Home /News /national-international /Ghaziabad Wife Murder: મિસલગઢીમાં પત્નીનું નાના ભાઈ સાથે અફેર હોવાની શંકા રાખી પતિએ ગળું દબાવી મારી નાંખી

Ghaziabad Wife Murder: મિસલગઢીમાં પત્નીનું નાના ભાઈ સાથે અફેર હોવાની શંકા રાખી પતિએ ગળું દબાવી મારી નાંખી

જમણે આરોપી ગૌરવ અને વચ્ચે મૃતક પત્ની ટીનાની ફાઇલ તસવીર

Ghaziabad Wife Murder: એચએન 9 સ્થિત એકેજી એન્જિનિયરિંગ કોલેજ પાસે કૃષ્ણમ નામથી કેફે ચલાવનારા ગૌરવે પોલીસને જણાવ્યું હતું કે, તે ટીનાથી અલગ થવા માગે છે. તેથી તે બે દિવસ પહેલાં ઘરેથી ભાગીને જયપુર જતો રહ્યો હતો. રવિવારે પરિવારના લોકો ત્યાં પહોંચ્યા હતા અને તેને પાછો લાવ્યા હતા. ત્યાં તે નશાની હાલતમાં હતો.

વધુ જુઓ ...
    ગાઝિયાબાદઃ મિસલગઢીમાં સોમવારે સવારે ચાર વાગ્યે ટીનાની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. આ મામલે પોલીસે તેના પતિ ગૌરવની ધરપકડ કરી છે. સાત વાગ્યે ધરપકડ થયા પછી તેણે ગુનો કબૂલ્યો હતો અને પોલીસને કહ્યુ હતુ કે, ટીનાનું અન્ય કોઈ સાથે અફેર ચાલતું હતું.

    પહેલા બેટથી માથું ફોડી નાંખ્યું


    આરોપીએ જણાવ્યું હતું કે, હું દારૂ પીને આવ્યો ત્યારે ટીનાએ ઝઘડો કર્યો હતો. તેથી મને ગુસ્સો આવ્યો અને મેં તેને મારી નાંખી હતી. તેણે પહેલાં બેઝબોલના બેટથી ટીનાનું માથું ફોડી નાંખ્યુ હતુ અને ત્યારબાદ તેનું ગળું દબાવી હત્યા કરી નાંખી હતી. તે મરી ગઈ છે તેવી પુષ્ટિ કરીને ઘરેથી ભાગી ગયો હતો.

    આ પણ વાંચોઃ માતાને ગળું દબાવી મારી નાંખી, પુત્રનો પણ આપઘાત

    આરોપી પાર્કમાં બેભાન પડ્યો હતો


    આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, સવારે સાત વાગ્યે એક યુવકનો ફોન આવ્યો હતો. તેણે કહ્યુ હતુ કે, ગોવિંદપુરમ પાર્ક પાસે ગૌરવ નામનો યુવાન બેહોશ પડ્યો છે. તેના કપડાં લોહીથી લથબથ છે. તે પત્નીની હત્યા કરીને આવ્યો છે. હકીકતમાં જેણે ફોન કર્યો હતો તે યુવાન ગૌરવને ઓળખતો હતો. તેણે ગૌરવની હાલત જોઈ તેના ઘરે ગયો હતો.

    ડિસેમ્બરમાં બંનેના લગ્ન થયા હતા


    તેણે ગૌરવના પરિવારજનોને જણાવ્યુ હતુ કે, ગૌરવ પાર્કમાં બેભાન પડ્યો છે. આ સાંભળતા જ પરિવારના લોકો ઘરે તાળું મારીને ફરાર થઈ ગયા હતા. પોલીસે ગૌરવની પાર્કમાંથી ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. ત્યારે તેણે કહ્યુ હતુ કે, નવ મહિના પહેલાં ડિસેમ્બર 2021માં બંનેના લગ્ન થયા હતા. તેને એવું લાગતું હતું કે ટીના તેને પ્રેમ કરતી નથી, જ્યારે તેના નાના ભાઈનું વધારે પડતું જ ધ્યાન રાખે છે. તેને શંકા હતી કે બંને વચ્ચે અફેર છે. જો કે, તેને કોઈ સાક્ષી મળ્યું નહોતું.

    આ પણ વાંચોઃ બિહારમાં રાજદ નેતાની ખેતરમાં ગોળી મારી હત્યા

    પોલીસે આરોપીની ધરપકડ કરી


    એસપી દેહાત ડો. ઇરજ રાજાએ જણાવ્યું હતું કે, ટીનાની હત્યામાં વપરાયેલું બેઝબોલનું બેટ અને દુપટ્ટો જપ્ત કરવામાં આવ્યો છે. હત્યા કરવાનું કારણ સામે આવ્યું છે. જેમાં જાણવા મળ્યું છે કે, ગૌરવની દારૂ પીવાની ટેવ અને પત્ની ટીના પર શંકા રાખવાને કારણે તેણે હત્યા કરી નાંખી છે.

    હત્યાથી ધરપકડ સુધીની ટાઈમલાઈન


    4 વાગ્યે સવારેઃ ગૌરવે ટીનાની હત્યા કરી
    5 વાગ્યે સવારેઃ ગૌરવ ઘરેથી ભાગી ગયો
    5.30 વાગ્યે સવારેઃ ગૌરવ પાર્કમાં બેભાન મળ્યો
    5.45 વાગ્યે સવારેઃ પરિવારજનો ઘરેથી ભાગી ગયા
    6 વાગ્યે સવારેઃ પોલીસે ગૌરવની ધરપકડ કરી
    7 વાગ્યે સવારેઃ પોલીસ ગૌરવના ઘરે પહોંચી
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Ghaziabad, Ghaziabad Police, Wife Murder

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन