Home /News /national-international /5 પત્નીઓના શોખ પૂરા કરવા માટે 50થી વધુ યુવતીઓને બનાવી શિકાર

5 પત્નીઓના શોખ પૂરા કરવા માટે 50થી વધુ યુવતીઓને બનાવી શિકાર

પકડાયેલા આરોપીઓની તસવીર

પાંચ પત્નીઓના મોંઘા શોખના કારણે તેના પરિવારની ગાડી પાટા ઉપરથી ઉતરતી નજરે આવતી હતી. એક સમય એવો પણ આવ્યો કે દિલશાહ પરિવાર ચલાવવા માટે છેતરપિંડી કરવા લાગ્યો હતો.

    ન્યૂઝ18ગુજરાતીઃ જબલપુરમાં (Jabalpur)રહેનાર દિલશાદે એક નહીં બે નહીં પરંતુ 50 યુવતીઓ સાથે લગ્ન કર્યા હતા. આ દરેક યુવતીઓથી એક-બે બાળકો પણ થયા છે. પરંતુ જેમ જેમ પત્નીઓ અને બાળ પરિવાર વધવા લાગ્યો ત્યારે દિલશાદ ઘર ચલાવવા માટે અસર્મથ થઇ રહ્યો હતો. બીજી તરફ પાંચ પત્નીઓના મોંઘા શોખના કારણે તેના પરિવારની ગાડી પાટા ઉપરથી ઉતરતી નજરે આવતી હતી. એક સમય એવો પણ આવ્યો કે દિલશાહ પરિવાર ચલાવવા માટે છેતરપિંડી કરવા લાગ્યો હતો. એસટીએફ ( STF)દ્વારા પકડાયા પહેલા દિલશાહ 50 યુવતીઓને છેતરી ચૂક્યો હતો.

    5 પત્નીઓ ઉપર દર મહિને લાખો રૂપિયા ખર્ચ થતા હતા
    દિલશાદે એસટીએફને જણાવ્યું હતું કે, તેની 5 પત્નીઓમાં ચોથી પત્ની જબલપુરમાં એક ખાનગી હોસ્પિટલ ચલાવે છે. બાકીની ચાર પત્નીઓ ઘર ઉપર જ રહે છે. પત્ની અને બાળકોના મોંઘા શોખ પુરા કરવાના ચક્કરમાં તેઓ ખોટા કામે લાગી ગયો હતો. ત્યારબાદ તેને એક આઇડિયા (Idea) આવ્યો અને તેણે એક ગેંગ બનાવી હતી.

    આ પણ વાંચોઃ-દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કર્યા 13 પોપટને, જાણો શું છે ઘટના?

    ગેંગની મદદથી તેઓ ભણેલી ગણેલી યુવતીઓને નર્સ બનાવવાની લાલચ આપવા લાગ્યો હતો. ભોપાલની એમ્સમાં નર્સની નોકરી અપાવવા માટેની લાલચ આપીને તે યુવતીઓને ફસાવતો હતો. ગેંગની એક સાગરીતની પત્ની એમ્સમાં સુપરીટેન્ડેટના પદ ઉપર છે. જેનો તેણે ફાયદો ઉઠાવ્યો હતો.

    આ પણ વાંચોઃ-તસવીરોઃ પાકિસ્તાનમાં ડિનર કરવા ઑટોથી પહોંચ્યું બ્રિટિશ શાહી કપલ

    50થી વધારે યુવતીઓ સાથે કરી ઠગાઇ
    હજી સુધી એસટીએફે દિલશાદ ખાન જે બબલપુરનો રહેવાશી અને આલોક કુમાર બામને જે ભોપાલનો રહેવાશી છે આ બંનેની ધરપકડ કરી છે. બાકીના આરોપીઓની પૂછપરછ ચાલું છે. ભોપાલ એસટીએફ પોલીસ અધિક્ષક રાજેશ સિંહ ભદોરિયાએ જણાવ્યું હતું કે, વિશેષ રણનીતિ બનાવીને આ ગેંગને પકડવામાં સફળતા મળી છે.

    આ પણ વાંચોઃ-તસવીરોઃ TikTok VIDEO બનાવવા માટે કૂતરાને હવામાં ઉછાળીને ઝાડીઓમાં ફેંક્યું

    આ ગેંગ નર્સની નોકરી આપવાની લાલચ આપીને યુવતીઓને ફસાવતી હતી. અત્યાર સુધી 50થી વધારે યુવતી પાસેથી લાખો રૂપિયા ખંખેરી લીધા હતા. તેમણે જણાવ્યું હતું કે, એસટીએફને સતત ફરિયાદો મળતી હતી કે, એમ્સમાં નર્સની નોકરી અપાવવાની લાલચ આપીને યુવતીઓ સાથે છેતરપિંડી થઇ રહી છે. અનેક યુવતીઓએ એસટીએફને છેતરપિંડીને લેખીત ફરિયાદો આપી હતી.
    First published:

    Tags: Husband, Jabalpur, Madhya pradesh, Wife

    विज्ञापन