પૂર્વ પત્નીના ઘરે પહોંચ્યો પતિ, આખા પરિવારને રૂમમાં બંધ કરીને જીવતા સળગાવ્યા, સાસુ-પુત્રીના કમકમાટી ભર્યા મોત

પ્રતિકાત્મક તસવીર

રાત્રે 3 વાગ્યાની આસપાસ પતિ મોહમ્મદ મુખ્તાર પોતાના સહયોગી સાથે પહોંચ્યો હતો. જ્યાં રૂમને બહારથી બંધ કરીને તેલ છાંટીને આગ લગાવી દીધી હતી.

 • Share this:
  બેગૂલસરાયઃ બિહારના (bihar) બેગૂલસરામાં જ્યારે એક પતિનો ખૌફનાક ષડયંત્રનો ખુલાસો થયો તો લોકોના રૂંવાડા ઊભા થઈ ગયા હતા. જલ્લાદ પતિએ પોતાની ડિવોર્સી પત્નીના પિયરમાં જઈને આખા પરિવારને એક રૂમમાં બંધ કરી દીધા હતા. અને બાદમાં આગ લગાવી દીધી (husband fired home) હતી. આ કમકમાટી ભરી ઘટનામાં પતિની સાસુ અને પુત્રીનું આગમાં દાઝી જવાથી દર્દનાક મોત થયું હતું. જ્યારે પત્ની અને ત્રણ બાળકો ગંભીર રૂપથી દાઝી ગયા હતા.

  આ સનસની ખેસ ઘટના ઓપીના ગઢહાર વોર્ડ નંબર 11ની છે. આરોપી પતિનું નામ મોહ્મદ મુખ્તાર છે જે બિહટ બિહારી ટોલાનો રહેવાશી છે. આરોપી મોહમ્મદ મુખ્તારે પોાતની પત્ની હલીમા ખાતૂનને ચાર વર્ષ પહેલા છૂટાછેડા આપ્યા હતા. ત્યાબાદ હલીમા ખાતૂન પોતાના બાળકો લઈને માતા સાથે રહેતી હતી.

  આરોપ છે કે શનિવારે રાત્રે 3 વાગ્યાની આસપાસ પતિ મોહમ્મદ મુખ્તાર પોતાના સહયોગી સાથે પહોંચ્યો હતો. જ્યાં રૂમને બહારથી બંધ કરીને તેલ છાંટીને આગ લગાવી દીધી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે રૂમમાં સુઈ રહેલા 70 વર્ષી સાસું સલેખા ખાતૂન, 45 વર્ષીય પત્ની ઈલીમા ખાતૂન અને 16 વર્ષી પુત્રી આસમા, નઝરાના ખાતૂન, મારુફ આગમાં સંપૂર્ણ પણે દાઝી ગયા હતા.

  આ પણ વાંચોઃ-સેક્સ રેકેટ ઉપર પોલીસ ત્રાટકી, કઢંગી હાલતમાં ઝડપાયા યુવક-યુવતીઓ, વોટ્સએપ પર ચાલતું હતું રેકેટ

  આ પણ વાંચોઃ-રુંવાડા ઊભા થઈ જાય એવો હત્યાનો live video, ધોળા દિવસે ડોક્ટર દંપતી ઉપર બદમાશોએ ગોળીઓ વરસાવી કરી હત્યા

  આગની લપટો જોઈને આસપાસના લોકોએ રૂમ ખોલીને બધાને બહાર કાઢ્યા હતા. આગથી દાઝેલા પરિવારના સભ્યોને બેગૂલસરાયની સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ સાસરીમાં જઈને જમાઈએ બધાની સામે એવું કહ્યું કે પરિણીતા સહિત આખો પરિવાર ચોંકી ગયો

  આ પણ વાંચોઃ-રાજકોટઃ બૂટલેગર સંજય સોલંકી હત્યા કેસ, મિત્ર વિશાલે જ લોખંડની પ્લેટથી ઉતાર્યો મોતને ઘાટ, જણાવ્યું હત્યાનું કારણ

  જ્યાં સારવાર દરમિયાન સલેખા ખાતૂન અને પુત્રી આસમા ખાતૂનનું મોત નીપજ્યું હતું. આ આગમાં સંપૂર્ણ પણ ઘાયલ પત્ની હલીમા ખાતૂનની હાલત નાજુક બતાવવામાં આવી રહી છે.

  ઘટના સ્થળે આરોપીની સાઈકલ, ચપ્પલ અને તેલનો ડબ્બો મળ્યો તો. માનવામાં આવી રહ્યું છે કે હલીમા ખાતૂનને પતિ સાથે ગણા દિવસોથી અનબન ચાલી રહી હતી. તેમના તલાક પણ થઈ ચૂક્યા હતા. ગ્રામીણોએ જણાવ્યું કે ખાતૂન શાકભાજી વેચીને પોતાના પરિવારનું ભરણપોષણ કરતી હતી.
  Published by:ankit patel
  First published: