Home /News /national-international /2 મહિના પહેલા જ થયેલા લવ મેરેજનો કરુણ અંજામ, પત્ની પૂર્વ પતિ પાસે ભાગી જતાં પતિનો આપઘાત

2 મહિના પહેલા જ થયેલા લવ મેરેજનો કરુણ અંજામ, પત્ની પૂર્વ પતિ પાસે ભાગી જતાં પતિનો આપઘાત

Suicide Case : બુંદી જિલ્લા (bundi district) ના નૈનવાના રહેવાસી 30 વર્ષીય સીતારામ ગુર્જર તેની પત્ની સાથે શ્યામ વિહાર પ્રતાપ નગરમાં રહેતા હતા. તે સીતાપુરા સ્થિત એક કારખાનામાં સુપરવાઈઝર હતો

Suicide Case : બુંદી જિલ્લા (bundi district) ના નૈનવાના રહેવાસી 30 વર્ષીય સીતારામ ગુર્જર તેની પત્ની સાથે શ્યામ વિહાર પ્રતાપ નગરમાં રહેતા હતા. તે સીતાપુરા સ્થિત એક કારખાનામાં સુપરવાઈઝર હતો

સીતાપુરા સ્થિત એક કારખાનામાં સુપરવાઈઝરે બે મહિના પહેલા લવ-મેરેજ (Love Marriage) કર્યા હતા. લગ્ન પછી બે મહિના પતિ-પત્નીએ સાથે ખુશીથી વિતાવ્યા, ત્યાં અચાનક એક દિવસ સુપરવાઈઝર નોકરી પર ગયો ત્યારે પત્ની ઘરેથી દાગીના અને રોકડ (Jewelry and cash) લઈને ભાગી ગઈ હતી. ઘરે આવેલા પતિને પત્ની ન મળતાં શોધખોળ શરૂ કરી હતી. જેમાં જાણવા મળ્યું છે કે, તે બુંદી (Bundi) માં તેના પૂર્વ પતિ (Ex Husband) પાસે ગઈ છે અને હવે તે પાછી નહીં આવે. પત્નીની આ બેવફાઈથી યુવકને ભારે આઘાત લાગ્યો હતો. પત્નીના ભાગી જવાથી પરેશાન યુવકે ટ્રેન આગળ કૂદીને જીવનનો અંત લાવ્યો હતો. પોલીસને યુવક પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે.

બે મહિના પહેલા જ સોના સાથે થયા હતા લવ મેરેજ

પોલીસના જણાવ્યા અનુસાર, બુંદી જિલ્લાના નૈનવાના રહેવાસી 30 વર્ષીય સીતારામ ગુર્જર તેની પત્ની સાથે શ્યામ વિહાર પ્રતાપ નગરમાં રહેતા હતા. તે સીતાપુરા સ્થિત એક કારખાનામાં સુપરવાઈઝર હતો. લગભગ 2 મહિના પહેલા તેણે દિયાલી બુંદીમાં રહેતી 28 વર્ષીય સોના સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યાં 26 મેના રોજ તેની પત્ની ઘર છોડીને નીકળી ગઈ હતી. એવું કહેવાય છે કે સીતારામે તેની પત્નીની શોધ કરી, પરંતુ તે મળી ન હતી.

પૂર્વ પતિ પાસે ગયા બાદ સીતારામને લાગ્યો આઘાત

આ પછી તેને ખબર પડી કે તે તેના પૂર્વ પતિ પાસે બુંદી ગઈ છે અને હવે તે પાછી પણ આવશે નહી. આનાથી સદમામાં આવેલા સીતારામે શનિવારે બપોરે 1:30 વાગ્યે સાંગાનેર રેલ્વે લાઇન પર ટ્રેનની સામે કૂદીને મોતને વહાલું કર્યું હતું. આપઘાતની જાણ થતાં પહોંચેલી પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. મૃતકના ખિસ્સામાંથી મળેલી સુસાઈડ નોટમાં લખેલા મોબાઈલ નંબરના આધારે સગા સંબંધીઓનો સંપર્ક કરીને ઓળખ કરાઈ હતી.

પત્નીએ દગો આપ્યો છે, ધરના લોકોનો કોઈ વાંક નથી

સીતારામે સુસાઈડ નોટમાં લખ્યું છે- મારી પત્ની સોના ગુર્જરે મારી સાથે દગો કર્યો છે. પત્નીએ છેતરપિંડી કરી છે, હું મરી રહ્યો છું. મારા પરિવારના સભ્યોને પરેશાન કરશો નહીં, આમાં પરિવારના સભ્યોનો કોઈ દોષ નથી. હું તેના વિશ્વાસમાં આવ્યો અને તેણે મારી સાથે છેતરપિંડી કરી, તેથી હું દુનિયા છોડી રહ્યો છું. બેંક ખાતામાં 1.30 લાખ રૂપિયા અને કંપનીમાં PFના 1 લાખ રૂપિયા છે, જે મારા પરિવારના સભ્યોએ લેવા જોઈએ. મારા મામાના પુત્ર દેવકિશન પાસેથી સાડા નવ હજાર રૂપિયા ઉછીના લીધેલા હતા, આ પૈસામાંથી આપી દેજો.

સુસાઈડ મામલે દુષ્પ્રેરણ કરવાનો કેસ નોઁધાયો

મૃતકના ભાઈ બંશીલાલે સીતારામની પત્ની સોના વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ દાખલ કર્યો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, લગભગ 2 મહિના પહેલા તેના ભાઈએ લવ મેરેજ કર્યા હતા. 26 મેના રોજ ભાઈ સીતારામ કારખાને ગયા હતા. ત્યાર બાદ તકનો લાભ લઈ તેની પત્ની સોનાના ઘરેણાં, 2 લાખ રોકડા અને 2 મોબાઈલ લઈને ભાગી ગઈ હતી. જ્યારે સીતારામને ખબર પડી ત્યારે તેની પત્ની સોના હિંડોલી બુંદીના પૂર્વ પતિ દુર્ગાલાલ ગુર્જર પાસે ગઈ છે. આ અંગે એસઆઈ ગુમાનસિંહ તપાસ કરી રહ્યા છે.

આ પણ વાંચોસિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડ બાદ પંજાબમાં ગેંગવોરની આશંકા : નીરજ બવાના અને ભૂપ્પીના નિશાને છે બિશ્નોઈ ગેંગ

ફેક્ટરી જવાનુ કહી નીકળ્યા અને..

બંશીલાલે જણાવ્યું કે, સીતારામે ફોન કરીને ઘરેથી દાગીના અને રોકડ લઈને ભાગી જવાની વાત કહી હતી. તેને પરેશાન જોઈને જયપુર લઈ જવા કહ્યું. સીતારામે કહ્યું- હું ગામમાં કેવી રીતે આવીશ? કોઈ પૂછે તો હું શું કહીશ? હું 10 દિવસ પછી આવીશ, રૂમ છોડીને કાયમ ગામમાં રહીશ. જે બાદ મામાના પુત્રને સીતારામ પાસે રોકવામાં આવ્યો હતો. ત્યાં એક દિવસ રોકાયા પછી બીજા દિવસે 28 મેના રોજ સવારે મેં મારા ભાઈએ કહ્યું - હું ફેક્ટરી જાઉં છું. હું લોકોને મળીશ તો મારું મન સારુ થઈ જશે. કારખાને જવાનું કહી ઘરેથી નીકળી ગયો હતો. બપોરે તેણે રેલવે ટ્રેક પર ટ્રેનની સામે ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી.
First published:

Tags: Crime in Rajasthan, Rajasthan latest news, Rajasthan news, Rajasthan police, Suicide case

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો