Home /News /national-international /પત્નીનું માથું કાપીને તળાવમાં ફેક્યું છતાં પોલીસે આરોપીને શોધી કાઢ્યો

પત્નીનું માથું કાપીને તળાવમાં ફેક્યું છતાં પોલીસે આરોપીને શોધી કાઢ્યો

મહારાષ્ટ્ર પોલીસે એક આરોપીને એક વર્ષમાં ઝડપી પાડ્યા

Maharashtra Husband killed his wife વસઈ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક કલ્યાણ કારપેએ જણાવ્યું કે 26 જુલાઈ, 2021ના રોજ વસઈના કલમ્બા તળાવમાં એક ટ્રોલી બેગમાંથી એક અજાણી મહિલાનો શિરચ્છેદ થયેલો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ, હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો.

વધુ જુઓ ...
    પાલઘર: મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ગયા વર્ષે એક 32 વર્ષીય વ્યક્તિ દ્વારા તેની પત્નીની 'હત્યા' કરવા અને તેના 'શિરચ્છેદ કરાયેલી લાશ'ને તળાવમાં ફેંકી દેવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. એક પોલીસ અધિકારીએ શુક્રવારે જણાવ્યા અનુસાર, મીરા-ભાઈંદર, વસઈ-વિરાર (MBVV) પોલીસે ગયા વર્ષે જુલાઈમાં તેની પત્ની સાનિયા શેખની હત્યા માટે નાલા સોપારાના રહેવાસી આસિફ હનીફ શેખની ધરપકડ કરી છે.

    વસઈ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક કલ્યાણ કારપેએ જણાવ્યું કે 26 જુલાઈ, 2021ના રોજ વસઈના કલમ્બા તળાવમાં એક ટ્રોલી બેગમાંથી એક અજાણી મહિલાનો શિરચ્છેદ થયેલો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ, હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો અને મુંબઈ, થાણે ગ્રામીણ પાલઘર અને રાજ્યના અન્ય ભાગો અને પડોશી ગુજરાતમાં ગુમ થયેલ વ્યક્તિઓ પર તપાસ હાથ ધરવામાં આવી હતી.

    મહિલાની ફરિયાદ પર આરોપીને શોધવામાં મળી મદદ

    આ વર્ષે 29 ઓગસ્ટના રોજ કર્ણાટકના બેલાગવીની એક મહિલાએ અચોલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે નાલા સોપારાની રહેવાસી તેની સંબંધી સાનિયા આસિફ શેખ ગયા વર્ષથી ગુમ છે. કારપે જણાવ્યું હતું કે પોલીસે ગુમ થયેલી મહિલાના પતિની પૂછપરછ કરી હતી, જેણે તેની પત્નીના ગુમ થયા પછી ફરિયાદ પણ નોંધાવી ન હતી.

    આ પણ વાંચો: PM મોદી નામીબિયાથી આવેલા ચિતાઓને કુનો નેશનલ પાર્કમાં છોડશે

    તેમણે કહ્યું કે આરોપી થોડા મહિના પહેલા નાલા સોપારા છોડીને થાણે જિલ્લાના મુંબ્રા વિસ્તારમાં ગયો હતો. પૂછપરછ દરમિયાન પોલીસને ખબર પડી કે તેણે તેની પત્નીની હત્યા કરી હતી અને લાશને કોથળામાં ભરીને તળાવમાં ફેંકી દીધી હતી.

    પત્નીના ચરિત્ર પર શંકાના કારણે કરી હત્યા

    અધિકારીએ જણાવ્યું કે સાઉદી અરેબિયાથી પરત ફરેલા આરોપીને તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી. આરોપીને 19 સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ પદ્મજા બડેએ જણાવ્યું કે પોલીસે મહિલાનું માથું રિકવર કર્યું નથી અને હત્યામાં સંડોવાયેલા અન્ય વ્યક્તિની શોધ કરવામાં આવી રહી છે.
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Husband, Kill, Wife, પોલીસ, મહારાષ્ટ્ર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन