અજમેર : રાજસ્થાનના (rajasthan)અજમેર શહેરમાં (Ajmer City)એક ક્રુર ઘટના સામે આવી છે. એક પરિણીતાને ત્રીજા માળેથી ધક્કો મારવાની ઘટના બની છે. તેણે 10 મહિના પહેલા જ લવ મેરેજ (Love Marriage)કર્યા હતા. મૃતકની માતાએ ક્રિશ્ચિયનગંજ પોલીસ સ્ટેશનમાં પોતાના જમાઇ ઉપર જ હત્યાનો (Murder)આરોપ લગાવતા કેસ કર્યો છે. પોલીસ મામલાની તપાસ કરી રહી છે. ઘટના પછી મૃતકનો પરિવાર આઘાતમાં છે.
મૃતકની માતા મીનુ શેખાવત તરફથી પોલીસમાં આપેલા રિપોર્ટમાં જણાવ્યું છે કે તેની પુત્રી સીમા ચૌહાણે જોધપુર નિવાસી અવિનાશ ચૌહાણ સાથે લવ મેરેજ કર્યા હતા. વિવાહ પછી બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. 6 મહિના પહેલા જ તેણે પોતાના જમાઇને અરાવલી એપાર્ટમેન્ટ્સમાં એક ફ્લેટ અપાવ્યો હતો અને ત્યારથી બંને અજમેરમાં જ રહેવા લાગ્યા હતા. અવિનાશ બેરોજગાર હતો અને આ જ કારણે બન્ને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.
ક્રિશ્ચિયનગંજ થાના અધિકારી અરવિંદ ચારણે જણાવ્યું કે પોલીસને આપેલા રિપોર્ટ પ્રમાણે રવિવારે રાત્રે અવિનાશે સીમાને ત્રીજા માળેથી ધક્કો માર્યો હતો. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસે પરિવારના રિપોર્ટ પર મૃતકના પતિ અવિનાશ ચૌહાણ સામે હત્યાનો મામલો નોંધ્યો છે. આ પછી આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
મેડિકલ બોર્ડથી કરાવ્યું પોસ્ટમોર્ટમ
મૃતકા સીમા ચૌહાણની લાશને જેએલએન હોસ્પિટલમાં મેડિકલ બોર્ડથી પોસ્ટમોર્ટમ કરાવીને પરિવારજનોને આપી દેવામાં આવી છે. પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે અવિનાશ અને સીમાના લગ્ન આ જ વર્ષે જાન્યુઆરીમાં થયા હતા. હાલ આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. સીમા ચૌહાણના મોત પછી તેના પરિવારમાં માતમ છવાયો છે. પરિવારે સપનામાં પણ વિચાર કર્યો નહીં હોય કે તેમને આવો દિવસ પણ જોવા પડશે.
લગ્નની ખરીદી કરીને પરત ફરી રહ્યા હતા યુવક અને યુવતીનું અકસ્માતમાં મોત
ઉત્તર પ્રદેશના ઓરૈયામાં એક દર્દભરી ઘટના સામે આવી છે. જ્યા એક રોડ અકસ્માતમાં યુવક અને યુવતીનું મોત થયું છે. બતાવવામાં આવી રહ્યું છે કે બન્નેના 10 ડિસેમ્બરે લગ્ન થવાના હતા અને ખરીદી કરવા માટે કાનપુર ગયા હતા. ખરીદી કરીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહને તેમની સ્કુટીને ટક્કર મારી હતી અને બંનેના મોત થતા. ઘટનાની જાણ થતા જ બંને પરિવારોમાં માતમ છવાઇ ગયો છે.
બતાવવામાં આવી રહ્યું છે કે મૃતક સચિન શ્રીવાસ્તવ અને સોની એક જ મોહલ્લામાં રહેતા હતા. બંને લાંબા સમયથી પ્રેમમાં હતા. અલગ-અલગ જ્ઞાતિના હોવાના કારણે પરિવારજનો આ લગ્ન માટે ઘણી મુશ્કેલી પછી તૈયાર થયા હતા. સચિન શ્રીવાસ્તવ સીબીઆઈમાં ક્લાર્કના પદ પર નિમણુક હતો. રિંગ સેરેમની થઇ ગઈ હતી અને બન્ને પરિવારો લગ્નની તૈયારીમાં લાગી ગયા હતા. જોકે આ દુર્ઘટનાએ બંને પરિવારની ખુશીઓને માતમમાં ફેરવી દીધી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર