પતિ સંતાઈને પાછલા દરવાજાથી ઘરમાં ઘૂસ્યો, પત્ની પ્રેમી સાથે કઢંગી હાલતમાં ઝડપાઈ, બંનેની હત્યા

પ્રતિકાત્મક તસવીર

પતિએ ઘરનો દરવાજો ખખડાવતા પત્નીએ ન ખોલ્યો જેથી પતિ પાછલા દરવાજાથી ઘરમાં ઘૂસ્યો હતો. જ્યાં પત્ની તેના પ્રેમી સાથે રંગરલિયા મનાવતી ઝડપાઈ હતી.

 • Share this:
  નાલંદાઃ દિલ્હીમાં (delhi) રહીને રોજી રોટી કમાનાર એક વ્યક્તિ પોતાના ઘામ પહોંચ્યો તો પત્નીએ દરવાજો ખોલ્યો નહીં. જેથી તેને શંકા જતાં તે પાછળના દરવાજાથી ઘરમાં ઘૂસ્યો હતો. ઘરમાં જઈને જોયું તો પત્ની તેના પ્રેમી સાથે કઢંગી (Pati patni aur woh) હાલતમાં મળી હતી. ત્યારબાદ પતિનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો અને ધારદાર હથિયાર વડે પત્ની અને તેના પ્રેમીની (husband killed wife and her lover) હત્યા કરી દીધી હતી. આ સનસની ખેસ ઘટના બિહારના નાલંદા જિલ્લાની છે.

  નાલંદા જિલ્લામાં થરથરી પોલીસ સ્ટેશનમાં રુપનબિગહા ગામમાં ડબલ મર્ડરથી હડકંપ મચી ગયો હતો. પતિએ પત્ની અને તેના પ્રેમીને આપત્તિજનક સ્થિતિમાં જોઈ ગયા બાદ ધારદાર હથિયારથી કાપીને મારી નાંખ્યા હતા. મૃતક પ્રેમી યુવક ધર્મપુર ગામમાં રહેતો નિશાંત કુમાર ઉર્ફે છોટુ છે જ્યારે મૃતકા સબલુ કુમારની 32 વર્ષીય પત્ની રેખા દેવી છે.

  ગ્રામીણોના જણાવ્યા પ્રમાણે સબલૂ દિલ્હીમાં રહીને રોજી રોટી કમાતો હતો. બુધવારે તે પોતાના ગામ આવ્યો હતો. ઘર પહોંચ્યો અને જ્યારે તેણે દરવાજો ખખડાવ્યો તો પરંતુ પત્નીએ દરવાજો ખોલ્યો નહીં તો તેને શંકા થઈ હતી.

  આ પણ વાંચોઃ-

  ત્યારબાદ પતિને શકના આધાર ઉપર પાછલા ભાગે સંતાઈને ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં પત્ની પારકા પુરુષ સાથે રંગરલીયા મનવાતી હતી. આ જોઈને પતિ ગુસ્સે ભરાયો હતો. ત્યારબાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.  આ વિવાદ બાદ પતિએ રૂમમાં રાખેલું ધારદાર હથિયાર વડે બંનેને કાપી નાંખ્યા હતા. જેના પગલે પત્ની અને તેના પ્રેમીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યા કર્યાબાદ પતિ ત્યાંથી ફરાર થયો હતો. ઘટનાની જાણકારી મળતા જ થરથરી પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી અને બંનેની લાશોને પોસ્ટમોર્ટ માટે હોસ્પિટલ મોકલી આપી હતી.
  Published by:ankit patel
  First published: