેનને દમ તોડી દીધો હતો. જ્યારે દ્રોપદીની હાલત નાજીક હોવાતી દમોહની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
આ બેવડા હત્યાકાંડ બાદ સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ ગયા બાદ એસપી અને એડિશનલ એસપી ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને આરોપીને પકડવાના ચક્રોગતિમાન કર્યા હતા. અને ગણતરીના કલાકોમાં આરોપી પતિની ધરપકડ કરી હતી.