બિહારઃ એક પતિ પોતાના પત્નીની ગાળો સાંભળીને એટલો પરેશાન થયો હતો કે તેણે લગ્નના (Marriage) 15 વર્ષ બાદ 50 હજાર રૂપિયાની સોપારી (Murder contract) આપીને તેની હત્યા (wife murder) કરાવી દીધી હતી. ત્યારબાદ પોલીસ સ્ટેશન (police station) જઈને આરોપીઓને પકડવા માટે ઢોંગ કરવા લાગ્યો હતો. આ સમગ્ર ઘટના બિહારના સુપૌલા જિલ્લાની છે.
19 ઓગસ્ટે ત્રિવેણીગંજના મેલા ગ્રાઉન્ડ સ્થિત વેપારી સુરેશ ચૌધરીની પત્નીની અજ્ઞાત લોકોએ ઊંઘતી અવસ્થામાં ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ત્યારબાદ આ મામલો પોલીસ માટે પડકાર બની ગયો હતો.
એસપી મનોજ કુમારના જણાવ્યા પ્રમાણે પોલીસને હત્યાની જાણકારી મહિલાના પતિએ આપી હતી. તેણે જ અજાણ્યા લોકો સામે ત્રિવેણીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે જ્યારે પોતાની તપાસ શરૂ કરી ત્યારે આરોપીઓના ઘરમાં દાખલ થતા અને નીકળતા સીસીટીવી ફૂટે હાથ લાગ્યા હતા. જ્યારે તપાસ આગળ વધી તો આરોપીઓ અને મહિલાના પતિ સુરેશ ચૌધરી વચ્ચે વાતચીત થયાની જાણ થઈ હતી.
જ્યારે આ અંગે મહિલાના પતિની પોલીસે પૂછપરછ શરૂ કરી તો પતિએ જણાવ્યું કે તેની પત્ની તેને ગાળો ભાંડતી હતી. આવું તે છેલ્લા કેટલાય વર્ષોથી કરતી હતી પરંતુ ચાર વર્ષથી તે પરેશાન હતો. જેના કારણે તેની હત્યા કરાવી દીધી હતી.
હત્યા કરાવવા માટે બે કોન્ટ્રાક્ટ કિલર ઈગન્યાસિયુશ પોલ અને અલસને 50 હજારની પોલીસ આપી હતી. તેણે 19 ઓગસ્ટ સવારે 4 વાગ્યે ઘરમાં ઘૂસીને મહિલાની ગોળી મારી હત્યા કરી હતી.
ઉલ્લેખનીય છે કે સુરેશ ચૌધરી અને તેની પત્નીના લગ્ન વર્ષ 2005માં થયા હતા. બંનેને બે બાળકો હતા. જેમાં 11 વર્ષની પુત્રી અને 9 વર્ષનો પુત્ર હતો. છેલ્લા ચાર વર્ષથી પતિ-પત્ની વચ્ચે અનબન રહેતી હતી.
આરોપી પતિનું કહેવું છે કે તેની પત્ની સતત ગાળો બોલતી રહેતી હતી. જેનાથી તે ખૂબ જ પરેશાન રહેતો હતો. જેના કારણે સોપારી આપીને હત્યા કરાવી દીધી હતી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર