Video: પત્નીએ પતિને પ્રેમિકા સાથે રંગે હાથ પકડ્યો, પછી તો રસ્તા વચ્ચે જ જોવા જેવી થઈ!
Video: પત્નીએ પતિને પ્રેમિકા સાથે રંગે હાથ પકડ્યો, પછી તો રસ્તા વચ્ચે જ જોવા જેવી થઈ!
વાયરલ વીડિયો પરની તસવીર
Uttar Pradesh Crime News: પતિ-પત્ની અને પ્રેમિકાનો હાઈવોલ્ટેજ ડ્રામા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સારાજાહેર બનેલી આ ઘટના લોકો માટે રસનો વિષય બન્યો છે.
દેશમાં લગ્નેતર સંબંધોના (extra marital affair) ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે. આવ સંબંધોના પરિણામ ખૂબ જ ખરાબ આવતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો યૂપીમાં પણ સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશના કાનપુર (Kanpur) જિલ્લામાં શુક્રવારે પતિ-પત્ની અને પ્રેમિકાનો (Pati, patni aur woh) હાઈવોલ્ટેજ ડ્રામા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સારાજાહેર બનેલી આ ઘટના લોકો માટે રસનો વિષય બન્યો છે.
વિગતો મુજબ પત્ની સાથે બેવફાઈ કરી પતિ પ્રેમિકા સાથે બાઇક પર ફરતો હતો. પ્રેમિકાને લઈને ફરતા પતિની મુલાકાત રસ્તામાં જ તેની પત્ની સાથે થઈ અને ત્યાર પછી જે થયું તે જોઈને તમામ લોકો હેરાન થઈ ગયા હતા. પ્રેમિકા સાથે સરજાહેરમાં ફરતા અને પત્નીના હાથે રંગે હાથે પકડાયેલા પતિને તેની પત્નીએ જાહેરમાં જ સબક શીખવ્યો હતો.
પતિ પત્ની અને વોનો હીવોલ્ટેડ ડ્રામા ખૂબ લાંબા સમય સુધી ચાલ્યો. આ તમામ ઘટના જાહેર રસ્તા પર બની હોવાને કારણે રસ્તામાં લોકોના ટોળા પણ આ દ્રશ્ય જોવા ઉમટી પડ્યા હતા. લાંબા સમય સુધી ચાલેલા ડ્રામા બાદ પત્નીના પરિવારજનોએ આવાર પતિને પોલિસને હવાલે કર્યો હતો. તમામ મામલો હાલ વિસ્તારમાં ચર્ચાનો વિષય બનેલો છે. ત્યાં જ આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
આ મામલો નૌબસ્તા વિસ્તારનો છે. આશિક પતિ તેની ગર્લફ્રેન્ડ સાથે રસ્તા પર ફરી રહ્યો હતો. બીજી તરફ પત્ની શંકાને આધારે છેલ્લા ઘણા દિવસોથી તેના પતિ પર નજર રાખી રહી હતી અને તેના સંબંધીઓની મદદથી પુરાવા એકત્ર કરી રહી હતી. પત્નીએ તેના પતિના આશિક મિજાજના ઘણા પુરાવા એકઠા કર્યા બાદ, તેણે તેના પતિને અને તેની પ્રેમિકા એકસાથે રંગેહાથે પકડી લીધા હતા. પછી શું હતું, રસ્તામાં જ પત્નીએ દુર્ગાનું રૂપ ધારણ કરી પ્રેમિકાને માર માર્યો હતો.
પતિને પણ પત્નીના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. પત્નીએ તેના પતિ ઉપર પણ હાથ ઉપાડ્યો હતો. આ દરમિયાન લોકોની ભીડ કોઈ ફિલ્મી શૂટની જેમ આખું દ્રશ્ય જોવા અને મજા લેવા ઉમટી પડી હતી. લાંબા હંગામા પછી પસાર થતા લોકોએ પત્નીને તેના પતિને પોલીસ સ્ટેશન લઈ જવાની સલાહ આપી હતી. હાલ પોલીસ મામલો થાળે પાડવામાં વ્યસ્ત છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર