'પપ્પા મમ્મીને છોડી દો..' પુત્ર પાડતો રહ્યો બુમો, પતિએ મોબાઈલ ચાર્જરના તારથી ટૂંપો આપી પત્નીની કરી હત્યા

News18 Gujarati
Updated: March 9, 2020, 6:59 PM IST
'પપ્પા મમ્મીને છોડી દો..' પુત્ર પાડતો રહ્યો બુમો, પતિએ મોબાઈલ ચાર્જરના તારથી ટૂંપો આપી પત્નીની કરી હત્યા
મૃતક મહિલાની તસવીર

પીડિત યુવકે જણાવ્યું કે, તેની બહેનના લગ્ન વર્ષ 2006માં દીપક સાથે થયા હતા. લગ્ન પછી દીપક પોતાની માતા ઈન્દ્રા દેવી સાથે મળીને તેની બહેનને માર મારતા હતા. તેઓ પોતાના પીયરમાંથી દહેજ લઈને આવવાની માંગણી કરતા હતા.

  • Share this:
હરિયાણાઃ હરિયાણામાં (Haryana) એક દર્દનાક ઘટના સામે આવી છે. હેવાન પતિએ (husband killed wife) મોબાઈલ ચાર્જરના તાર વડે ગળાટૂંપો આપીને પત્નીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પુત્રની સામે જ પત્નીની હત્યા કરીને પતિ ફરાર થયો હતો.

મળતી માહિતી પ્રમાણે આ દર્દનાક ઘટના હરિયાણાના રોહતક જિલ્લામાં રવિવારના દિવસે બની હતી. જ્યાં દિપક નામના યુવકે પોતાની પત્ની પૂનમને મોતને ઘાટ ઉતારી દીધી હતી. એટલું જ નહીં આરોપીનો 12 વર્ષનો પુત્ર નૈતિક જમીન ઉપર પડીને બુમો પાડતો રહ્યો હતો. પપ્પા પપ્પા મમ્મીને છોડી દો પરંતુ નરાધમ પિતાએ માતાને ન છોડી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પુરુષોને લલચાવવા જાહેરમાં જ એક-બીજાના શરીર સાથે અડપલા કરતી યુવતિઓ ઝડપાઈ

હત્યાની જાણકારી મળતા જ ગુરુગ્રામથી મહિલાનો ભાઈ પ્રમોદ મદગિલ સ્થળ ઉપર પહોંચ્યા હતા. પોલીસમાં જઈને આરોપી બનેલી અને પોતાની મૃતક પત્નીની સાસુ સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. પીડિત યુવકે જણાવ્યું કે, તેની બહેનના લગ્ન વર્ષ 2006માં દીપક સાથે થયા હતા.

આ પણ વાંચોઃ-OMG! 126 વર્ષ પછી ભારતના એક માત્ર 'દરિયાઈ નારિયેળ' ઉપર આવ્યું ફળ, 18 KG છે વજન

આ પણ વાંચોઃ-હોળી રમતા મોબાઈલ પાણીમાં પલળી જાય તો ચિંતા ન કરો, આટલું કરવાથી નહીં થાય નુકસાન!લગ્ન પછી દીપક પોતાની માતા ઈન્દ્રા દેવી સાથે મળીને તેની બહેનને માર મારતા હતા. તેઓ પોતાના પીયરમાંથી દહેજ લઈને આવવાની માંગણી કરતા હતા. પરંતુ અમને એટલું ખબર ન હતી કે આ લોકો આટલી હદ સુધી જઈ શકે છે. જોકે, અત્યારે આરોપી ફરાર છે. પરંતુ તપાસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તેઓ ટૂંક સમયમાં પકડાઈ જશે.
First published: March 9, 2020, 6:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading