Home /News /national-international /

પત્ની સાથેના આડા સંબંધની શંકામાં પતિએ મિત્રને ઢોર માર માર્યો, ના મર્યો તો છાતીમાં ધરબી દીધી ગોળી

પત્ની સાથેના આડા સંબંધની શંકામાં પતિએ મિત્રને ઢોર માર માર્યો, ના મર્યો તો છાતીમાં ધરબી દીધી ગોળી

મૃતક અને ઘટના સ્થળની તસવીર

બે વર્ષ પહેલા સરફરાજ અને મુસ્તફા એક જ પાવરલૂમ ફેક્ટરીમાં કામ કરતા હતા. સરફરાજે મુસ્તફા ઉપર પોતાની પત્ની સાથે આડા સંબંધ રાખવાની શંકા વ્યક્ત કરીને ભારે હંગામો કર્યો હતો. ત્યારબાદ મુસ્તફાને કોલોની છોડવી પડી હતી.

    મેરઠઃ ઉત્તર પ્રદેશના (Uttar pradesh) મેરઠમાં (Meerut) એક યુવકને ઢોર માર મારીને અધમુવો કરી દીધો હતો. ત્યારબાદ ગોળી મારીને તેની હત્યા કરી (boy murder) નાંખી હતી. યુવકની હત્યાનો (boy murder) સમસની ખેસ મામલો મેરઠના પરતાપુર ક્ષેત્રમાં બની છે. પત્ની સાથેના આડા સંબંધોના (love affair) શકના આધારે યુવકની હત્યા કરવામાં આવી છે. અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ પહેલા પણ એકવાર આરોપીએ યુવકની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી.

    આ ઘટના મેરઠના પરતાપુર ક્ષેત્રના જિલાની કોલોની છે. બે વર્ષ પહેલા સરફરાજ અને મુસ્તફા એક જ પાવરલૂમ ફેક્ટરીમાં કામ કરતા હતા. સરફરાજે મુસ્તફા ઉપર પોતાની પત્ની સાથે આડા સંબંધ રાખવાની શંકા વ્યક્ત કરીને ભારે હંગામો કર્યો હતો. ત્યારબાદ મુસ્તફાને કોલોની છોડવી પડી હતી.

    મુસ્તફાને પોતાના ઘરમાં એક ભાડુઆત રાખ્યો હતો. મોડી રાત્રે મુસ્તફા પોતાના ઘરે ભાડુ લેવા માટે ગયો હતો. જ્યાં સરફરાજ અને તેના સાથીઓએ મુસ્તફાને દબોચી લીધો હતી. ત્યારબાદ માર મારીને હત્યાની કોશિશ કરી હતી. પરંતુ તે ન મર્યો તો તેને છાતીમાં ગોળી મારી દીધી હતી. ત્યારબાદ મુસ્તફાએ ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો.

    આ પણ વાંચોઃ-દુષ્કર્મની વિચિત્ર ઘટના! રૂમમાં ઉંઘતી મહિલાએ અજાણ્યા યુવકને પતિ સમજ્યો, નરાધમ રેપ કરી ફરાર

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ ભાડુઆત પરિણીતા ઘરમાં ઉંઘતી હતી, માકાન માલિકનો પુત્ર પાછળની બારીથી ઘરમાં ઘૂસ્યો અને પછી..

    ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ ઘટના સ્થળે જ પહોંચે તે પહેલા આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ હતી.

    આ પણ વાંચોઃ-સુરતઃ અકસ્માતનો live video, ફૂલ સ્પીડે જતો બાઈક ચાલક ડેપોમાંથી નીકળતી બસ સાથે ભટકાયો

    આ પણ વાંચોઃ-કોરોનાનો કાળો કહેર! રાજકોટઃ મહેતા પરિવારનો માળો પીંખાયો, એક પરિવારના 6 સભ્યોને ભરખી ગયો કાળમુખો

    જાણવા મળ્યું છે કે આ પહેલા પણ સરફરાજે મુસ્તફાને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી. આ મામલે લિસાડી ગેટ પોલીસ સ્ટેશમાં ફરિયાદ આપવામાં આવી હતી. પરંતુ પોલીસે આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી કરી ન હતી.



    ત્યારબાદ આરોપીઓ વધારે બેખૌફ થઈ ગયા અને હત્યાની ઘટનાને અંજામ આપી દીધો હતો. એસપીએ તપાસના આદેશ આપી દીધા છે અને પોલીસ આ અંગે વધુ તપાસ હાથધરી છે.
    Published by:ankit patel
    First published:

    Tags: ઉત્તરપ્રદેશ, ગુનો

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन