રામપુરઃ પાણીની ટાંકી ઉપર ચડીને વીરુનો ડાયલોગ, કૂદી જઈશ, પરંતુ લગ્ન તો બસંતી સાથે જ કરીશ. ફિલ્મ શોલેનો આ શીન તો લગભગ બધાને યાદ હશે. કંઈક આવું જ દ્રશ્ય ઉત્તર પ્રદેશના (Uttar pradesh) રામપુરમાં (Rampur) એ સમયે જોવા મળ્યું જ્યારે એક માથાફરેલો યુવક ઘર કંકાસના કારણે પોતાની ચાર વર્ષની માસૂમ પુત્રીને (daughter) લઈને ઉંચા મોબાઈલ ટાવર (mobile tower) ઉપર ચડી ગયો હતો.
ઘટનાની જાણ થતા અધિકારી ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેની માંગોને પુરા કરવાનું આશ્વાસન આપ્યું હતું. ત્યારબાદ પતિ બાળકી સાથે નીચે ઉતર્યો હતો. આમ અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. આ હાઈવોલ્ટેજ ડ્રામા દરમિયાન ટાવર નીચે લોકોનો જમાવડો થયો હતો. લોકોને હાસકારો થયો હતો.
જનપદ રામપુરના ટાંક વિસ્તારમાં ભાડાના મકાનમાં આકિલ નામના વ્યક્તિ પોતાની પત્ની અને માસૂમ પુત્રી સાથે રહે છે. પરંતુ ગણા સમયથી તેની પત્ની બનતું ન હતું. તેને શંકા હતી કે પત્નીને કોઈ અન્ય પુરુષ સાથે પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો છે. જેના પગલે ઘરમાં કંકાસ ચાલી રહ્યો હતો.
આ અંગે તેણે પોલીસમાં પણ ફરિયાદ કરી હતી. જોકે, પોલીસે કોઈ કાર્યવાહી ન કરી હતી. ત્યારબાદ તે પોતાની માસૂમ બાળકી સાથે મોબાઈલ ટાવર ઉપર ચડી ગયો હતો. ઘટના સ્થળે પહોંચેલા અધિકારીઓ સામે તેણે પોતાની માંગો રાખી હતી.
ત્યારબાદ અધિકારીઓ તેની માંગોને પુરી કરવા માટે આશ્વાસન આપ્યું હતું. ત્યારબાદ તે મોબાઈલ ઉપરથી પોતાની પુત્રી સાથે સલામત નીચે ઉતર્યો હતો. જોકે, આ મામલામાં પોલીસ દ્વારા તેની બાળકીની જિંદગી સાથે રમત રમવાના આરોપસર તેની ધરપકડ કરી હતી. આ ઉપરાંત તેની પત્ની અને તેના પ્રેમીની પણ અટકાયત કરી હતી. (તસવીર સોર્સ આજતક)
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર