Home /News /national-international /પત્ની પીડિત પુરુષ: સાહેબ! મને મારી ઘરવાળીથી બચાવી લો, પત્નીના ત્રાસથી કંટાળી પોલીસ ચોકીએ પહોંચ્યો

પત્ની પીડિત પુરુષ: સાહેબ! મને મારી ઘરવાળીથી બચાવી લો, પત્નીના ત્રાસથી કંટાળી પોલીસ ચોકીએ પહોંચ્યો

પત્નીની ફરિયાદ લઈ પોલીસ ચોકીએ પહોંચ્યો પતિ (સોશિયલ મીડિયા)

આ કિસ્સો હમીરપુર જિલ્લાના રાઢ ફળિયાના પઠાણપુરા વિસ્તારનો છે. ફોર વ્હીલ કાર વેચવાને લઈને થયેલા વિવાદના કારણે એક મહિલાએ પોતાના પતિને ધોઈ નાખ્યો હતો.

    હમીરપુર: ઈન્ટરનેટ અથવા સોશિયલ મીડિયા પર મોટા ભાગે પતિ અને પત્નીને લઈને જોક્સ વાયરલ થતાં રહે છએ. અને લોકો પણ તેમાં ખૂબ મજા લેતા હોય છે, પણ યૂપીના હમીરપુર જિલ્લામાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જે આ પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. હકીકતમાં એખ વ્યક્તિએ પોલીસ સ્ટેશન પહોંચીને પત્નીના ત્રાસથી બચાવાની વિનંતી કરી હતી. આ શખ્સે કહ્યું કે, સાહેબ મને મારી ઘરવાળીથી બચાવી લો. પોલીસ સામે પતિની ઘરવાળીથી બચવાની આજીજીની ચર્ચા હવે સમગ્ર પંથકમાં ફેલાઈ ગઈ છે.

    ગરમ ચિપિયાથી આપે છે ડામ


    આ કિસ્સો હમીરપુર જિલ્લાના રાઢ ફળિયાના પઠાણપુરા વિસ્તારનો છે. ફોર વ્હીલ કાર વેચવાને લઈને થયેલા વિવાદના કારણે એક મહિલાએ પોતાના પતિને ધોઈ નાખ્યો હતો. તેને ગરમ ચિપિયાથી ડામ આપ્યા. ઘટના બાદ પીડિત પતિએ રોતા રોતા પોલીસ ચોકીમાં આવીને પત્ની વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ આપી અને કાર્યવાહી કરવાની માગ કરી હતી. પઠાણપુરા વિસ્તારના નિવાસી લલ્લૂ પ્રસાદે રાઢ પોલીસ ચોકીમાં પત્ની વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ આપતા કહ્યું કે, મારી પાસે ફોર વ્હીલ કાર છે અને તેને વેચીને તેના રૂપિયા તેના પિયરમાં મોકલવા માગે છે. જો કે, મેં કાર વેચવાની ના પાડી તો, તેણે મને ફટકાર્યો. ગરમ ચિપિયાથી માર્યો, પત્નીના આવા ત્રાસથી પતિ ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. પીડિતે લેખિત ફરિયાદ આપીને પત્ની કુસુમ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી છે.

    આ પણ વાંચો: પત્નીના આડાસંબંધનો આવ્યો ખતરનાક પરિણામ, પતિએ છૂટાછેડા આપતાં ખેલાયો ખૂની ખેલ

    આ મામલામાં રાઢ પોલીસ ચોકીના પ્રભારી ઈંસ્પેક્ટર રાજેશ કમલે જણાવ્યું છે કે, પીડિત યુવકની ફરિયાદના આધાર પર કાયદેસરની કાર્યવાહીક રતા પત્નીને પોલીસ ચોકીએ બોલાવાઈ છે અને ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની છે.

    ઘરેલૂ હિંસાના કાયદા ફક્ત પત્નીઓ માટે


    જો કોઈ પત્ની પોતાના પતિ સાથે મારપીટ કરે છે, તો તે એક ગુનો બને છે. પછી પત્ની પોતાના પતિને મારે કે તેને ફટકારે. બંને કિસ્સામાં આ ગુનો બને છે. મોટા ભાગે પતિ પોતાની પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા નથી. એવા તો કેટલાય કિસ્સા છએ, જેમાં પતિઓ પર પત્નીઓ અત્યાચાર કરે છે. પણ ઘરેલૂ હિંસાના કાયદા ફક્ત પત્નીઓ માટે જ છે. પતિઓ માટે આવા કોઈ કાયદા નથી. એટલા માટે આ મામલો ઘરેલૂ હિંસા અંદર નથી આવતા. પતિ જો ઈચ્છે તો, હિન્દુ વિવાહ અને ભરણ પોષણ અધિનિયમની કલમ 13 અંતર્ગત છૂટાછેડા માટે રિક્વેસ્ટ કરી શકે છે અને કાયદેસર રીતે તેને છૂટાછેડા મળી શકે છે.

    કઈ પરિસ્થિતિમાં પત્નીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકો


    પત્ની જો પોતાના પતિને માનસિક અથવા શારીરિક રીતે પ્રતાડિત કરે છે. અથવા તો કોઈ ખોટા કેસમાં ફસાવાની ધમકી આપે તો પતિ પણ તેના વિરુદ્ધ ફરિયાદ 154 અંતર્ગત નોંધાવી શકે છે. જો પત્ની 498A અંતર્ગત દહેજ પ્રતાડિતના ખોટા કેસમાં ફસાવાની ધમકી આપે અથવા તો આત્મહત્યા કરવાની ધમકીની વાત કરે, ત્યારે પણ પતિ તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકે છે. જો પત્ની સાથે સંબંધો સારા નથી અને ત્યારે આવા સમયે હિન્દુ વિવાહ અધિનિયમ 1955ની કલમ 9 અંતર્ગત કેસ નોંધાવી શકે છે. આ ઉપરાંત પત્ની વિરુદ્ધ ફેમિલી કોર્ટમાં પણ લેખિત ફરિયાદ નોંધાવી શકે છે. ફેમિલી કોર્ટમાં પતિ-પત્નીનું કાઉંસલિંગ થાય છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Crime news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन