'લગ્નના ચાર દિવસ પછી પણ પત્ની નજીક આવવા દેતી ન હતી, મને ગુસ્સો આવી ગયો અને...'
પ્રતીકાત્મક તસવીર: Shutterstock
Husband killed wife: દિલીપે જણાવ્યું કે, લગ્ન બાદ પણ તેના તેની સાથે શારીરિક સંબંધ બંધાયા ન હતા. તે જ્યારે પણ નજીક જતો હતો ત્યારે પત્ની મનાઈ કરી દેતી હતી.
રતલામ: મધ્ય પ્રદેશના રતલામ જિલ્લા (Ratlam district news)માં હત્યા સાથે જોડાયેલા મોટા સમાચાર આવ્યા છે. 21 જૂનના રોજ મહિલાની હત્યા મામલે પોલીસે મોટો ખુલાસો કર્યો છે. મહિલાની હત્યા તેના પતિએ જ કરી હતી. આ હત્યા લગ્નના પાંચ દિવસ બાદ કરી દેવામાં આવી હતી. પત્ની શારીરિક સંબંધ બાંધવા ન દેતી હોવાથી પતિ નારાજ હતો. પત્નીની હત્યા (Husband killed wife after marriage) બાદ પોલીસથી બચવા માટે પતિએ અનોખી વાર્તા ઘડી કાઢી હતી. જોકે, પાપ છાપરે ચઢીને પોકારે તે કહેવાત પ્રમાણે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ (Post mortum report) બાદ પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે સંધવાની અંજલી (Anjali)ના લગ્ન શિવગઢના દિલીપ સોનાવા (Dilip Sonava) સાથે 15 જૂનના રોજ થયા હતા. લગ્નના પાંચ દિવસ પછી દિલીપ અંજલીને ઇજાગ્રસ્ત હાલતમાં જિલ્લા હૉસ્પિટલમાં લાવ્યો હતો. અહીં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. દિલીપે હૉસ્પિટલના સ્ટાફને જણાવ્યું કે તેની પત્ની બાથરૂમમાં પડી ગઈ છે.
પોલીસે આકરી પૂછપરછ કરતા પતિ પોપટની જેમ બોલવા લાગ્યો
પોલીસે હૉસ્પિટલમાં બોડી રિકવર કરીને તેનું પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. 10 જુલાઈના રોજ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યો હતો. જેમાં માલુમ પડ્યું કે અંજલીનું મોત શ્વાસ રૂંધાવાથી થયું હતું. જે બાદમાં પોલીસે દિલીપની આકરી પૂછપરછ કરી હતી. પોલીસ તપાસમાં દિલીપ તૂટી ગયો હતો અને તેણે જ હત્યા કરી હોવાનો ગુનો કબૂલી લીધો હતો. સાથે જ પત્નીની હત્યા કરવાનું કારણ પણ જણાવ્યું હતું.
આરોપી દિલીપે જ્યારે હત્યાનું કારણ જણાવ્યું ત્યારે પોલીસ પણ વિશ્વાસ કરી શકી ન હતી. દિલીપે જણાવ્યું કે, લગ્ન બાદ પણ તેના તેની સાથે શારીરિક સંબંધ બંધાયા ન હતા. તે જ્યારે પણ નજીક જતો હતો ત્યારે પત્ની મનાઈ કરી દેતી હતી. આથી ગુસ્સો આવતા તેણે પત્નીની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ મૃતદેહને બાથરૂમમાં રાખી દીધી હતો. બહાર આવીને જણાવ્યું કે તેની પત્ની બાથરૂમમાં પડી ગઈ છે. દિલીપે નાક અને મોઢું દબાવીને અંજલીની હત્યા કરી નાખી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર