કોરોનો પોઝિટિવ ગર્ભવતી પત્ની માટે પતિએ હાઈજેક કરી ઓક્સીજનવાળી એમ્બ્યુલન્સ
હાઈજેક એમ્બ્યુલન્સની તસવીર
કોરોનાગ્રસ્ત ગર્ભવતી પત્નીની સારવાર માટે એક દિવસ ઓખા એમ્બ્યુલન્સની રાહ જોઈ પરંતુ બીજા દિવસે આવી. પત્નીની સારવાર માટે પતિએ આખી એમ્બ્યુલન્સ જ હાઇજેક કરી લીધી હતી.
વિદિશાઃ પોતાનાઓ માટે લોકો ગમે ત્યારે કંઈપણ કરી છૂટવા તૈયાર હોય છે. પોતાના વ્યક્તિના જીવન માટે ક્યારેક સાચા ખોટાનું ભાન પણ નથી રહેતું. મધ્ય પ્રદેશનના (Madhya Pradesh) વિદિશા જિલ્લામાં આવી જ એક ઘટના બની હતી. અહીં એક યુવકે પોતાની ગર્ભવતી પત્નીની (Pregnant wife) બગડતી હાલત જોઈને એમ્બ્યુલન્સ બોલાવી હતી, એમ્બ્યુલન્સમાં (Ambulence) ઓક્સીજન (Oxygen) હતો. ત્યારબાદ તેણે એમ્બ્યુલન્સને જ હાઈજેક (Hijack the ambulance) કરી લીધી હતી.
આ મામલો મધ્ય પ્રદેશના વિદિશા જિલ્લાનો છે. અહીં પુતલી ઘાટ વિસ્તારમાં મુખર્જી નગરમાં સ્થિત કુશવાહા પરિવારના ત્યાં 4 દિવસ પહેલા કોરોના પોઝિટિવ ગર્ભવતી મહિલાને ઓક્સીજનની જરૂરત હતી. તેના પતિને ઓક્સીજન સીલીન્ડરની વ્યવસ્થા કરી લીધી હતી. પરંતુ 11 વાગ્યા રાત્રે તે સતત આજીજી કરી રહ્યો હતો કે ઘર ઉપર એમ્બ્યુલન્સ આવે અને તેને હોસ્પિટલમાં એડમિટ કરી દે.
તેને એ પણ ખબર હતી કે હવે હોસ્પિટલમાં નવા દર્દીઓને દાખલ કરવામાં આવતા નથી. જ્યારે 108 એમ્બ્યુલન્સ ઘરે પહોંચી તો એમ્બ્યુલન્સને જ હાઈજેક કરી લીધી હતી. લગભગ 2 કલાક સુધી હાઈજેક રાખ્યા બાદ પોલીસ પહોંચી અને પોલીસને આજીજી કરી હતી.
તેની પત્નીને હાઈજેક એમ્બ્યુલન્સથી જ હોસ્પિટલ લઈ જવાઈ અને દાખલ પણ કરાવી હતી. એમ્બ્યુલન્સ અટેન્ડર દીપકે આરોપી લગાવ્યો હતો. પીડિતાના પતિ એમ્બ્યુલન્સના કાંચ તોડવા અને એમ્બ્યુલન્સને નુકસાન પહોંચાડવાની વાત કરી રહ્યો હતો.
અટેન્ડરે જણાવ્યું કે અમે જ્યારે પોતાના સીનિયર સાથે વાત કરી તો તેમણે કહ્યું કા ડાયલ ઈડ્રેડને સુચના આપી દો. ત્યારે પોલીસ અહીં આવી હતી. વિદિશાના સીએસપી પ્રમાણે પોલીસ કર્મચારીઓએ સમજાવીને તેની પત્નીને હોસ્પિટલમાં ભરતી કરાવી હતી.
" isDesktop="true" id="1091123" >
મળતી માહિતી પ્રમાણે ગર્ભવતી મહિલા ચાર દિવલ પહેલા કોરોના સંક્રમિત થઈ હતી. તેની સારવાર માટે તેનો પતિ સુનીલ શુક્રવાર રાત્ર 11 વાગ્યાથી મેડિકલ કોલેજમાં સતત ફોન કરી રહ્યો હતો અને 108 એમ્બ્યુલ મોકલવા માટે આજીજી કરી રહ્યો હતો. આખી રાત એમ્બ્યુલન્સ ન આવી અને બીજા દિવસે એમ્બ્યુલન્સ આવી હતી. આમ પતિએ એમ્બ્યુલન્સને જ હાઈજેક કરી લીધી હતી. (તસવીર સોર્સ આજતક)
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર