પત્નીની આ વાત ઉપર પતિને એટલો બધો આવ્યો ગુસ્સો કે ઈંટ વડે કચડીને કરી હત્યા

News18 Gujarati
Updated: February 21, 2020, 10:54 PM IST
પત્નીની આ વાત ઉપર પતિને એટલો બધો આવ્યો ગુસ્સો કે ઈંટ વડે કચડીને કરી હત્યા
પ્રતિકાત્મક તસવીર

અયોધિ રાય છેલ્લા છ મહિનાથી દૈનિક મજૂરી છોડીને ઘરે જ રહેવા લાગ્યો હતો. આર્થીક તંગીના કારણે છ સભ્યોના પરિવારના ખોરાક માટેની વ્યવસ્થા કરવા માટે મૃતક મહિલા પરેશા થઈ ગઈ હતી.

  • Share this:
મધુબનીઃ બિહારના (bihar) મધુબનીમાં પતિએ પત્નીની (husband killed wife) ઈંટ વડે કચડીને હત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે પોલીસે (police) આરોપી પતિની ધરપકડ કરી લીધી છે. ઘટના બેનીપટ્ટી પોલીસ સ્ટેશન વિસ્તારના ચાનપુરા ગામની છે. આંતરીખ વિવાદમાં પતિએ 45 વર્ષીય પત્ની ઈન્દુ દેવીની હત્યા કરી દીધી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અયોધિ રાય છેલ્લા છ મહિનાથી દૈનિક મજૂરી છોડીને ઘરે જ રહેવા લાગ્યો હતો. આર્થીક તંગીના કારણે છ સભ્યોના પરિવારના ખોરાક માટેની વ્યવસ્થા કરવા માટે મૃતક મહિલા પરેશા થઈ ગઈ હતી. પત્ની છાસવારે પતિને નોકરી કરવાની વાત કહેતી હતી. જોકે, આ અંગે પતિ તેની સાથે મારપીટ કરતો હતો.

આ પણ વાંચોઃ-Good News: 4 માસથી બંધ પડેલી રો-રો ફેરી સેવા 24 ફેબ્રુઆરીથી ફરી શરૂ થશે

ઘરેલુ વાત ઉપર પતિ અને પત્ની વચ્ચે આંતરીક વિવાદ ચાલતો હતો. જેનાથી આક્રોશિત પતિએ ઘરમાંથી બાળકોને બહાર કાઢીને ઈંટ વડે પત્નીની હત્યા કરી દીધી હતી. જાણકારી અનુસાર આરોપી હત્યા પહેલા પત્નીની છાતી ઉપર બેશીને તાકાતથી પકડીને સતત ઈંટથી વાર કરતો રહ્યો જ્યાં સુધી તેની પત્નીએ દમ ના તોડ્યો.

આ પણ વાંચોઃ-24 કલાકમાં જ બદલાઈ શકે છે EPFO પેન્શન અંગેના નિયમો, નોકરી કરનારને થશે મોટો ફાયદો

આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'તારી પત્નીને વેંચીને પણ રૂપિયાની વસૂલી કરીશું, સાંજે તારા ઘરે આવીશું'પત્નીની હત્યા કરીને આરોપીએ ઘટનામાં ઉપયોગમાં લીધેલી ઈંટને પાણીમાં ફેંકીને ઘરમાં બેસી ગયો હતો. થોડા સમય પછી મૃતકની પુત્રી આવીને જોયું તો તેણે બુમો પાડી હતી. હત્યાની જાણકારી મળતા પહોંચેલી પોલીસ લાશનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. ડીએસપીના કહેવા પ્રમાણે હત્યારા પતિની ધરપકડ કરીને જેલ ભેગો કરી દીધો છે. અને ઘટનાની વધુ તપાસ હાથધરી છે.
First published: February 21, 2020
વધુ વાંચો
अगली ख़बर