Home /News /national-international /ફેસબુક પર થયેલો પ્રેમ મંડપ સુધી પહોંચ્યો, લગ્નના માત્ર 15 જ દિવસમાં પત્ની ભાગી જતાં પતિની આત્મહત્યા
ફેસબુક પર થયેલો પ્રેમ મંડપ સુધી પહોંચ્યો, લગ્નના માત્ર 15 જ દિવસમાં પત્ની ભાગી જતાં પતિની આત્મહત્યા
અચાનક 15માં દિવસે યુવતી કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી (પ્રતિકાત્મક તસવીર)
suicide news - યુવક લગભગ 7 વર્ષ પહેલા ફેસબુક દ્વારા યુવતી સાથે પરિચયમાં આવ્યો હતો. બંને વચ્ચે વાતચીત ચાલુ રહી અને તેઓ પ્રેમમાં પડ્યા હતા. ત્યારબાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો
બાંદા : સોશિયલ મીડિયા (Social media)પર પોતાના માટે લાઇફ પાર્ટનર શોધવાનું કામ એક યુવકને ભારે પડ્યુ છે. બાંદા જિલ્લાના યુવકની કેરળની યુવતી સાથે ફેસબુક (facebook)પર મિત્રતા થઈ અને આ મિત્રતા પ્રેમમાં બદલાઇ ગઇ હતી. સમય જતા બંનેએ લગ્ન પણ કરી લીધા અને યુવતી પણ તેના પતિ સાથે રહેવા તેના ઘરે આવી ગઈ હતી. પરંતુ આ દરમિયાન તે 15 દિવસ પછી કોઈને કંઈપણ કહ્યા વગર જતી રહી હતી. આ કારણે લાગી આવતા પતિએ પંખાથી લટકીને આત્મહત્યા (suicide)કરી લીધી હતી. હવે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હાલ યુવતીનો કોઈ પત્તો લાગ્યો નથી અને શોધખોળ ચાલુ છે.
મળતી માહિતી મુજબ, યુવક લગભગ 7 વર્ષ પહેલા ફેસબુક દ્વારા યુવતી સાથે પરિચયમાં આવ્યો હતો. બંને વચ્ચે વાતચીત ચાલુ રહી અને તેઓ પ્રેમમાં પડ્યા હતા. ત્યારબાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. લગ્ન બાદ યુવક યુવતીને તેના ઘરે લાવ્યો હતો અને પરિવારે પણ યુવતીને વહુ તરીકે સ્વીકારી લીધી હતી. યુવતીના ઘરે આવ્યા પછી જીવન સામાન્ય રીતે ચાલતું હતું અને કોઈને કોઈ તકલીફ ન હતી. ઘરનું વાતાવરણ પણ સામાન્ય હતું. પરંતુ અચાનક 15માં દિવસે યુવતી કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી.
મોડી રાત્રે ઘરેથી યુવતી ફરાર થઈ ગઈ હતી. જે અંગે સવારે તમામને જાણ થઈ હતી. ઘરના લોકો હજી યુવતીની શોધખોળ કરી રહ્યાં હતા ત્યાં જ યુવકે મોટું પગલું ભર્યું હતુ. યુવકે સીલિંગ ફેન સાથે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. પરિવારને આ વાતની જાણ થતા ઘરમાં ચકચાર મચી ગઈ હતી. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસે આ બાબતે તપાસ કરતાં પ્રાથમિક રીતે જાણવા મળ્યું હતું કે ,પત્નીના ઘરેથી નીકળી જવાથી યુવકને આઘાત લાગ્યો હતો અને તેણે આત્મહત્યા કરી લીધી છે. જોકે, પોલીસ આ મામલે દરેક પાસાઓની તપાસ કરી રહી છે અને યુવતીની પણ શોધખોળ કરવામાં આવી રહી છે.
આ ઘટના વિશે અટારા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર અનૂપ કુમાર દુબેએ જણાવ્યું કે આ કેસમાં અરજી મળ્યા બાદ કેસ નોંધવામાં આવ્યો છે. પરિવારના સભ્યોએ જણાવ્યું છે કે ઘરની વહુ ગુમ થઈ ગઈ છે. સમગ્ર ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર