Home /News /national-international /Bihar: પત્નીની હત્યાના કેસમાં પતિને થઈ છ મહિનાની કેદ, પોલીસ તપાસમાં પત્ની જીવતી મળી!

Bihar: પત્નીની હત્યાના કેસમાં પતિને થઈ છ મહિનાની કેદ, પોલીસ તપાસમાં પત્ની જીવતી મળી!

બિહારનો ચર્ચિત કિસ્સો

Bihar News: બિહારના એક ચર્ચિત કિસ્સામાં એક પતિને તેની પત્નીની હત્યા કરવાના ગુનામાં છ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી. જોકે, હવે ખુલાસો થયો છે કે યુવકની પત્ની જીવિત છે અને તેના પિયરમાં રહે છે.

નવી દિલ્હી; સીતામઢીમાં એક વ્યક્તિ તેની પત્નીની હત્યાના આરોપમાં છ મહિનાથી જેલમાં બંધ છે. પરંતુ દરેક વ્યક્તિ તે સમયે હેરાન રહી ગયા જ્યારે ખબર પડી કે યુવકની પત્ની જીવિત છે અને તેના પિયરમાં સુરક્ષિત જીવન વિતાવી રહી છે. પોલીસે મહિલાને હયાત પ્રાપ્ત કરતા સંપૂર્ણ કેસ અંગે ખુલાસો થયો હતો. હકીકતમાં, ઘટના જિલ્લાના ચોરૈત પોલીસ સ્ટેશન વિસ્તારના પરીગામા ગામની છે. જ્યાં સાત મહીના પહેલા યુવતીના પરિવારજનોએ દહેજ હત્યા કેસ અંગે ફરિયાદ નોંધાવી હતી. આરોપી પતિ છ મહિનાથી જેલમાં બંધ છે. પોલીસ તપાસમાં મહિલા પોતાના પિયરમાં સુરક્ષિત મળી આવી છે. પોલીસે તેને સ્થાનિક કોર્ટમાં હાજર કરી છે. જ્યાં તેનું નિવેદન લેવામાં આવ્યુ છે.

મહિલાના પિતા એ નોંધાવી હતી ફરિયાદ


સમગ્ર ઘટના વિશે પોલીસ સ્ટેશનના અધ્યક્ષ જિતેન્દ્ર કુમાર સિંહે જણાવ્યુ હતુ કે, શશિ કુમાર તેની પત્ની હીરા દેવીની હત્યાના કેસમાં જેલમાં બંધ છે. સાત મહીના પહેલા નેપાળના મટિહાની પોલીસ સ્ટેશન વિસ્તારના વોર્ડ 5 માં વિનોદ નાયકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં બતાવવામાં આવ્યુ હતું કે, તેમની પુત્રી હીરા દેવીને સાસરીવાળાએ સળગાવીને મારી નાખી છે. તેમણે જણાવ્યું કે, મહિલાની લાશને સળગાવી દેવામાં આવી છે. મહિલાના પિતાએ તેમના જમાઈ શશિ કુમાર, તેના ભાઈ સંજય મહંતો અને સાસું સુમિત્રા દેવી પર દહેજ માટે પુત્રીની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો.

આ પણ વાંચો:  પત્ની અન્ય યુવક સાથે ભાગી જતા પતિનો આપઘાત

મહિલા તેના પિયર નેપાળમાં જીવંત મળી આવી


ફરિયાદના આધારે કાર્યવાહી કરીને આરોપી પતિ શશિ કુમારની 6 મહિના પહેલા ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું કે તે જીવિત છે, ત્યારે બધા જ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. હીરા કુમારી તેના પિયર નેપાલમાંથી મળી આવી છે.

આ પણ વાંચો: 4 વર્ષ પહેલા થયા હતા લગ્ન, સ્કોર્પિયો ન મળતા પત્નીને મોતની સજા!

મહિલાના પરિવારજનો પાસેથી મળેવી માહિતી અનુસાર, બહારથી કામ કરીને પરત આવતા સમયે પતિ શશિ કુમારે તેની પત્નીને મુજફ્ફરનગર રેલ્વે સ્ટેશન પર છોડી દીધી હતી. મહિલા ગમે તેમ કરીને તેના પરિવાર પાસે નેપાળમાં પહોંચી ગઈ હતી. જાણકારી અનુસાર, મહિલા માનસિક રીતે અસ્વસ્થ છે. બંનેને એક વર્ષનો પુત્ર પણ છે.
First published:

Tags: Fraud case, Murder case, Police Investigation

विज्ञापन