Home /News /national-international /

હૃદયદ્રાવક ઘટના! કરવા ચોથના દિવસે જ પત્ની બની વિધવા, પત્ની સાથે ઝઘડા બાદ પતિએ ફાંસો ખાઈને કરી આત્મહત્યા

હૃદયદ્રાવક ઘટના! કરવા ચોથના દિવસે જ પત્ની બની વિધવા, પત્ની સાથે ઝઘડા બાદ પતિએ ફાંસો ખાઈને કરી આત્મહત્યા

પ્રતિકાત્મક તસવીર

પત્ની સંગીતા કરવા ચોથની તૈયારી કરવામાં વ્યસ્ત હતી. ત્યારે સચિને બપોરે 12 વાગ્યે આશરે ઘરના બીજા માળ ઉપર જઈને ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.

  ઝાંસીઃ કરવા ચોથ (karwa chauth) દિવસે પરિણીત મહિલાઓ (Married women) પોતાના પતિના લાંબા આયુષ માટે વ્રત (Vrat) રાખતી હોય છે. આખો દિવસ ભૂખી રહીને રાત્રે પતિનો ચહેરો જોઈને પતિના હાથે વ્રત પુરું કરતી હોય છે. પરંતુ એક મહિલા કરવા ચોથના દિવસે જ વિધવા (woman widow) બની ગઈ હતી. આ ઘટના ઉત્તર પ્રદેશના (Uttar pradesh) ઝાંસીમાંથી (jhansi) સામે આવી છે. પલરા ગામમાં કરવા ચૌથના દિવસે જ યુવકે પારિવારિક કંકાસમાં ઘરેના રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા (suicide) કરી લીધી હતી. પતિની આત્મહત્યા બાદ પત્ની સંગીતા ઉપર આભ તૂટી પડ્યું હતું. કરવા ચોથના દિવસે જ પત્ની વિધવા બની ગઈ હતી.

  કરવા ચોથના દિવસે જ પતિએ ફાંસી લગાવી કરી આત્મહત્યા
  મળતી માહિતી પ્રમાણે ઝાંઝીના ઉલ્દન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા પલરા ગામમાં 25 વર્ષીય સચિન પરિવાર સાથે રહેતો હતો. કરવા ચોથના દિવસે પરિવારના સભ્યો ખેતરમાં ગયા હતા. ઘરમાં સચિનની સાથે તેની પત્ની સંગીતા અને માતા પણ હતી. બપોરે 12 વાગ્યે આશરે ઘરના બીજા માળ ઉપર જઈને ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.

  કરવા ચોથની તૈયારીમાં વ્યસ્ત હતી પત્ની
  સુત્રોના જણાવ્યા પ્રમાણે સચિનની પત્ની સંગીતા કરવા ચોથની તૈયારી કરવામાં વ્યસ્ત હતી. ગણા સમયથી સચિન ઉપરથી નીચે ન ઉતરતા પત્નીને ચિંતા થઈ હતી. તેણે ઉપર જઈને જોયું તો સચિન ફાંસીના ફંદા પર લટકતો હતો. આ જોઈને પત્ની ચિલ્લાવવા લગા હતી. તાયરબાદ આસપાના લોકો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને પરિવારના લોકો ખેતરમાંથી ઘરે પહોંચ્યા હતા.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ સાથે ફરવા જતા ત્યારે લીધી સેલ્ફીઓ, બહેનના પ્રેમમાં પડ્યો પિતરાઈ ભાઈ, પછી કર્યું ના કરવું કામ

  પરિવારના લોકોએ સચિનને નીચે ઉતારી હોસ્પિટલ લઈ ગયા
  ઘટના સ્થળે પહોંચેલા આસપાસના લોકો અને પરિવારજનોએ સચિનને નીચે ઉતારીને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પુત્રના મોત બાદ વૃદ્ધ માતાની પણ રડી રડીને ખરાબ હાલત થઈ ગઈ છે. તેમનું કહેવું છે કે વૃદ્ધ માતાનો સહારો જતો રહ્યો.

  આ પણ વાંચોઃ-આણંદઃ પ્રેરણા રૂપ કહાની! લકવાગ્રસ્ત પિતા માટે દત્તક પુત્રીએ છોડી શિક્ષિકાની નોકરી, શરુ કર્યો પશુપાલનનો ધંધો, કરે છે લાખોની કમાણી

  આ પણ વાંચોઃ-સુરતઃ 'મેં ઝેરી દવા પી લીધી છે, મારે જીવવું છે,' coronaમાં બેકાર બનેલા મેકઅપ મેનનો આપઘાત

  સચિનના પિતાએ પણ ત્રણ વર્ષ પહેલા આત્મહત્યા કરી લીધી હતી
  પ્રધાન સુદીપ સિંહના જણાવ્યા પ્રમાણે સચિનના પિતાએ ત્રણ વર્ષ પહેલા જ આત્મહત્યા કરી દીધી હતી. ત્યારબાદ બધી જવાબદારી સચિનના માથે આવી ગઈ હતી. તે એકનો એક પુત્ર હતો. તે ખેતી ઉપર કંઈ જ કામ કરતો ન હતો. જેના કારણે તેના પત્ની સાથે છાસવારે ઝઘડા થતા હતા.  કરવા ચૌથ ઉપર પણ બંને વચ્ચે ઝઘડો થયો હતો

  કરવા ચૌથ ઉપર પણ બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેના કારણે સચિને આત્મહત્યા કરી દીધી હતી. ઘટનાની જાણકારી બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથધરી હતી. પોલીસનું કહેવું છે કે પારિવારી કારણોના કારણે તેણે આત્મહત્યા કરી લીધી છે. સચિનને છ મહિનાનો પુત્ર છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Husband suicide, આત્મહત્યા, ઉત્તરપ્રદેશ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन