અહેવાલ- રણજીત સિંહ, અલીગઢ : ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના અલીગઢ (Aligarh)માં રવિવારે એક આશ્ચર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પત્ની સાથે છૂટાછેડા લેવા માટે, પતિએ ગર્ભવતી પત્નીને ઇન્જેક્શન આપીને એચઆઇવી(HIV)નો ચેપ લગાવ્યો. આ સંદર્ભે, પીડિતાના પિતાની ફરિયાદ પર લોધા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે, જેમાં રામઘાટ રોડના એક નર્સિંગ હોમમાં આ કાવતરું ઘડવામાં આવ્યું છે અને નર્સિંગ હોમના સંચાલકને પણ આરોપી બનાવવામાં આવ્યો છે. હાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
તમને જણાવી દઈએ કે, છોકરીના લગ્ન 7 ડિસેમ્બર 2020ના રોજ શહેરના રામઘાટ રોડ વિસ્તારના કોન્ટ્રાક્ટ હેલ્થ વર્કર યુવક સાથે થયા હતા. પીડિત યુવતીનો આરોપ છે કે, લગ્નમાં 12 લાખ રોકડા અને 25 લાખ રૂપિયાનું અન્ય પ્રકારનું દહેજ આપવામાં આવ્યું હતું. આરોપ છે કે, જ્યારે છોકરી લગ્ન બાદ તેના સાસરિયાના ઘરે પહોંચી ત્યારે તેને ખબર પડી કે તેના પતિ સાથે કામ કરતી મહિલા આરોગ્ય કર્મચારી સાથે તેને સંબંધ છે. આ કારણે, થોડા દિવસો પછી જ વિવાદ શરૂ થયો હતો.
આરોપ છે કે, થોડા દિવસો બાદ છૂટાછેડાનું કાવતરું શરૂ થયું. આના પર, જ્યારે પીયરપક્ષના ગયા તો, સાસરિયાઓએ કહ્યું કે છૂટાછેડા લેવા જોઈએ. બંનેને મેળ ખાતો નથી. તે બીમાર પણ રહે છે. આના પર, પિયરપક્ષે દલીલ કરી કે પહેલાં ક્યારેય કોઈ રોગ થયો ન હતો. હવે જ્યારે તે ગર્ભવતી થઈ ગઈ છે ત્યારે થોડી તકલીફ થવી સામાન્ય છે. આ પછી, 4 ઓગસ્ટના રોજ, તેના પતિએ ગર્ભવતી મહિલાને પિયરના ગામની બહાર છોડી દીધી.
તેના પિયરે પહોંચતા તેણે જે કહ્યું, તે સાંભળીને બધા સ્તબ્ધ થઈ ગયા. યુવતીએ જણાવ્યું કે, તે ગર્ભવતી થયાના થોડા દિવસો બાદ તેના પતિ અને સાળાએ તેને એચ.આય.વી. સંક્રમિત કરવાનું કાવતરું શરૂ કર્યું. યુવતીના જણાવ્યા અનુસાર, પતિના સાળાના પરિવારનું રામઘાટ રોડ પર નર્સિંગ હોમ છે, જેમાં સારવારના નામે ઈન્જેક્શન (રસી) લેવામાં આવ્યું હતું. તે રસીના કારણે તે HIVથી સંક્રમિત થઈ ગઈ છે. પોલીસ આરોપીની શોધમાં દરોડા પાડી રહી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર