હૃદયદ્રાવક ઘટના! એક વર્ષના પુત્ર અને પત્નીની ગળું દબાવી કરી હત્યા, બાઉન્સરે ટ્રેન નીચે કૂદીને કરી આત્મહત્યા

હૃદયદ્રાવક ઘટના! એક વર્ષના પુત્ર અને પત્નીની ગળું દબાવી કરી હત્યા, બાઉન્સરે ટ્રેન નીચે કૂદીને કરી આત્મહત્યા
મૃતક બાઉન્સરની તસવીર

પત્ની અને બાળકની હત્યા કર્યા બાદ તેણે પોતાના સસરા, જીજાજી અને માલિકના પુત્રને કોલ કરીને ઘટના અંગે જાણકારી આપી હતી.

 • Share this:
  સુમિત કુમાર, પાનીપત: હરિણાયાના (Haryana) પાનીપત (Panipat) જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક બાઉન્સરે (Bouncer) પોતાની પત્ની અને એક વર્ષના બાળકનું ગળું દબાવીને (son-wife murder) હત્યા કરી દીધી હતી. ત્યારબાદ તેણે ટ્રેન નીચે કૂદીને આત્મહત્યા (suicide) કરી લીધી હતી. બંનેની હત્યા કર્યા બાદ તેણે પોતાના સસરા, જીજાજી અને માલિકના પુત્રને કોલ કરીને ઘટના અંગે જાણકારી આપી હતી. પોલીસે બાઉન્સરની લાશ તેમજ પત્ની અને બાળકની લાશને પોસ્ટમોર્ટ માટે મોકલી આપી હતી.

  મળતી માહિતી પ્રમાણે પાનીપતના સિવાહ ગામમાં રહેતા 28 વર્ષીય રમેશ કાદિયાન ઉર્ફે મૈસી દિલ્હીમાં પ્રોપર્ટી ડીલરની પાસે બાઉન્સર હતો. ગામમાં ઘર બનાવવા અને લોકડાઉનના કારણે આશરે દોઢ મહિના પહેલા કામમાંથી રજા લઈને ઘરે આવ્યો હતો.  પુત્ર-પત્નીની હત્યા કરીને ટ્રેન નીચે પડતું મૂક્યું
  ગુરુવારે બપોરે આશરે બે વાગ્યે પોતાના ઓનર પદમ પંવારના પુત્ર નિતિનને ફોન કરીને જણાવ્યું હતું કે તેણે પોતાની 26 વર્ષીય પત્ની અન્નૂ અને વર્ષના પુત્ર કવિશને મારી નાંખ્યા છે. હવે તે આત્મહત્યા કરવા રેલવે ટ્રેક ઉપર જઈ રહ્યો છે.

  આ પણ વાંચોઃ-વાપીઃ ST બસ ડ્રાઈવર અને મહિલા કંડક્ટર રંગેહાથે ઝડપાયા, બંને બસનો ઉપયોગ કરી કરતા હતા 'કાળું કામ'

  આ પણ વાંચોઃ-દાહોદઃ ભાણાએ જન્મદિવસની ઉજવણીના બહાને બોલાવી મામાની કરી હત્યા, ફિલ્મી કહાનીને પણ ટક્કર મારે એવું છે હત્યાનું કારણ

  જીજાજીને ફોન કરીને વ્યક્ત કરી ઘટના
  ત્યારબાદ બાઉન્સરે પોતાના સોનીપત નિવાસી જીજાજીને પણ ફોન કરીને આ વાત જણાવી હતી. નિતિને મૈસીના પિતા પાલેરામને ફોન કરીને આખી વાત જણાવી હતી. તો પિતાને વિશ્વાસ આવ્યો નહીં. પિતા મૈસીના રૂમમાં પહોંચ્યા ત્યાં વહૂ અને પૌત્ર મૃત મળ્યા હતા.

  આ પણ વાંચોઃ-જૂનાગઢના પૂર્વ મેયરના પુત્રની હત્યાના આરોપી મચ્છર, ઋષિરાજ અને રામને ફિલ્મી ઢબે પીછો કરી દબોચી લીધા, કેમ કરી હત્યા?

  આ પણ વાંચોઃ-રાજકોટઃ વેજાગામમાં કૂવામાંથી મળી ભરવાડ પરિવારના ત્રણ ભાઈ-બહેનની લાશ, પરિવારો પર આભ તૂટી પડ્યું

  જ્યારે મૈસી રૂમમાં ન હતો. તે મોટા પુત્રને લઈને રેલવે ટ્રેક ઉપર પહોંચ્યો હતો. પરંતુ ત્યાં સુધી જવાન પુત્રએ મોતને ગળે લગાવી ચૂક્યો હતો. ઘટના મળતા જીઆરપી ઘટના સ્થળે પહોંચી અને લાશનું પંચનામું કરીને સિવિલ હોસ્પિટલ પહોંચાડી હતી.  પત્ની શક કરતી હતી એટલે રહેતો હતો પરેશાન
  દિલ્હી નિવાસી પદ્મ પંવારના ત્યાં રમેશ છેલ્લા પાંચ વર્ષથી વધારે સમયથી કામ કરી રહ્યો હતો. તેણે જણાવ્યું હતું કે મૈસી અને તેની પત્ની વચ્ચે ઝઘડો થતો રહેતો હતો. તેની પત્ની તેના ઉપર શક કરતી હતી. જેના કારણે તે પરેશાન રહેતો હતો. છેલ્લા દોઢ મહિનાથી ઘર ઉપર રહેવાથી મૈસી સાથે ઓછી વાત થઈ શકી છે. આ પગલું ભરતા તે એકવાર વાત કરતો તો કોઈ રસ્તા જરૂર કાઢી શકાયો હતો.
  Published by:ankit patel
  First published:June 04, 2021, 21:00 IST

  ટૉપ ન્યૂઝ