કોલકાતા : પશ્ચિમ બંગાળમાં (West Bengal)એક દર્દનાક ઘટના સામે આવી છે. પૂર્વી બર્દવાન જિલ્લામાં પત્નીએ નોકરી શરૂ કરતા પતિને પસંદ પડ્યું ન હતું. જેથી ગુસ્સે થઇને પતિએ પત્નીનો હાથ કાપી નાખ્યો હતો. હાથ પૂરી રીતે કાંડાથી અલગ થઇ ગયો હતો. આ ઘટના પૂર્વી બર્દવાન જિલ્લાના કેતુગ્રામની છે. પીડિતા મહિલા રેનૂ ખાતુન સરકારી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરે છે. આવામાં પતિ મોહમ્મદ શેખને ડર લાગી રહ્યો હતો કે જો તેની પત્નીએ નોકરી શરૂ કરી તો તે તેનાથી દૂર થઇ જશે અને તેને છોડીને ચાલી જશે. આ પછી કોઇ બીજા વ્યક્તિ સાથે લગ્ન કરી લેશે.
પતિને થવા લાગી શંકા
રેનૂ ખાતુન રોજ નોકરી જવા લાગી તો તેના પતિ મોહમ્મદ શેખની શંકા વધતી ગઇ હતી. તેને ઇનશિક્યોર થવા લાગ્યું હતું. શેખના મિત્રોએ તેને ભડકાવવાનું કામ કર્યું હતું. તે લોકો શેખને હંમેશા બોલતા હતા કે એક દિવસ તેની પત્ની તેને છોડીને જશે અને કોઇ બીજા વ્યક્તિ સાથે લગ્ન કરી લેશે.
રેનૂ ખાતુને જણાવ્યું કે મારું નામ જ્યારે સરકારી નોકરીમાં આવ્યું તો પતિએ વિચાર કરી લીધો હતો કે તે નોકરી કરવા દેશે નહીં. મેં ઘણી વખતે તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. અમારી વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા. એક દિવસ જ્યારે મારે દુર્ગાપુર જવાનું હતું તો તે પહેલા પતિએ મને ઘરે બોલાવી હતી. મને કશું જ ખબર ન હતી કે તેના મનમાં શું ચાલી છે. રાત્રે 10 કલાકે ભોજન કર્યા પછી હું ઊંઘી ગઈ હતી. રાત્રે બે વખત મારી આંખ ખુલી તો જોયું કે તે ઘણી વખત વોશરૂમ જઈ રહ્યો છે. તેને પૂછવા પર કહ્યું હતું કે તેના પેટમાં દુખાવો થાય છે.
ધારદાર વસ્તુથી હાથ કાપી નાખ્યો
પીડિતાએ જણાવ્યું કે આ પછી થોડા સમય બાદ મને લાગ્યું કે કોઇએ મારા મો પર તકીયો રાખી દીધો છે અને કોઇએ મારો હાથ પકડી રાખ્યો છે. આ પછી કેન્ચી જેવી કોઇ ધારદાર વસ્તુથી મારો હાથ કાપી નાખ્યો હતો. આ ઘટનામાં કુલ 3 લોકો હતા. જતા સમયે મારા બધા ડોક્યુમેન્ટ્સ પણ લઇને ગયા હતા. આ પછી મને બર્દવાન મેડિકલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યા પ્રાથમિક સારવાર પછી પ્રાઇવેટ નર્સિંગ હોમમાં શિફ્ટ કરી દેવામાં આવી હતી.
ડોક્ટરે પરમહંસે જણાવ્યું કે પીડિતાનો જમણો હાથ પુરી રીતે કપાયેલો હતો. હાલત ગંભીર હતી, માથા ઉપર પણ ઇજા હતી. જીવ બચાવવા માટે સર્જરી કરી હતી. તેનો હાથ કાપવો જ પડ્યો કારણે ફરી જોડવાની તક ન હતી. પોલીસે આરોપી અને તેન મિત્ર સામે ફરિયાદ નોંધી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર