પિયરથી પત્નીને લઈને નીકળ્યો હતો પતિ અને રસ્તામાં એવું કર્યું કે તમને વિશ્વાસ નહીં થાય

પ્રતિકાત્મક તસવીર

પત્નીને પિયરમાંથી લઈને સાસરી પરત ફરતી વખતે પતિએ પોતાની મેલી મુદાર પુર કરી હતી. અને પત્નીની હત્યા કરીને લાશને નદીમાં ફેંકી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

 • Share this:
  ચિત્રકૂટઃ ઉત્તર પ્રદેશમાં (uttar pradesh) એક એવી ઘટના બની છે જેના વિશે જાણીને તમને વિશ્વાસ નહીં થાય. ઉત્તર પ્રદેશના પહાડી વિસ્તારમાં આવેલા જબ્તી ગામ પાસે મંદાકિની નદીમાં પરિણીત મહિલાની લાશ મળી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે, તેનો પતિ તેને પિયરમાંથી લઈને નીકળ્યો હતો. તેમે રસ્તામાં જ ષડયંત્રને અંજામ આવ્યો હતો. મહિલાના પિયર પક્ષે તેના પતિ ઉપર આરોપ લગાવ્યો છે કે તેણે દહેશના કારણે તેની પત્નીની હત્યા કરીને લાશને મંદાકિની નદીમાં ફેંકી દીધી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે કાર્યવાહી કરવાનું પોલીસનું કહેવું છે.

  બાંદાના બદૌસા પોલીસસ્ટેશન અંદર્ગત પૌહાર નિવાસી શિવકરણ નિષાદના લગ્ન ચિત્રકુટના પહાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મકરી ભંભૌરમાં 21 વર્ષીય આશા દેવી સાથે થયા હતા. લગ્ન પછી છાસવારે પતિ પત્ની વચ્ચે અનબન થતી હતી. 14 ફેબ્રુઆરીએ શિવકરણ પિયરમાંથી પત્નીને લઈને નીકળ્યો હતો. શનિવારે પટિયા જબ્તી ગામ પાસે આશાની લાશ મળ્યા બાદ આસપાસના ગામના લોકો એકઠાં થયા હતા.

  આ પણ વાંચોઃ-ટ્રમ્પની સુરક્ષા માટે લંગૂરો રહેશે તૈનાત, કેવી રીતે કરશે આ પ્રાણીઓ સુરક્ષા

  આ પણ વાંચોઃ-કેન્દ્ર સરકારની રોજગાર યોજનાની હાલત ખરાબ! નથી આપી રહ્યા નોકરી

  મહિલાની ઓળખ થતાં પિયરપક્ષના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હ તા. પ્રાથમિક તપાસમાં શરીર ઉપર ઈજાના નિશાન હોવાના કારણે હત્યાની શંકા વ્યક્ત કરીને પોલીસ તપાસ હાથધરી હતી. પોલીસ અધિકારી સુશીલ ચંદ્ર શર્માના જણાવ્યા પ્રમાણે મૃતક મહિલાના પિતાએ જમાઈ ઉપર હત્યા કરીને લાશને નદીમાં ફેંકવાનો આરોપ લગાવ્યો છે. જેની ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

  આ પણ વાંચોઃ-રિટાયર્ડ કર્નલના ઘરે ચોરી કરવા માટે ઘૂસ્યો 'રાષ્ટ્રવાદી ચોર', પછી થઈ જોવા જેવી

  છ દિવસ જૂનો થયો મૃતદેહ
  પોલીસના જણાવ્યા પ્રમાણે લાશ આશરે છ દિવસ પહેલાની હોવાનું અનુમાન છે. જેનાથી પ્રતિત થાય છે કે પતિએ રસ્તામાં ઘટનાને અંજામ આપ્યો હતો અને લાશને મંદાકિની નદીમાં ફેંક્યો હતો. પિયરપક્ષના લોકો આશા દેવી સાસરીમાં હોય એવું વિચારી રહ્યા હતા. પરંતુ લાશ મળ્યા પછી હકિકત સામે આવી હતી.
  Published by:ankit patel
  First published: