Home /News /national-international /અભણ પતિએ મહેનત કરી પત્નીને ગ્રેજ્યુએશન કરાવ્યું, ડિગ્રી મળતા જ પત્નીએ સાથે રહેવાની ના પાડી દીધી

અભણ પતિએ મહેનત કરી પત્નીને ગ્રેજ્યુએશન કરાવ્યું, ડિગ્રી મળતા જ પત્નીએ સાથે રહેવાની ના પાડી દીધી

અભણ પતિ સાથે પત્નીએ લગ્ન કરવાની ના પાડી તો હત્યા કરવા પહોંચ્યો પતિ

કૃષ્ણાએ નવમા ધોરણ સુધી અભ્યાસ કર્યા બાદ ભણવાનું છોડી દીધું હતું, પણ તે તેની પત્નીને આગળ ભણાવવા માગતો હતો. તેના પર કૃષ્ણાએ પોતાના ખર્ચે પત્નીને ગ્રેજ્યુએશન કરાવ્યું.

    ગ્રેટર નોઈડા: ગ્રેટર નોઈડાના નોલેજ પાર્ક કોતવાલી પોલીસે પોતાની પત્નીની હત્યા કરવા જઈ રહેલા એક યુવક કૃષ્ણા અને તેના સાથીની ધરપકડ કરી લીધી છે. કૃષ્ણાના લગ્ન બાળપણમાં પણ થઈ ગયા હતા. લગ્ન બાદ કૃષ્ણાની પત્ની સાસરિયે આવવાની ના પાડવા લાગી, ત્યાર બાદ યુવકે પત્નીની હત્યા કરવા માટે પિસ્તોલ ખરીદી લીધી હતી. પણ આરોપી ઘટનાને અંજામ આપે તે પહેલા પોલીસે તેને દબોચી લીધો હતો. પોલીસની પુછપરછમાં આરોપી પતિએ જે વાત કહી તે ચોંકાવનારી હતી.

    નોલેજ પાર્ક કોતવાલી પ્રભારી વિનોદ કુમાર સિંહે જણાવ્યું કે, તુગલપુર ગામના રહેવાસી કૃષ્ણાના લગ્ન 2009માં થયા હતા. કૃષ્ણાએ પોલીસને જણાવ્યું કે, લગ્ન બાદ પત્ની પિયરમાં જ રહેતી હતી. તે સાસરિયે આવતી જ નહોતી.

    આ પણ વાંચો: ચોરે ઘરમાં આવીને પતિની સામે જ પત્ની પર કર્યો રેપ, 3ની ધરપકડ

    કૃષ્ણાએ નવમા ધોરણ સુધી અભ્યાસ કર્યા બાદ ભણવાનું છોડી દીધું હતું, પણ તે તેની પત્નીને આગળ ભણાવવા માગતો હતો. તેના પર કૃષ્ણાએ પોતાના ખર્ચે પત્નીને ગ્રેજ્યુએશન કરાવ્યું. ગ્રેજ્યુએશન કર્યા બાદ પત્ની કૃષ્ણાને અભણ કરીને સાસરિયે આવવાની ના પાડવા લાગી. સાથે પોતાના પતિ સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું.

    પરિવારના સભ્યોએ કૃષ્ણાની પત્ની સાથે વાત કરી તો મહિલાએ કહ્યું કે, તે અભણ પતિ સાથે ક્યારેય રહી શકે નહીં. તેનાથી કૃષ્ણા નારાજ થઈ ગયો. તેણે પત્નીને મારવા માટે પોતાના મિત્ર અજીત પાસેથી 30 હજારમાં પિસ્તોલ ખરીદી લીધી.


    આરોપી પતિ રવિવારે પત્નીની હત્યાના કરવાના ઈરાદાથી તેના ઘરે પહોંચ્યા હતો. જો કે, પોલીસને જાણ થતાં પતિ સાસરિયે પહોંચે તે પાછળ પાછળ પહોંચી ગઈ, તેના મિત્ર અજીત સાથે કૃષ્ણાને પણ પકડી લીધો હતો.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Greater Noida

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन