પતિ-પત્નીનો સંબંધ ખૂબ જ નજીકનો હોય છે. તેઓ એકબીજાથી કંઈ છુપાવતા નથી અને હંમેશા એક બીજાનો સાથ આપે છે. જો કે, અમુક લોકો જરુર હોય છે, જે પોતાની પત્નીની દરેક વસ્તુના વખાણ કરતા રહે છે, પણ અમુક લોકો એવા પણ હોય છે, જેને દરરોજ પત્નીના કામમાં કંઈકને કંઈક ખોટ કાઢવાની ટેવ હોય છે. આવા જ એક શખ્સે પોતાની પત્ની માટે ખાસ નિયમો બનાવ્યા છે, જેમાં તે દરરોજ પત્નીના ભોજનના વખાણ કરવાની જગ્યાએ તેને રેટ આપે છે.
મોટા ભાગે આપણે બધા બહારથી ખાવાનું મગાવતા હોઈએ છીએ, ત્યારે તેને રેટ આપતા હોઈએ છીએ, પણ ઘરમાં બનતા ભોજન માટે ભાગ્યેજ કોઈ ગ્રેડ અથવા રેટીંગ આપતું હોય છે. એક મહિલાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, તેનો પતિ તેના બનાવેલા ભોજન માટે દરરોજ રેટ આપે છે કે, જે દિવસે ભોજનનો ગ્રેડ નીચે જાય છે, તે દિવસે તે બહારથી ખાવાનું મગાવી લે છે. તો આવો જાણીએ આ પતિ-પત્નીની રસપ્રદ કહાની.
રેડિટ પર એક મહિલાએ પોતાની કહાની બતાવતા કહ્યું છે કે, તે ઘરે જ ખાવાનું બનાવે છે. તેને આ વાતને લઈને કોઈ ફરિયાદ નથી, કેમ કે તેને ખાવાનું બનાવાનું પસંદ છે. પતિ-પત્ની બંને કામ કરે છે અને બાકીની જવાબદારી પણ શેર કરે છે. લગ્નના 15 વર્ષ બાદ મહિલાને ફરિયાદ છે કે તેનો પતિ તેના બનાવેલા ભોજનને ગ્રેડ આપે છે. ઘણી વાર તેના પતિને આવું કરવાની ના પાડી, પણ તેના પર કોઈ અસર થતી નથી. રસપ્રદ વાત એ છે કે, આ ગ્રેડિંગ A થી F સુધી હોય છે. જેમાં A અર્થ છે, ખાવાનું ખૂબ જ સારુ બન્યું છે. જ્યારે F મતલબ છે છે કે, તેને ખાવાનું પસંદ નથી આવ્યું.
ગ્રેડિંગથી પરેશાન છે પત્ની
મહિલાએ લોકોને એવું પણ કહ્યું કે, તેનો પતિ એથી એફ સુધીના ગ્રેડનો અર્થ શું છે. A નો મતલબ થાય છે કે, ખાવાનું તેને પસંદ આવ્યું. જ્યારે B અને C ગ્રેડનો અર્થ થાય છે કે, ખાવાનું એટલું બધું સારુ પણ નથી પણ તેણે જે પ્રયાસ કર્યો તેના વખાણ કરવા જેવા છે. તો તેણે F ગ્રેડ આપ્યો છે, તો તેનો અર્થ થાય છે કે, આજે બહારથી ખાવાનું મગાવશે. જો કે, પત્ની પોતાના હિસાબે કુકીંગ કરે છે, જેમાં ક્યારેય પતિની પસંદનું તો ક્યારેય તેની ના પસંદનું પણ બને છે. અમુક લોકો આ પોસ્ટ પર જવાબમાં લખ્યું કે, પતિને પત્નીની નહીં પણ એક પ્રાઈવેટ શેફની જરુર છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર