કાનપુરઃ ઉત્તર પ્રદેશા કાનપુરમાં બે સગાભાઈએ એક વ્યક્તિની ઈટ વડે માર મારીને નિર્મમ હત્યા કરી નાંખી હતી. હત્યાની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ હતી. પોલીસે ઘટના સ્થળેથી ચાર લોકોની ધરપકડ કરી હતી. લાશને પોસ્ટમોર્ટ માટે મોકલી આપી હતી. પૂછપરછ દરમિયાન જ્યારે હત્યા અંગેનો ખુલાસો થયો ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ હતી.
માનવામાં આવી રહ્યું છે કે હત્યાનું કારણ પત્નીના મૃતક સાથેના આડા સંબંધો હોવાનું સામે આવ્યું હતું. પતિએ તેની પત્નીને અન્ય પુરુષ સાથે આપત્તીજનક સ્થિતિમાં જોઈ ગયો હતો. ત્યારબાદ તેણે પોતાના ભાઈ સાથે મળીને પ્રેમીની હત્યા કરી નાંખી હતી.
આ ઘટના રસૂલાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા નાર ખાસ ગામની છે. અહીં રામબાબુની પત્નીના આડા સંબંધો બદન સિંહ નામના વ્યક્તિ સાથે હતા. ગણા વર્ષોથી બંને વચ્ચે સંબંધો ચાલતા હતા. ગત રાત્રે રામબાબૂ કોઈ કામથી ઘરની બહાર ગયો તો તેની પત્ની ઘરમાં હતી. જેથી તકનો લાભ લઈને રામબાબૂની પત્નીએ પોતાના પ્રેમીને ઘરે બોલાવ્યો હતો.
આ પણ વાંચોઃ-આયશાને મળ્યો ન્યાય! 'તું મરી જા અને વીડિયો મોકલજે', કહેનાર પતિ આરીફની રાજસ્થાનમાંથી કરી ધરપકડ
આ પણ વાંચોઃ-આયશા આપઘાત કેસ: આયેશા સામે પતિ આરીફ તેની મહિલા મિત્ર સાથે વાત કરતો હતો, લગ્ન કરવાની પણ તૈયારી હતી
આ પણ વાંચોઃ-રાજકોટઃ 'ઘર કંકાસના કારણે આપઘાતનું પગલું ભર્યું છું', ડોક્ટરના પુત્રએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
આ પણ વાંચોઃ-ચોંકાવનારી ઘટના! પ્રેમિકાની ઇચ્છાથી પ્રેમીને પલંગ સાથે બાંધી શરીર સંબંધ બાંધવો ભારે પડ્યો, પ્રેમીનું થયું મોત
થોડા સમય બાદ રામબાબૂ અચાનક ઘરે આવ્યો તો પોતાની પત્નીને બદન સિંહ સાથે કઢંગી હાલતમાં જોઈ ગયો હતો. અને સ્થિતિ જોઈને ગુસ્સે ભરાયો હતો. ત્યારબાદ રામબાબૂએ પોતાના ભાઈ શ્યામબાબૂ સાથે મળીને બદન સિંહની ઈંટ પથ્થરો વડે કચડીને હત્યા કરી દીધી હતી. જાણ થતાં ઘટના સ્થળે પહોંચેલી પોલીસે સ્થળ ઉપરથી ચાર લોકોની ધરપકડ કરી લીધી હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે રસૂલાબાદના લક્ષ્મણપુર ગામની બહાર 21 વર્ષીય યુવકની લાશ મળી તી. જેના માથા અને ગળાના ભાગે નિશાન હતા. જેને બીજા ગામની મહિલા સાથે પ્રેમ સંબંધની વાત સામે આવી છે. આ અંગે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હજી કોઈ ફરિયાદ મળી નથી છતાં આગળની કાર્યવાહી હાથધરી છે.