Home /News /national-international /આગ્રામાં દંપતીએ એક સાથે લટકીને ફાંસો ખાધો, વજન વધુ હોવાના કારણે તૂટી ગયું પત્નીનું દોરડું, પતિનું મોત

આગ્રામાં દંપતીએ એક સાથે લટકીને ફાંસો ખાધો, વજન વધુ હોવાના કારણે તૂટી ગયું પત્નીનું દોરડું, પતિનું મોત

આગ્રાના સીકરી વિસ્તારમાં પતિ-પત્નીએ ખેતરમાં જઈને ફાંસો ખાધો હતો. (પ્રતિકાત્મક તસ્વીર)

ફતેહપુર સીકરી વિસ્તારમાં પતિ-પત્નીએ ખેતરમાં જઈને ઝાડ સાથે દોરી બાંધીને ફાંસો ખાધો હતો. પતિનું તો ફાંદામાં લટકી જવાના પગલે મૃત્યુ થયું હતું. જોકે પત્ની બચી ગઈ કારણ કે તે જે દોરી પર લટકીને આત્મહત્યા કરવાની કોશિશ કરી રહી હતી, તે જ આત્મહત્યાના સમયે તૂટી ગઈ હતી.

વધુ જુઓ ...
    આગ્રાઃ ફતેહપુર સીકરી વિસ્તારમાં પતિ-પત્નીએ ખેતરમાં જઈને ઝાડ સાથે દોરી બાંધીને ફાંસો ખાધો હતો. પતિનું તો ફાંદામાં લટકી જવાના પગલે મૃત્યુ થયું હતું. જોકે પત્ની બચી ગઈ કારણ કે તે જે દોરી પર લટકીને આત્મહત્યા કરવાની કોશિશ કરી રહી હતી, તે જ આત્મહત્યાના સમયે તૂટી ગઈ હતી. મામલો આગ્રાની નજીક લગભગ 50 કિલોમીટર દૂર ફતેહપુર સીકરી વિસ્તારના ગિલોય ગામનો છે.

    પત્નીના ગળામાં બાંધવામાં આવેલી દોરી તૂટી ગઈ

    પ્રાપ્ત માહિતી મુજબ, અહીં 54 વર્ષના ખેડૂત માન સિંહ ઉર્ફે કલુઆ અને તેની 50 વર્ષીય પત્ની સંતા દેવીએ પોતાના ઘરેથી લગભગ 300 મીટર દૂર ખેતરમાં ઝાડની ડાળ પર દોરડું બાંધ્યું હતું. પછી બંને તેનો ફાંદો બનાવીને આત્મહત્યા કરવા માટે તેની પર લટકી ગયા હતા. પતિ તો ફાંદા સાથે લટકી ગયો હતો. જોકે વધુ વજનના કારણે પત્નીના ગળામાં બાંધવામાં આવેલી દોરી તૂટી ગઈ અને તે નીચે પડી હતી.

    પતિની લાશને દોરડા પરથી પોલીસે ઉતારી

    બેભાન સ્થિતિમાં તે ખેતરથી ઘર તરફ જઈ રહી હતી, ત્યારે રસ્તામાં બે પોલીસ કર્મચારીઓ મળ્યા હતા. પોલીસ કર્મચારીએ સંતા દેવીના ગળામાંથી દોરી ખોલી નાંખી હતી અને એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. મહિલાએ પોલીસ કર્મચારીઓને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. તે પછીથી પોલીસ કર્મચારી તરત જ તે ઝાડની પાસે પહોંચી ગયા હતા. તેમણે ફાંદા પર લટકી ગયેલા માન સિંહને ઝાડ પરથી ઉતાર્યા હતા. જોકે ત્યારે તેના શ્વાસ બંધ થઈ ગયા હતા. હાલ મહિલાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

    ઘર કંકાસના કારણે પતિ-પત્નીએ ઉઠાવ્યું આ પગલું

    અછનેરાના સીઓ રાજીવ સિરોહીના જણાવ્યા મુજબ, ઘર કંકાસને કારણે પતિ-પત્નીએ આ પગલું ઉઠાવ્યું છે. બંનેને ચાર બાળકો છે, તેમના લગ્ન પણ થઈ ગયા છે. સીઓએ જણાવ્યું કે પતિ-પત્નીને પરસ્પર મન મેળ નહોતો. તેના પગલે બંનેએ જીવન સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો. હાલ મહિલાની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઘરના અન્ય સભ્યોની પણ આ અંગે પૂછપરછ કરવામાં આવશે. મામલાની તપાસ હાલ ચાલી રહી છે.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Committed suicide, Couple, Couple suicide

    विज्ञापन
    विज्ञापन