આવી માંગણી પુરી ન થતાં પતિએ પત્નીને ગોળી મારી, ભાભીએ લોહી સાફ કર્યું

ઘટના સ્થળની તસવીર

દહેજની માંગણી પુરી ન થતાં પતિએ પત્નીને ગોળી મારી દીધી હતી અને ત્યારબાદ તેને છત ઉપરથી નીચે ફેંકી દીધી હતી. આ કૃત્યમાં પતિની માતા અને તેની ભાભીએ પૂરેપૂરો સાથ આપ્યો હતો.

 • Share this:
  નવી દિલ્હીઃ દહેજના ચક્કરમાં છાસવારે મહિલાઓ સાથે હિંસા થતી હોય છે. દિલ્હીના (delhi) કાપસહેડમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં દહેજની (Dowry) માંગણી પુરી ન થતાં પતિએ પત્નીને ગોળી (husband wife) મારી દીધી હતી અને ત્યારબાદ તેને છત ઉપરથી નીચે ફેંકી દીધી હતી. આ કૃત્યમાં પતિની માતા અને તેની ભાભીએ પૂરેપૂરો સાથ આપ્યો હતો. દહેજમાં સ્કોર્પિયો ન મળવા કારણે પતિ હંમેશા પત્ની સાથે ઝઘડો કરતો હતો.

  મળતી માહિતી પ્રમાણે પત્નીને ગોળી મારીને (wife murder) પતિએ છત પરથી ફેંકી દીધી હતી. આ અંગે પોલીસને (police) જાણ થતાં તપાસ હાથધરાઈ છે. તપાસમાં જાણવા મળ્યા પ્રમાણે છત ઉપરથી નીચે પડી જતા મોત થયું હોવાનું ખોટું બોલવામાં આવ્યું હતું. મહિલા બે મહિનાની ગર્ભવતી (Pregnant) હતી. ઘટનામાં સંબંધીના ઘરે સંતાયેલા પતિ રોહિતને પોલીસ પકડી લીધો હતો.

  પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે પત્નીની હત્યા કર્યા બાદ પતિને સહેજ પણ પસ્તાવો ન્હોતો થતો. પતિના કહેવા પ્રમાણે પત્ની દિવ્યાએ દહેજની માંગણી પુરી ન કરી એટલા માટે તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટનામાં રોહિત ઉપરાંત મોટાભાઈ મોહિત, માતા અને મોહિતની પત્નીની ધરપકડ કરવામાં આવી છે.

  વધુમાં મળતી માહિતી પ્રમાણે જે ઘરમાં દિવ્યાની હત્યા થઈ હતી. એ ઘર એનએસજી કેન્પની નજીક છે. એટલે ગોળીઓની અવાજ સામાન્ય છે. ગોળીની અવાજ આવતા પડોશીઓને શંક ન ગયો. રોહિતે તેના પિતાની બંદૂકથી પત્નીની હત્યા કરી હતી. જે પિતાના મોત બાદ તેના નામે ટ્રાન્સફર થઈ હતી.

  રોહિત અને દિવ્યાના લગ્ન 9 માર્ચ 2015ના દિવસે થયા હતા. સગાઈના દિવસે પણ બંને પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો. રોહિતના પરિવાર પૈસા ઉપરાંત સ્કોર્પિયો ગાડીની માંગણી કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે દિવ્યાની ગોળી મારીને હત્યા કર્યા બાદ પડેલા લોહીને રોહિતની માતા અને તેની ભાભીએ સાફ કર્યું હતું.
  Published by:ankit patel
  First published: