Home /News /national-international /Love Story: બાળપણની પ્રેમ કહાનીનો કરુણ અંત, પત્નીએ દગો આપતા પતિએ જીવન ટૂંકાવ્યું

Love Story: બાળપણની પ્રેમ કહાનીનો કરુણ અંત, પત્નીએ દગો આપતા પતિએ જીવન ટૂંકાવ્યું

લવ સ્ટોરીનો કરુણ અંત

Wife Cheated Husband: સુમિતે તેના તમામ મિત્રોને 16 સપ્ટેમ્બરના રોજ પાર્ટી કરવા માટે તેના ફ્લેટમાં બોલાવ્યા હતા. સાંજે લગભગ 4:00 વાગ્યે પાર્ટી પૂરી થઈ ગઈ હતી. બધા મિત્રો તેમના ઘરે ગયા હતા. પરંતુ આના થોડા સમય બાદ જ બંને પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને સુમિત તરત જ પોતાની બાલ્કનીમાંથી નીચે કૂદી પડ્યો હતો.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ રાજસ્થાની જયપુરના એક યુવકે જયપુર (Jaipur)થી 7000 કિમી દૂર લંડનમાં પોતાના જ ઘરની બાલ્કનીમાંથી કૂદીને આત્મહત્યા કરી (Husband Committed Suicide) લીધી હતી. આ વાતને લગભગ 7 દિવસ વીતી ગયા છે, પરંતુ મૃતકનો પરિવાર હજુ પણ તેને આત્મહત્યા માનવા તૈયાર નથી. પરિવારનો આરોપ છે કે, પત્નીને અન્ય છોકરા સાથે અફેર (Wife Cheated Husband) હતું. જેના કારણે તેમના પુત્રએ આત્મહત્યા કરી લીધી છે. આ કેસની તપાસ યુકે પોલીસ (UK Police) કરી રહી છે. મૃતદેહ પરિવારને આપવાને બદલે મૃતકની પત્નીને આપવામાં આવશે. જે બાદ હવે પરિવારની તમામ આશાઓ તૂટી ગઇ છે.

સ્કૂલમાંથી જ હતો બંનેનો પ્રેમ સંબંધ


સુમિતના પિતરાઈ ભાઈ યશે જણાવ્યું કે, સુમિત જ્યારે 13 વર્ષનો હતો ત્યારે તેની ગર્લફ્રેન્ડ તેની સાથે એક જ ક્લાસમાં અભ્યાસ કરતી હતી. સુમિત અને તેની ગર્લફ્રેન્ડના અફેરની વાત જ્યારે ઘરમાં સામે આવી ત્યારે ઘરના સભ્યોએ પણ તેને ખૂબ સમજાવ્યા હતા. પરંતુ સુમિત તે સમયે ઘરના સભ્યોની વિરુદ્ધમાં થઇ ગયો અને કહ્યું કે હું તેની સાથે જ લગ્ન કરીશ. આ પછી, સુમિતે જયપુરમાં રહીને એમબીએ પૂર્ણ કર્યું હતું અને તેની ગર્લફ્રેન્ડ જયપુરમાં જ રોકાઈ હતી. બંનેએ 2007માં લગ્ન કર્યા હતા. ત્યારબાદ 2008માં સુમિતને લંડનની એક કંપનીમાં નોકરી મળી હતી. આ પછી, પતિ-પત્ની બંને લંડન શિફ્ટ થઈ ગયા હતા.

આ પણ વાંચોઃ વિરોધ કરવા બદલ અપરાધીઓએ કોન્સ્ટેબલને જાહેરમાં મારી ગોળી

પત્નીને બ્રિટનમાં હતો બોયફ્રેન્ડ


સુમિત પોતાના પરિવારને આગળ વધારવા માંગતો હતો. પરંતુ તેની પત્નીને સંતાનની ઇચ્છા ન હતી. આ મામલે બંને વચ્ચે ઘણી વખત વિવાદ પણ થયો હતો. આવી સ્થિતિમાં સુમિતે પહેલા 2016માં લંડનની નાગરિકતા લીધી હતી અને પછી જીવનમાં બધું જ મેળવ્યું હતું. સુમિત ભલે કરોડોનો માલિક બની ગયો હોય, પરંતુ તે પોતાની પત્નીને લઈને ખૂબ જ નાખુશ હતો. પત્નીએ યુકેના એક છોકરા રક્ષિતને પોતાનો બોયફ્રેન્ડ બનાવ્યો હતો. ત્યારથી જ બંને પતિ-પત્ની વચ્ચે અંતર વધવા લાગ્યું હતું. બે વર્ષ પહેલા સુમિતની પત્નીએ છૂટાછેડા માટે અરજી કરી હતી. ઘણી વખત સુમિત તેની પત્નીની સામે પડી ગયો હતો. પણ કશું બદલાયું નહીં.

છઠ્ઠા માળેથી પતિએ લગાવી છલાંગ


સુમિત લગભગ 2 વર્ષથી ડિપ્રેશનમાં હતો. ત્યારબાદ સુમિતે તેના તમામ મિત્રોને 16 સપ્ટેમ્બરના રોજ પાર્ટી કરવા માટે તેના ફ્લેટમાં બોલાવ્યા હતા. સાંજે લગભગ 4:00 વાગ્યે પાર્ટી પૂરી થઈ ગઈ હતી. બધા મિત્રો તેમના ઘરે ગયા હતા. પરંતુ આના થોડા સમય બાદ જ બંને પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને સુમિત તરત જ પોતાની બાલ્કનીમાંથી નીચે કૂદી પડ્યો હતો.

આ પણ વાંચોઃ તેલંગાણામાં બીજી પત્નીએ દીકરીને જન્મ આપતા પતિએ ઝેરી ઇન્જેક્શન મારી પતાવી દીધી, સીસીટીવીએ ભાંડો ફોડ્યો

પરિવારે લગાવ્યો હત્યાનો આક્ષેપ


સુમિતના પિતરાઈ ભાઈ યશે જણાવ્યું કે, આત્મહત્યા કરતા પહેલા સુમિતે પોતાના એક મિત્રને વોટ્સએપ પર લખેલી સ્યુસાઈડ નોટ પણ મોકલી હતી. જેને ભાનુએ સુમિતની બહેન હર્ષિતાને મોકલ્યો હતો. પરંતુ હર્ષિતાએ સુસાઈડ નોટ જોઈ ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઈ ગયું હતું. ત્યારબાદ સમગ્ર પરિવારને મોતની જાણ થઈ હતી. સુમિતના પરિવારજનોએ જણાવ્યું કે સુમિતના પાડોશીએ જણાવ્યું કે જ્યારે પાડોશીઓએ તેની લાશ જોઇ તો તેના હાથ બાંધીને મોઢા પર કપડું બાંધેલું હતું. આવી સ્થિતિમાં તે સ્પષ્ટ છે કે આ આત્મહત્યા નથી, પરંતુ દારૂ પીધા પછી કરાયેલી હત્યા છે. યુકે પોલીસે પણ હવે પરિવારને સોંપવાને બદલે પત્નીને સોંપી દેવાનું કહ્યું છે. રાજસ્થાનની જયપુર પોલીસ આ કેસમાં અત્યારે કંઈ કરી શકે તેમ નથી.
Published by:Sahil Vaniya
First published:

Tags: Committed suicide, Husband Wife Relation, Murder case

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन