ભેજાબાજ પતિ-પત્ની! લોકડાઉનમાં સ્કૂટી ઉપર ફરીને દંપતી હોશિયારીથી કરતું હતું આવા કારસ્તાન

પ્રતિકાત્મક તસવીર

પોલીસે ચોરીના કેસમાં એક શાતિર દંપતી ધરપકડ કરી હતી. પતિ-પત્ની પલક ઝપકતા જ મોંઘી ચીજ વસ્તુઓ સાફ કરી રફૂ ચક્કર થઈ જતા હતા.

 • Share this:
  નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. જોકે, ગુનાહિત કૃત્યો આચરનાર લોકોની હિંમ્મત બુલંદ થઈ રહી છે. પોલીસે ચોરીના કેસમાં એક શાતિર દંપતી ધરપકડ કરી હતી. પતિ-પત્ની પલક ઝપકતા જ મોંઘી ચીજ વસ્તુઓ સાફ કરી રફૂ ચક્કર થઈ જતા હતા. નવી દિલ્હીના પાર્લિયામેન્ટ સ્ટ્રીટ પોલીસની ટીમે એક કપલની ધરપકડ કરી હતી. પોલીસનું કહેવું છે કે પતિ-પત્ની મિનિટોમાં પાર્કિંગમાં ઉભેલી ગાડીઓના કાંચ તોડીને લેપટોપ કે મોંઘો સામાન ચોરીને ભાગી જતા હતા. આરોપીનું નામ રાકેશ છે અને પત્નીનું નામ વિજયન્તી છે.

  પોલીસને મળેલી જાણકારી પ્રમઆણે બંને મદનગીરના રહેનારા છે. બંનેએ નવી દિલ્હીમાં અનેક ચોરીઓ કરી છે. આ દંપતી 23 મેના અશોકા રોડમાં એક મોંઘી ગાડીમાંથી લેપટોપ અને કેટલોક સામાન ચોરી લીધો હતો.

  આ પણ વાંચોઃ-હજી આવશે ભૂકંપ! ગુજરાતમાં બે દિવસમાં ભૂકંપના 15 આંચકા આવ્યા, કચ્છના ભચાઉ નજીક ડિફોલ્ટ સક્રિય

  1 જૂને પણ વિન્ડસર પેલેરમાં પણ એક ગાડીનો કાંચ તોડીને અંદર રાખેલો સામાન ચોરીને રફૂ ચક્કર થયા હતા. આ ઘટના પછી પોલીસ ટીમના લુટિયન્સ ઝોનની સીસીટીવી ફૂટેઝના આધારે એક સ્કૂટી ઉપર જતા યુવક-યુવતી ઉપર શક હતો. તેમને પકડવા માટે પોલીસે છટકું ગોઠવ્યું હતું. 13 જૂને પીછો કરીને પકડ્યા હતા. બંને આંધ્ર પ્રદેશના રહેનારા છે.

  આ પણ વાંચોઃ-સુશાંત આત્મવિશ્વાસથી ભરપૂર અને પ્રભાવશાળી યુવાન હતો: BCCI પસંદગી સમિતિના પૂર્વ અધ્યક્ષ કિરણ મોરે

  આ પણ વાંચોઃ-સ્કૂલોની દાદાગીરી! સુરતની 90 ટકા શાળાઓનું વાલીઓ ઉપર ફી ભરવા દબાણ, ફરિયાદો છતાં કાર્યવાહી નહીં

  ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન આપવામાં આવ્યું હતું. જેના કારણે વેપાર-ધંધા બંધ થતાં લોકો બેકાર બન્યા હતા. લાખો લોકો પોતાના માદરે મતન તરફ મીટ માંડી હતી. જ્યારે કેટલાક બેકાર લોકો ગુનાખોરીના રસ્તે પણ વળ્યા હતા. જોકે, હવે દેશમાં મોટાભાગના રાજ્યોમાં લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી છે.
  Published by:ankit patel
  First published: