આ તે કેવો પ્રેમ! જેના માટે માતા-પિતાને છોડી દીધા, લગ્ન બાદ એ જ પતિએ માત્ર રૂ.1500 માટે આપ્યું દર્દનાક મોત

પ્રતિકાત્મક તસવીર

સીમાએ સિદ્ધાર્થ પાસેથી 1500 રૂપિયા માંગ્યા હતા. આ સાથે બહાર ફરવા માટે જીદ કરી હતી. પતિ એટલો બેરહેમ અને શાતિર નીકળ્યો કે તેણે પહેલા પોતાની પત્નીનું ગળું દબાવીને હત્યા કર્યા બાદ લાશને સારવાર માટે હોસ્પિટલ લઈને પહોંચ્યો હતો.

 • Share this:
  છિંદવાડાઃ કહેવાય છે કે પ્રેમ જ્યારે આંધલો બને છે ત્યારે પ્રેમમાં (love) બધુ જ ભૂલાવીને યુવતીઓ પ્રેમી સાથે જીવવા મરવાના માટે નીકળી પડે છે. પછી ભલે આનું પરિણામ ખરાબ જ કેમ ન આવે. આવી જ એક ઘટના મધ્ય પ્રદેશના (madhya pradesh) છિંદવાડામાંથી સામે આવી છે. જેનો લગ્નના એક જ વર્ષમાં અંત આવ્યો હતો. પતિ એટલો બેરહેમ અને શાતિર નીકળ્યો કે તેણે પહેલા પોતાની પત્નીનું ગળું દબાવીને હત્યા (husband killed wife) કર્યા બાદ પત્નીની લાશને સારવાર માટે હોસ્પિટલ (hospital) લઈને પહોંચ્યો હતો.

  આ ચોંકાવનારી ઘટના છિંદવાડાના દમુઆ નંબર આઠની છે. જ્યાં 20 વર્ષીય સિદ્ધાર્થ ઉર્ફે બિટ્ટુ હલદારે ઘટનાને અંજામ આપ્યો હતો. જે પહેલા તો પોલીસને ભડકાવી રહ્યો હતો. તેનું કહેવું હતું કે પત્નીનું બીમારીના કારણે મોત નીપજ્યું હતું. જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવી તો આખો ખેત ખતમ થઈ ગયો હતો. ત્યારબાદ આરોપીએ પોતાનો ગુનો કબૂલ્યો હતો.

  જેની સાથે જીવવા માટે ખાધી હતી કસમ એણે જ લઈ લીધો જીવ
  આરોપી સિદ્ધાર્થે એક વર્ષ પહેલા બીજા ધર્મની યુવતી સાથે લવ મેરેજ કર્યા હતા. યુવતી સિદ્ધાર્થના પ્રેમ ખાતર પોતાના માતા-પિતાને છોડીને આવી હતી. તેમની સાથે બધા સંબંધો તોડીને પ્રેમી ઉપર વિશ્વાસ મુકીને આવી ગઈ હતી. પરંતુ તેને શું ખબર હતી કે તેનો પ્રેમી પતિ આટલો બેરહેમ નીકળશે કે એક દિવસ તેની હત્યા જ કરી દેશે.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ રુંવાડા ઊભા કરી દે ઓવો મારા મારીનો live video, લાકડાનો ફટકો મારતા 6 માસની બાળકી નીચે પટકાઈ

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ પ્રેમ પામવા યુવક પરિણીતાના પુત્રોની સ્કૂલ વાનનો ડ્રાઈવર બન્યો, ઘરે ચુંબનો કરી દુષ્કર્મ આચર્યું

  આ પણ વાંચોઃ-સુરતઃ અતુલ બેકરીના માલિકની કારે સર્જી અકસ્માતની વણજાર, ત્રણ મોપેડને મારી ટક્કર, મહિલાનું મોત, બે ઇજાગ્રસ્ત

  આ પણ વાંચોઃ-ચાલુ બસમાં બારીમાંથી માથું બહાર રાખી યાત્રી બેઠો હતો, ટ્રક માથું કચડીને જતો રહ્યો, બારીમાં લટકતી રહી લાશ

  માત્ર 1500 રૂપિયામાં પત્નીને મારી નાંખી
  પોલીસ તપાસમાં સામે આવ્યું કે સીમાએ સિદ્ધાર્થ પાસેથી કોઈ કામ માટે 1500 રૂપિયા માંગ્યા હતા. આ સાથે બહાર ફરવા માટે જીદ પણ પકડી હતી. બસ આજ વાતના કારણે બંને વચ્ચે વિવાદ થયો હતો. ગુસ્સામાં પતિએ ચુનરી વડે પત્નીનું ગળું દબાવી હત્યા કરી દીધી હતી. ત્યારબાદ પોલીસ અને પરિવારજનોને ભટકાવવા માટે સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો હતો. જ્યાં ડોક્ટરોએ યુવતીને મૃત જાહેર કરી દીધી હતી.  આરોપી તૂટી ગયો અને કબૂલ્યો પોતાનો ગુનો
  યુવતીના માતા-પિતાએ આરોપી વિરુદ્ધ હત્યા કરવાનો આરોપ સાથે ફરિયાદ નોંધાવી હતી. પૂછપરછ દરમિયાન સિદ્ધાર્ધ પોલીસને ભટકાવતો હતો. પરંતુ પોસ્ટમોર્ટમમાં પોલી ખુલી ગઈ હતી. પોલીસે કડકાઈથી પૂછપરછ કરી તો તેણે પોતાનો ગુનો કબૂલ્યો હતો.
  Published by:ankit patel
  First published: