Home /News /national-international /

નિર્દયી પતિનો ખૂની ખેલ, પિતા અને પત્નીને દાંતથી બચકા ભર્યા, પછી તડપાવી પત્નીની કરી હત્યા

નિર્દયી પતિનો ખૂની ખેલ, પિતા અને પત્નીને દાંતથી બચકા ભર્યા, પછી તડપાવી પત્નીની કરી હત્યા

પ્રતિકાત્મક તસવીર

કમલેશે તેના પિતા ગિરીવર ઉપર હુમલો કર્યો હતો અને પહેલા તેમને બચકા ઈજા પહોંચાડી હતી. પુત્રએ હિંસક હુમલો કરતા પિતા સ્થળ પરથી છટકી ગયા, પરંતુ પત્ની કાંતી પકડાઈ ગઈ

    હરદોઈ : ઉત્તર પ્રદેશના હરદોઈના સુરસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પતિએ તેની પત્નીની નિર્દયતાથી હત્યા કરી હતી. એવું કહેવામાં આવે છે કે, તેણે પહેલા તેના પિતા અને તેની પત્નીને દાંતથી ચાવ્યા હતા. તે પછી જ્યારે પિતા છટકી ગયા ત્યારે તેણે તેની પત્નીને ઓરડામાં બંધ કરી દીધી અને ગળું કાપીને તેની હત્યા કરી હતી.

    હત્યાની આ ક્રૂર ઘટનાની બાતમી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ અધિક્ષક અનિલકુમાર સિંહ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આ બનાવને અંજામ આપનાર પતિને પોલીસે કસ્ટડીમાં લીધો છે. એડિશનલ પોલીસ અધિક્ષકના જણાવ્યા મુજબ, સમગ્ર મામલામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.

    વેટરનરી ડોક્ટરની છાતીમાં 3 ગોળીઓ મારી કરી હત્યા, 'બીમાર ભેંસને જોવા જઈ રહ્યા હતા'

    વેટરનરી ડોક્ટરની છાતીમાં 3 ગોળીઓ મારી કરી હત્યા, 'બીમાર ભેંસને જોવા જઈ રહ્યા હતા'

    સુરસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાનુવર માજરા વલ્લીપુરમાં એક હંગામો થયો હતો જ્યારે એક યુવકે તેની જ પત્નીની નિર્દયતાથી હત્યા કરી હતી. અહીં રહેતા કમલેશે તેના પિતા ગિરીવર ઉપર હુમલો કર્યો હતો અને પહેલા તેમને બચકા ઈજા પહોંચાડી હતી. પુત્રએ હિંસક હુમલો કરતા પિતા સ્થળ પરથી છટકી ગયા હતા, ત્યારબાદ કમલેશે તેની પત્ની કાંતિને પકડી લઈ મારી નાખી.

    આખલાનો આતંક: લડતા-લડતા બેડરૂમમાં ઘુસી ગયા આખલા, પાછળ બે ગાય પણ ઘુસી, ઘરમાં તોડફોડ

    આખલાનો આતંક: લડતા-લડતા બેડરૂમમાં ઘુસી ગયા આખલા, પાછળ બે ગાય પણ ઘુસી, ઘરમાં તોડફોડ

    પોલીસ તપાસ કરી રહી છે

    યુવક તેની પત્નીને ઓરડામાં લઇ ગયો હતો અને પહેલા દાંતથી અનેક બચકા ભર્યા હતા, ત્યારબાદ તેણીનું ગળું કાપી નાંખ્યું હતું. પત્નીની ચીસો સાંભલી આજુ બાજુમાં રહેતા પાડોશીઓ ભેગા થઈ ગયા, પરંતુ કોઈ સમજે તે પહેલાતો પત્ની કાંતિનું મોત નીપજ્યું હતું.

    ગ્રામજનોએ પોલીસને આ બાબતની જાણ કરી હતી. એસઓ પોલીસ દળ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. હત્યાની આ વિકરાળ ઘટનાની બાતમી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ અધિક્ષક અનિલકુમાર સિંહ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આ બનાવને અંજામ આપનાર પતિને પોલીસે કસ્ટડીમાં લીધો છે. એડિશનલ પોલીસ અધિક્ષકના જણાવ્યા મુજબ, સમગ્ર મામલામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Husband wife fight

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन