પત્નીના કૂખે જન્મલા બાળકને બીજાનું ગણાવતો હતો કોન્સ્ટેબલ પતિ, બે બાળકોની હત્યા કર્યા બાદ પતિની આત્મહત્યા

News18 Gujarati
Updated: November 21, 2020, 6:30 PM IST
પત્નીના કૂખે જન્મલા બાળકને બીજાનું ગણાવતો હતો કોન્સ્ટેબલ પતિ, બે બાળકોની હત્યા કર્યા બાદ પતિની આત્મહત્યા
પ્રતિકાત્મક તસવીર

ત્રણ મહિના પહેલા તેણે એક પુત્રને જન્મ આપ્યો હતો. સંજૂનો પતિ આ પુત્રને કોઈ બીજોનો ગણાવતો હતો અને તેની સાથે ઝઘડો કરતો હતો..

  • Share this:
ફતેહાબાદઃ હરિયાણાના (Haryana) ફતેહાબાદમાં આડા સંબંધોની (love affair) શંકામાં હસતો ખેતલો પરિવાર બર્બાદ થઈ ગયો હતો. હરિયાણા પોલીસમાં (Haryana police) તૈનાત જવાનની પત્ની દ્વારા જન્મેલું બીજી સંતાનને બીજાનું ગણાવીને ઝઘડો કરવાનું શરુ કર્યું હતું. આ વાતથી નારાજ પત્ની પિયર લાચી ગઈ હતી. બે મહિનાથી પતિ-પત્ની અલગ રહી રહ્યા હતા. બંનેને ફોન ઉપર ફરીથી ઝઘડો (husband wife fight) થયો હતો. ત્યારબાદ મહિલાએ બે બાળકોની હત્યા કરીને પોતાને ફાંસી લગાવીને આત્મહત્યા (wife suicide) કરી લીધી હતી. ઘટના સ્થળે પહોંચીને પોલીસે (police) તપાસ શરૂ કરી હતી.

મળતી માહિતી પ્રમાણે ફતેહાબાદના ખૈરાતીખેડા ગામમાં રહેનારા નરેશ હરિયાણા પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બનાવે છે. તેમના લગ્ન આ જ જિલ્લામાં સુખમનપુરમાં રહેનારી સંજૂ સાથે થયા હતા.

માનવામાં આવી રહ્યું છેકે પતિ સાથે ઝઘડો થયા બાદ બે મહિનાથી સંજૂ પોતાના પિયર રહેવા જતી રહી હતી. ગત દિવસોમાં પિયરના લોકો કોઈ કામથી બહાર ગયા હતા ત્યારે સંજૂએ ત્રણ વર્ષના પુત્ર અને ત્રણ મહિનાના પુત્રની હત્યા કરી દીધી હતી.

આ પણ વાંચોઃ-જૂનાગઢઃ વડાલ ગામમાં કાર શીખતા સમયે ભૂલથી રેસ આપતા કાર 80 ફૂટ ઊંડા કૂવામાં ખાબકી, સગા સાળા-બનેવીનું ડૂબી જતા મોત

ત્યારબાદ પોતાના ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી હતી. જ્યારે પરિવારના લોકો ઘરે પરત ફર્યા ત્યારે આ નજારો જોઈને તેમના હોશ ઉડી ગયા હતા. આ અંગે તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથધરી છે. પોલીસે મહિલા સહિત બાળકોની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

આ પણ વાંચોઃ-આશ્ચર્યજનક કિસ્સો! 18 મહિનાથી શૌચ કરવા નથી ગયો આ યુવક, રોજ ખાય છે 18થી 20 રોટલીઓઆ પણ વાંચોઃ-અમદાવાદઃ ચાલું કારે ફાયરિંગ કરી વીડિયો બનાવી 'સ્ટાઈલ' મારવી 'ભરવાડ' યુવકને ભારે પડી, થઈ ધરપકડ

આ મામલે પોલીસે પરિવાજનોનું નિવેદન લીધું હતું. મૃતક મહિલાના પિતરાઈ ભાઈ દીલિપે જણાવ્યું કે સંજૂ બે મહિના પહેલા પોતાના પિયર રહેવા આવી હતી. ત્રણ મહિના પહેલા તેણે એક પુત્રને જન્મ આપ્યો હતો.સંજૂનો પતિ આ પુત્રને કોઈ બીજોનો ગણાવતો હતો અને તેની સાથે ઝઘડો કરતો હતો. છાસવારે પતિ પત્ની વચ્ચે ઝઘડો થતો રહેતો હતો. જેનાથી કંટાળીને સંજૂ પિયર આવી ગઈ હતી.
Published by: ankit patel
First published: November 21, 2020, 6:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading