પોલીસે પતિને ફટકાર્યો દંડ, બાઈકની હેડલાઈટ ફોડી, રણચંડી બનેલી પત્ની SDMને ચપ્પલ મારવા દોડી, હંગામાનો video

વીડિયો પરની તસવીર

પોલીસે યુવકની ગાડીનો ચાલાન કાપી દીધું હતું. આ સાથે તેની બાઈકની હેડલાઈટ પણ ફોડી દીધી હતી. યુવકો પોલીસની આ હરકતનો વિરોધ ન કરી શક્યો અને ઘરે ગયો હતો.

 • Share this:
  અશોક નગરઃ મધ્ય પ્રદેશના (Madhya Pradesh) ચંદેરીમાં કોરોના કફ્યૂ (corona curfew) દરમિયાન બાઈકનું ચાલાન કપાયા બાદ ભારે હંગામો થયો હતો. આ હંગામો દંડ ફટકાર્યા બાદ બાઈકની લાઈટ (bike headlight) ફોડ્યા અંગે થયો હતો. ચાલાન કપાયા બાદ યુવક ઘરે ગયો હતો. પરંતુ તેની પત્નીએ (wife) કારણ પૂછ્યું તો પત્ની ભડકી ગઈ હતી. પત્નીએ સીધી જ ચાલાન કાપનાર પોલીસ પાસે પહોંચી ગઈ હતી. અને હંગામો કરવાનું શરું કર્યું હતું. આ હંગામાનો વીડિયો સોશિયલ મીડિયા (social media) ઉપર વાયરલ થયો હતો. આ ઘટના અશોકનગરના ચંદેરીની છે.

  મળતી માહિતી પ્રમાણે કોરોના કર્ફ્યૂ દરમિયાન પોલીસ માસ્ક ન લગાવનાર લોકો અને કામ વગર ફરનાર લોકોનું ચેકિંગ કરી રહી છે. આ દરમિયાન ચંદેરીમાં એક યુવક બાઈક લઈને પહોંચ્યો હતો. બાઈક જોઈને પોલીસે તેને રોક્યો હતો. પોલીસે યુવકની ગાડીનો ચાલાન કાપી દીધું હતું.

  આ સાથે તેની બાઈકની હેડલાઈટ પણ ફોડી દીધી હતી. યુવકો પોલીસની આ હરકતનો વિરોધ ન કરી શક્યો અને ચાલાન કપાવીને નારાજ થઈને યુવક પોતાના ઘરે પહોંચી ગયો હતો. જ્યાં પત્નીએ બાઈકની તૂટેલી હેડલાઈટનું કારણ પૂછ્યું હતું. આ અંગે યુવકે પોલીસ દ્વારા બાઈકની હેડલાઈટ ફોડવાની અને ચાલાન કાપવાની વાત જણાવી હતી.

  આ પણ વાંચોઃ-રાજકોટઃ ટુવ્હીલર ઉપર જતાં પતિ-પત્ની સાત બોટલ દારૂ સાથે ઝડપાયા, હકીકત જાણી પોલીસ પણ ચોંકી ગઈ

  આ પણ વાંચોઃ-પતિ સુઈ ગયો ત્યારે સસરા અને સાળી સાથે લાખો રૂપિયા લઈ પત્ની ફરાર, ફોન કરીને કહ્યું 'નવું ઘર બનાવીશ અને શાંતિથી રહીશ'

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ બિલ્ડિંગ પડવાનો live video, જમાલપુરમાં પત્તાના મહેલની જેમ પાંચ માળની ઇમારત થઈ કડડ ભૂસ

  આ પણ વાંચોઃ-દુષ્કર્મની વિચિત્ર ઘટના! રૂમમાં ઉંઘતી મહિલાએ અજાણ્યા યુવકને પતિ સમજ્યો, નરાધમ રેપ કરી ફરાર

  આ વાત સાંભળીને પત્નીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. ગુસ્સે ભરાયેલી પત્ની પોલીસ પાસે વળતર લેવા માટે ઉપડી પડી હતી. બજાર પહોંચીને મહિલાએ ભારે હંગામો કર્યો હતો. મહિલાએ ચાલાન કાપ્યા બાદ બાઈકની હેડલાઈટ ફોડવા અંગે ના કહેવાનું સંભળાવી દીધું હતું.  ઘટના સ્થળે એસડીએમ પણ હાજર હતા. મહિલા એટલી ગુસ્સે ભરાયેલી હતી. કે તેણે ચપ્પલ ઉતારી પ્રદર્શન કરતા હંગામો કર્યો હતો. આ દરમિયાન પોલીસ કર્મીને ચપ્પલ પણ મારી દીધું હતું. ત્યાં હાજર એસડીએમને પણ ચપ્પલ મારવા માટે દોડી હતી. અહીં હાજર સ્થાનિક લોકોએ મહિલાનો ગુસ્સો શાંત પાડ્યો હતો.
  Published by:ankit patel
  First published: